________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ IT
૧૯૧ નહિ. આજે પણ નકશાઓથી ન દેવાએલો ગુજરાતી રામેશ્વર મદ્રાસ પાસે આવ્યું એમ પૂછે છે અને મદ્રાસી દ્વારકાં અમદાવાદ પાસે આવ્યું અગર મુંબાઈ પાસે આવ્યું એમ સમજે છે. ખરી રીતે એ બને સ્થળો અનુક્રમે ઘણાં દૂર છે અને ઝડપી રેલવે ગાડીથી પણ દોઢ દિવસે પહોંચાય. એટલે નકશા અને અવરજવરનાં હાલનાં સાધનોથી વિમુખ એવા પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં ભૂળ લખનાર પ્રભાસને સરસ્વતીના મુખ પાસે મૂકે એમાં નવાઈ નથી.૬૩ ગુજરાત કાઠીઆવાડ વચ્ચેને જલપ્રદેશ પણ થઈ ગયો. નીચેને ટુકડો અખાત જેટલો પહોળો થઈ ગયો. રજપુતાનામાં વહેતો પટ પણ રણ થઈ ગયો એટલે પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખનાર પુરાણકારને સરસ્વતીને વિનાશનમાં ગુપ્ત કરી દેવી પડી. વચ્ચેના ભાગમાં એક નાની નદીને અર્ખદારમાંથી કાઢી સરસ્વતી ઠરાવવી પડી; અને પ્રભાસ આગળ ગીરનાં જંગલમાંથી નીપળતી એક નાની નદીને સરસ્વતી માનવી પડી. આ બીનાને પુરાણ કરતાં વધારે ચોક્કસ અને એકંદરે સારી રીતે પ્રાચીન ગણી શકાય એવો આધાર મળે છે. ખગોળાચાર્ય વરાહમિહિર અમુક અમુક પ્રદેશો ઉપર અમુક ગ્રહોની અસર ગણાવતાં લખે છે કે “માન પુર સૌરાષ્ટ્રનીરરાવવત || - Tદા ચરિો સરસ્વતી મો ફેશ: ” આ શ્લોક સરસ્વતીના પ્રવાહને આ પ્રદેશ સ્પષ્ટ કરે છે અને આટલા દેશોના સાહચર્યમાં સરસ્વતી નદી વહેતી હતી તે નષ્ટ થઈ ગઈ તે પશ્ચિમ દેશ એ તાત્પર્ય છે. આ પ્રદેશ ઉપર શનિની અસર છે એમ વરાહમિહિર લખે છે. અને શનિ ગુજરાત-સૌરાષ્ટ્રનો અધિષ્ઠાતા ગ્રહ છે. ૬૫ એટલે આ ઉલેખથી સરસ્વતી પુષ્કર અને અર્જુદાદિ પ્રદેશમાંથી આનર્ત અને સૌરાષ્ટ્ર આગળ આવી નષ્ટ થઈ એમ સ્પષ્ટ થાય છે. સરસ્વતીનાં તીર્થો. સરસ્વતી નદી દિક સમયના લોકોની સર્વથી વધારે પવિત્ર નદી હતી. પહેલી અસુર, પછી આર્ય અને તે પછી એ બન્નેના મિશ્રણની સંસ્કૃતિઓનું કેન્દ્ર સરસ્વતી ઉપર હતું. એટલે એના તટપ્રદેશનાં તીર્થો એ ભારતનાં સર્વથી પવિત્ર તીર્થો ગણતાં. સરસ્વતીને આ પ્રવાહ લુપ્ત થયો પણ લોકના મનમાંથી એનું પાવન અને એનાં તીર્થો લુપ્ત થયાં નહિ. એની આસપાસ ઊભી થએલી પરંપરાઓ ભૂલાઈ નહિ. અને મળેલું દેવીનું પદ ભૂલાયું નહિ. એટલે વખત જતાં એ પાવનત્વ અને દેવીપદ ગગા ઉ૫૨ આરોપવામાં આવ્યાં. તીર્થે હિંદુસ્તાનમાં-ખાસ કરીને પશ્ચિમ હિંદમાં છૂટાં વહેંચાઈ ગયાં. પરંપરાઓના ટુકડા થઈ
૬૨ આમ પૂછનાર ગુજરાતી અને મદ્રાસી મને ધણા મળ્યા છે. ૬૩ ખંભાતના અખાતનું મુખ એટલે ઉપર કહ્યું તેમ વૈદિક સરસવતીનું મુખ એટલે ગોપનાથની લગભગ પાસેની જગ્યાએનાથી પ્રભાસ પૂર સે માઈલ પણ નથી. ખરી રીતે ખંભાતના અખાતનું મુખ ગોપનાથ આગળ પણ નહિ પરંતુ એક બાજુ દમણ અને બીજી બાજુ સામે જાકાબાદ અગર તો છેક દીવ એ બે સ્થળો આગળ સીધી લીટી દોરીએ ત્યાં સુધી ગણી શકાય. અને સમુદ્ર ઘસીને અખાતને પહોળો કર્યો તે પહેલાં એટલે સુધી હોય તો નવાઈ પણ નથી. આજે પણ કાઠીઆવાડના કિનારાને ખરે વળાંક માબાદથી શરૂ થાય છે. એટલે ત્યાં મુખ ગણીએ તો પ્રભાસ પચાસ માઇલ પણ છેટું નથી. ૬૪ વરાહમિહિર બૃહતસંહિતા ૧૬. લે. ૩૧. આમાં શનિના આધિપત્યવાળા ઉપરના દેશો ઉપરાંત વધારામાં ખાસ કુરુ
મિ, પ્રભાસ, ઉદરમૃતિ નદી (પરિમાત્ર-અવડલીમાંથી નીકળતી નદી વિશેષ) અને મહી નદીને ત૮ એટલું સાથે જ શનિના આધિપત્યમાં ગણાવે છે અને તે ઉપર કરેલી ચર્ચા પ્રમાણે સરરવતીના તટપ્રદેશમાં આવી જાય છે. ગૂજરાત કાઠીઆવાડની હદની વચ્ચે થઈ સરસ્વતી વહેતી હોય તે જ સારા, આનર્ત અને આભીર એ દેશોને સાથે ગણાવી શકાય, ૬૫ સ્કંદપુરાણમાં આ બાબતને ઉલેખ આગળ આવી ગયો છે. ગ્રહભક્તિના બીજા પાત્રમાં શનિને સારા દ્રઢશદભવ કહ્યો છે તે પણ જોઈ ગયા, જાતિવાચાર્ય વરાહમિહિરે તો શનિના આધિપત્યવાળા બધા દેશો ગણાવ્યા.
For Private and Personal Use Only