________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩
૨૨૭ સ્કંદપુરાણ કૌમારિકાખંડમાં બ્રહ્માએ મહીસાગરસંગમ ઉપર પહેલું હાટકેશ્વરનું સુવર્ણ લિંગ સ્થાપ્યું એમ લખે છે.૪૩ એ જ ખંડમાં આગળ બર્બરક તપભંગ થવાથી દૈત્યની પાછળ વિવરને રસ્તે પાતાલમાં પેઠે ત્યાં રન-સુવર્ણમય લિંગ જોયું. ત્યાંથી ચાર રસ્તા જતા હતા. એક દક્ષિણને પરક-સોપારા તરફ, બીજે પૂર્વને શ્રી પર્વત તરફ, ત્રીજે પશ્ચિમનો પ્રભાસ તરફ અને ચોથે ગુપ્તક્ષેત્ર અથવા ખંભાત તરફ. આ વર્ણન પાતાલ અને હાટકેશ્વરને ગૂજરાત કાઠીઆવાડના કિનારા સાથે જોડે છે.૪૪ નાગરખંડમાં અજપાલ રાજ ઉપર પ્રસન્ન થએલા હાટકેશ્વર એને પોતાની સાથે પાતાલમાં લઈ ગયા. ત્યાં એણે અજપાલેશ્વરી અથવા પરમેશ્વરી દેવીનું સ્થાપન કર્યું. આ પરમેશ્વરીનું પીઠ પાતાલમાં કહેવાય છે. આજે ગુજરાતની એક જ્ઞાતિની એ કુલદેવી છે. એટલે પરમેશ્વરીના પીઠવાળું ગુજરાતનું સ્થળ પાતાલનો સંબંધ સ્પષ્ટ કરે છે.૪૫ અગત્યાશ્રમ પુરાણે ઘણી જગ્યાએ મૂકે છે.૪૬ એમાં સ્કંદપુરાણાંતર્ગત પ્રભાસખંડ અગત્ય સમુદ્ર પી ગયા એ બનાવ પ્રભાસ આગળ લાવે છે. ખરી રીતે મહાભારત અને દરેક પુરાણના અગત્યના ઉલ્લેખ જોતાં દક્ષિણમાં જતા પહેલાં અગત્યાશ્રમને સંબંધ સરસ્વતીના નીચલા તટ ઉપર કોઈ જગ્યાએ હોવાનું સ્પષ્ટ થાય છે. એટલે નાગર, પ્રભાસ, મહાભારતાદિ ઉલેખાથી સરસ્વતી મારફતે અગત્યનું સમુદ્રયાન સ્પષ્ટ થાય છે. પ્રભાસખંડમાં લખે છે કે પ્રસન્ન થએલા દેવો પાસે અગત્યે માગ્યું કે લોકો આ પ્રભાસક્ષેત્રમાં હાટકેશ્વરના પાતાલવિંગનું હમેશાં પૂજન કરે.૪૭ આગળ કંદપુરાણ કૌમારિકા ખંડના હાટકેશ્વર ખંભાત પાસે જ છે એ ઉલેખ અને આ પ્રભાસ ક્ષેત્રવાળો ઉલેખ, સરસ્વતીનો પ્રવાહ ગુજરાત કાઠીઆવાડની વચ્ચે થઈ ખંભાતના અખાત રૂપે પ્રભાસની લગભગ પાસે સમુદ્રને મળતો એ ચર્ચા કરી
૪૩ રક. પુ. કૌ. ખૂ. અ. ૪૮. ગ્લૅ. ૨૦-૨૧. બ્રહ્નાત્ર સ્થાપવા તું દૃશ્વર શિતમ્ | મહીનાર છે ત્રિ પાતરા મનોરમ્ | અહીં પણ ત્રેતાયુગમાં ચાલ દેશમાંથી સોમનાથ જવા માટે આવેલા બે બ્રાહ્મણોને ગુપ્તક્ષેત્ર મહીસાગર તીર્થમાં સોમનાથ ઉત્પન્ન થયા એમ કહી અહીં હાટકેશ્વર બ્રહ્માએ સ્થાપેલા એમ કહે છે. ૪૪ & ૫. કો. ખં. અ. ૬૩. શ્લો, પ૯ થી ૬૩. અહીં બર્બરિક જે દૈત્યની પાછળ પાતાલમાં જાય છે તેને અહિંસા ધર્મવાળો જૈન કે બદ્ધ કહ્યો છે. એટલે ઈ.સ. ની શરૂઆતના સૈકાઓમાં શૈવ અને શ્રદ્ધા તથા જેનેની લડાઈ વ્યક્ત કરે છે. બર્બરિક પલાશી દેયને હરાવે છે ત્યારે વાસુકિ વગેરે નાગે તેને આશ્વાસન આપી કહે છે કે આ દૈયે અમને પાતાલથી પણ નીચે કાઢયા. આ ઉલ્લેખ શો ગૃજરાતના કિનારાની પણ દક્ષિણે ગયા હશે એમ બતાવે છે. ૪૫ પરમેશ્વરીનું પીઠ પાતાલમાં છે તે માટે જુઓ ન દે. મહેતા કા “શાકત સંપ્રદાયમાં આપેલી પીઠની યાદી. પરમેશ્વરી દેવી, સાળવી લોકેન કશ્યપ ગોત્રના તુલા નામના કુળની કુળદેવી છે. ૪૬ કું. પુ. પ્રભાસખંડ પ્રભાસક્ષેત્રમાં અગરયાશ્રમ કહે છે. નાગરખંડ હાટકેશ્વરક્ષેત્રમાં કહે છે (અ. ૩૩). મહાભારત વનપર્વ (નિર્ણસાગર)માં અ. ૮૦માં પુષ્કરમાં અગરત્યાશ્રમ છે. અ. ૮૫માં પ્રયાગમાં કહે છે. અ. ૮૬માં પાંડવ દેશમાં હાલ છે ત્યાં કહે છે. એ જ અધ્યાયમાં આગળ વૈર્ય પર્વત પાસે અગત્ય અને એમના શિષ્યોને આશ્રમ કહે છે. વૈર્ય પર્વત વિશ્વના પશ્ચિમ છેડે ગુજરાતને લગતો છે એ મહાભારત આગળ કહે છે કારણ તે પછી તુરત સોરાષ્ટ્ર લખે છે. વર્ષ પર્વત કે જેમાંથી ખંભાતમાં પ્રસિદ્ધ એવા અકીકના અમુક જાતના પથ્થર નીકળે છે અને જેને લીધે ગુજરાતને એ આખો ભાગ વૈર્ચ દેશ કહેવાત તે છે. આમ અગરત્યાશ્રમની ખેંચતાણ છે પરંતુ અગત્ય સરસ્વતીના તટ સાથે વધુ સંબંધ ધરાવે છે. સિંધુતીર્થમાં અગત્ય પામુદ્રાને પરણ્યા. એ સિંધુસાગરનું તીર્થ કે સિંધુને અર્થ સમુદ્ર લઇએ તે સરરવતી સાગરસંગમ એમ થાય છે. આ તીર્થને મહતતીર્થ કહ્યું છે. વનપર્વ. અ. ૧૩૨૬. ૪૭ કે. પુ. પ્રભાસખંડ. અ. ૭૫. ગૃજરાતને કિનારેથી અગત્ય દક્ષિણમાં ગયા એ કથા દ્રાવિડ દેશમાં પણ છે. 3. કણસ્વામી આયંગર લખે છે કે અગરત્ય દ્વારકાથી વૃષીઓનાં ૧૮ કુટુંબો દક્ષિણમાં લાવ્યા.
For Private and Personal Use Only