________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
પરિશિષ્ટ ૩ પ્રાણુ કપ્યા તેમ પાતાલ એ આપણે પૃથ્વી ઉપરને જ એક ભૂમિવિભાગ છે છતાં પુરાણોએ એને પૃથ્વીના પડની અંદરનો મુલક કર્યો. પરંપરાઓ જળવાયા છતાં એના ઉપર કેવાં ભારે પડ ચઢી ગયાં છે અને આ એક દાખલો છે.
વેદમાં પાતાલ નથી. વૈદિક ભૂગોળનું કેન્દ્રસ્થળ પંજાબ અને બ્રહ્માવર્ત હોવાથી એને ઉદ્દેશીને ભૂમિવિભાગ કહેવાતા હતા. પૌરાણિક સાહિત્યમાં પાતાલ દેખાવા માંડે છે. પૌરાણિક વર્ણનમાં પાતાલ પૃથ્વીની ઉપર જ કોઈ ભાગ છે એમ વારંવાર જણાઈ આવવા છતાં એ પૃથ્વીના પડની અંદર છે અને વિવર-કાણાંમાં થઈને એમાં જવાનો રસ્તો હોય છે એમ લગભગ દરેક પુરાણાએ સ્પષ્ટ કરેલું છે. કૂવા, તળાવ, નદી, સમુદ્રના તળીઆમાંથી પણ પાતાલમાં જવાય છે એવી માન્યતા છે.* પૌરાણિક પાતાલવર્ણન લગભગ દરેક પુરાણે પાતાલને અસુરેનું રહેઠાણ માને છે.૫ વેદના સમય પછી અસુરે હારી જઈ આર્યોના ધિક્કારને પાત્ર બન્યા તે પછીના સાહિત્યમાં એમના રહેઠાણને માટે આર્ય સાહિત્યમાં હલકો અભિપ્રાય બંધાતો ગયે. આમ છતાં પણ પૌરાણિક પરંપરાએ પ્રામાણિકપણું સાચવ્યું છે, અને તેથી કરીને આવો હલકો અભિપ્રાય સર્વવ્યાપી નથી. આ હલકો અભિપ્રાયનું મૂળ છેક યજુર્વેદ જેટલું પ્રાચીન જણાય છે. યજુર્વેદમાં અસુરોના સ્થાનને અંધકારથી વ્યાસ કહ્યું છે. આ ઉપરથી વધdવધતે પુરાણોએ પાતાલની વિચિત્ર ક૯૫ના થાજી છે એમ જણાય છે.
કેટલાંક પુરાણોમાં પાતાલનું સંદર વર્ણન આપેલું છે. પાતાલમાં સંદર બાગબગીચા. મહેલો. અને વિહારસ્થાને છે. સૂર્યને તાપ નથી છતાં તે જ સારું રહે છે.૮ સ્વર્ગ કરતાં એની શોભા ચઢીઆતી
ઉપર Barber's Bridge એવું પાટિયું લગાડે છે. જોકે ત્યાં અમદાવાદના ઍલિસબ્રિજ પાસે બેસે છે તેમ ઘાંયજા બેસતા નથી. હાલની વાત આમ ફેરવાઈ જાય છે તે સેંકડો વર્ષની પરંપરા બદલાય તેમાં શું નવાઈ. ૩ પતિયાલામાં આવેલા સ્થાનેશ્વર સુધી મધ્ય દેશની હદ ગણાતી. તેની ઉપરને ભાગ જ ઉત્તર ગણાતો. એટલે મધ્ય દેશ ત્યાંથી સરસ્વતી અને પાછળના ભાગમાં યમુના સુધી ગણાતો. તેની પૂર્વ બધે ભાગ પ્રાશ્ય દેશ ગણાતો. ૪ નદીમાં ડૂબકી મારી પાતાલમાં ગએલાના દાખલા પુરાણની કથાઓમાં છે. નાગેના રહેઠાણ તરીકે આ બધાં સ્થાન ઉપરાંત ઝાડ વગેરે પણ ગણે છે. પણ જળ મુખ્ય છે. જુઓ J. Ph. Vogel: Indian Serpent Lore. P. 272. દક્ષિણ હિંદમાં દરેક કુવા પાતાલનાં દ્વાર કહેવાય છે. ઊંડા કુવાને ગૂજરાતમાં પણ પાતાલવા કહે છે. ૫ જુઓ મહાભારત ઉઘોગપર્વ અ. ૯૭ થી ૧૦૫ નારદનું પાતાલનું વર્ણન. વિષ્ણુપુરાણ (Quoted by Vogel P. 31) ભાગવત સ્કં. ૫. અ. ૨૪. લિંગપુરાણ અ. ૨૭. સ્કંદપુરાણ કૈ. ખં. અ. ૩૯ અને પિરાણિક કથાકે પાતાલ શબ્દ. ૬ શુ. યજુર્વેદ ૪૦–૩. (Quoted by A.Banerjee Shastri in Asura in India) કસુનામતેત્રો : પેન तमसावृताः ॥ तांस्तेप्रेत्यापिगच्छंति ये के चात्महनो जनाः ॥ ૭ જુઓ ભાગવત કં. ૫. અ. ૨૪. પાતાલમાં ગઢ, ઘર, બાગબગીચા, જળાશય મયદાનવે બાંધેલાં છે એમ લખે છે. નારદ પાતાલનું સુંદર વર્ણન કર્યું છે. જુઓ Vogel. Indian Serpent Lore. P. 31. નારદને ઈંદ્રના સ્વર્ગ કરતાં સારું લાગેલું. ૮ Vogel. Indian Serpent Lore. P. 31. કઈ પુરાણે એમ પણ કહે છે કે અજવાળું નાગોના મણિઓને લીધે રહે છે. (ભાગવત). પરંતુ સૂર્ય છે પણ તેને પ્રકાશ માત્ર છે, તાપ નથી એ વધારે ખરૂં છે. આનો અર્થ એટલો થઈ શકે કે પાતાલમાં એકદમ બહુ તાપ કે ટાઢ નથી. આ વર્ણન પંજાબ કે દક્ષિણ હિદ કે તાર્તરીમાં પાતાલ ધારનારાને ટેકે નથી આપતું. એ જગ્યાઓએ ટાઢ અતિશય છે અને તાપ પણ (તાર્તરી સિવાય) અતિશય છે. એટલે સૂર્ય છતાં તાપ ન પડે એ સમશીતોષ્ણ તો ગૂજરાત કાઠીઆવાડને દરિયાકિનારો છે.
For Private and Personal Use Only