________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
પરિશિષ્ટ
અનેક તીર્થી અને અનેક ઋષિમુનેિના આશ્રમેાનાં વર્ણનો છે. દરેક પુરાણના વર્ણનોમાં કાંઈ ને કાંઈ ફેર તા આવે છે.૧૭
વેદકાળ અને સરસ્વતી લુમ થયાની પરંપરા વચ્ચેના મોટા સમય
વેદમાં સરસ્વતી ગુપ્ત થવાને ઉલેખ નથી. પરંતુ વિનશન આગળ સરસ્વતીને પ્રવાહ લુપ્ત થવાની વાત ઘણી પ્રાચીન છે. એટલે વેદકાળ પછીના સમયમાં સરસ્વતીના પ્રાચીન પ્રવાહ બદલાયા અને લુપ્ત થતા ગયા. સરસ્વતીના ઉલ્લેખા આખા ચે સંસ્કૃત સાહિત્યમાં ઓછાવધતા પ્રમાણમાં છે. પણ એનાં તીર્થાંનાં સવિસ્તર વર્ણન સાથે તેા મહાભારતમાં મળે છે. મહાભારતના હાલના સ્વરૂપની શરૂઆત અને વેદના મંત્ર સમયના અંત વચ્ચે સમયને મેટા ગાળેા પડે છે. એવડા મેાટા ગાળામાં ગમે તેવી પરંપરાઓમાં પણ સુધારાવધારા અને ઉમેરા થાય. એટલે સરસ્વતીના પ્રવાહની પરંપરામાં મહાભારત અને બીજાં પુરાણામાં જે ભેદ પડે છે તે કુદરતી છે.૧૯ મહાભારતના વનપર્વમાં તીર્થયાત્રાપર્વમાં સરસ્વતી સમુદ્રસંગમનું તીર્થં ગણેલું છે.૨૦ એટલે પુરાણેાએ સમુદ્ર સુધી સરસ્વતીને લાવ્યા છતાં કુમારિકા ગણી છે અને વડવાનલને સાગરમાં નાખી પાતે પાછી વળી છે એમ લખ્યું છે એ માત્ર પાછળની કલ્પના છે એમ સિદ્ધ થાય છે. પુરાણેાની પેઠે મહાભારત શલ્યપર્વમાં ખલદેવ તીર્થયાત્રા વર્ણનમાં સરસ્વતીને સમુદ્ર સુધી લાવે છે અને પ્રભાસ પાસે જ સંગમ થવાનું કહે છે. એ વર્ણનમાં પ્રભાસથી સરસ્વતીના આખા પ્રવાહ વર્ણવ્યા છે. આ બધાં વર્ણન ઉપરથી સરસ્વતી હિમાલયમાંથી નીકળી પ્રભાસ પાસે સમુદ્રને મળતી હતી એવી એક પ્રાચીન પરંપરા ચાલી આવેલી છે; અને હાલની માફ્ક હાલનાં પુરાણેાનાં છેવટનાં સ્વરૂપ લખાયાં ત્યારે પણ પરંપરા ચાલુ હોવા છતાં પ્રવાહ ન હેાવાથી સરસ્વતી તીરનાં તીર્થાંની પરંપરાઓ ભેગી કરી તે તે તીર્થોં આગળ સરસ્વતીને પ્રગટ અને ગુપ્ત થતી લાવીને એક પ્રવાહની કથા ઊભી કરેલી છે.
હિમાલયથી કાઠીઆવાહના કિનારા સુધી વહેવાના કાયડો
આ બધી પૌરાણિક ભૂલભૂલામણીમાંથી ખરા પ્રવાહ કયા અને કાં થઇને વહેતા હતા અને કાઠીઆવાડની હાલની ભૌગાલિક સ્થિતિ જોતાં એ પ્રવાહ ઉત્તર હિંદમાંથી ઊતરી આવીને કાઠીઆવાડમાં પ્રભાસ પાસે
૧૭ સરસ્વતીના પૈારાણિક ઉલ્લેખા ઘણા છે. છુટક તીર્થં સરસ્વતીના કિનારે આવેલાં ઘણાં પુરાણામાં કહેલાં છે. મહાભારત વનપર્વમાં પણ છે. પરંતુ ઠીક કહી શકાય તેવું વર્ણન કંદપુરાણ પ્રભાસખંડમાં, મહાભારત શલ્યપર્વ-બલદેવ તીર્થયાત્રા પર્વમાં છે અને પદ્મપુરાણ સૃષિ અને ઉત્તરખંડામાં છે. આ સિવાય સિદ્ધપુર અને પાટણ બાજુ સરસ્વતી માહાત્મ્ય જુદું કથા તરીકે કહે છે. તે ઉપરના ગ્રંથામાંથી ગાઠવીને બનાવેલું લાગે છે.
૧૮ મહાભારત અને મનુસ્મૃતિ (હાલના સ્વરૂપમાં છે તે) જે સમયે રચાઈ તેટલી જાની અગર તેનાથી સહેજ જાની સરસ્વતી વિનશન આગળ લુપ્ત થયાની પરંપરા ચાલેલી જણાય છે. જોકે લુપ્ત તેા તેથી વહેલી થઈ હોવી જોઇએ. જે રણમાં એ ગુપ્ત થાય છે એના ઉલ્લેખ પ્રાચીન ગ્રંથામાં આવતા નથી. મૈત સૂત્રો જેટલી જૂની એ વાતને કેટલાક માને છે.
૧૯ મહાભારત સરવતીને રણમાં ગુપ્ત થતી ગણવા છતાં એને દરિયામાં ા મેળવે છે, અને તે પણ પ્રભાસ આગળ, પરંતુ મહાભારતમાં સરસ્વતી માહાત્મ્યની પેઠે સિદ્ધપુર વગેરે ઉત્તર ગુજરાતનાં તીર્થાંનાં વર્ણન નથી.
૨૦ મહાભારત (નિયસાગર) વન. ૫. મ. ૮૦ શ્લા. ૫૭માં આબુથી નીકળી શ્વે. ૬૦માં પ્રભાસ જવાનું લખે છે અને àા. ૬૧ થી ૬૩માં સરસ્વતી સાગરસંગમે જવા કહે છે. ત્યાંથી વરદાન તીર્થ, ત્યાંથી દ્વારવતી (દ્વારકાં) ત્યાંથી પિંડારકતીર્થ અને ત્યાંથી સિંધુસાગર સંગમ જવા કહે છે. આ ઉપરથી સરરવતી અને સિંધુનાં સુખ અને સંગમ જુદાં પણ એક જ ભૂમિવિભાગમાં હોવાનું જણાય છે.
For Private and Personal Use Only