________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩
૨૨૯ ' એનો એક ભાગ સાતમાંથી એક પાતાલ ગણાતું હતું એમ સમજાય છે. આ ઉપરથી સાતે પાતાલ સાથે લેતાં ઈરાનના કિનારાથી હિંદના પશ્ચિમ કિનારાના અમુક ભાગ સુધી પાતાલની અનિશ્ચિત મર્યાદા હોવાનું સ્પષ્ટ થાય છે. વૈદિક સમયનું અધભુવન અથવા નીચ્ચ દેશ તો સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ, એટલે સિંધથી ગુજરાતના કિનારાને પ્રદેશ એમ જ સિદ્ધ થાય. પાછળથી પુરાણાએ મર્યાદા અનિશ્ચિત વધારી. આર્યો (દેવો) અને અસુરોના યુદ્ધમાં અસુરે નદીઓ-સિંધુ-સરસ્વતી-દ્વારા ઉત્તરમાંથી દક્ષિણમાં નાઠા અને આર્યો વહાણવટામાં અસુર જેટલા કુશલ ન હોવાથી પાછળ ન જઈ શક્યા૫૫ એટલે સિંધુ 'સરસ્વતી નદીનાં-મુખોના પ્રદેશને અધ, નીચ, અંધકારમય પ્રદેશ ગણી એને અસુરોના વાસ તરીકે અને અસુર જાતિના એક ભાગ નાગલોકના વાસ તરીકે ગણે. સિંધુમુખના પાતાલનગર ઉપરથી પુરાણેએ એને પાતાલ નામ આપ્યું. પાતાલ, નાગલોક અને સમુદ્ર હવે પાતાલને નાગજાતિ સાથે અને તે બન્નેનો સમુદ્ર સાથે જે સંબંધ તે જોઈએ. પાતાલ અને નાગલોકનું તાદામ્ય આગળ સિદ્ધ કરેલું છે. એ બન્નેનો સમુદ્ર સાથે ગપાતાલને પંજાબમાં કે તારી માં કે એવી બીજી કોઈ જગ્યાએ ન મૂકવા માટે પૂરતો છે. નાગલોક એટલે નાગદ્વીપ. એને પૌરાણિક સ્થળનિર્ણય ભારતવર્ષની મૈત્રત્યે થયો છે. બીજા એક ઉલેખમાં નાગદ્વીપ ને લંકાની ઉત્તર પશ્ચિમે-વાયવ્ય ખૂણામાં–મૂકેલો છે એ પણ એ વાતને ટેકો આપે છે.૫૬ મહાભારતમાં સમુદ્રને નાનાં ગાય કહેલો છે. મહાવંશમાં સમુદ્રના રાજા વરુણને અને સાગરને બન્નેને નાગરાજ કહ્યા છે, અને એમને સંબંધ નાગદ્વીપ સાથે યોજે છે.પ૭ બૌદ્ધો પશ્ચિમને સ્વામી આપણું વરુણની પેઠે વિરૂપાક્ષ નામના નાગને માને છે.૫૮ નાગદ્વીપ અને સમુદ્રમાં નાગો, અસુરો અને ગંધ રહે છે એમ બૌદ્ધ પરંપરા છે. હિંદુ અને બૌદ્ધ પરંપરાઓ (traditions) નાગને મુખ્યત્વે સમુદ્ર, તળાવ, સરોવર, નદી, ઝરા, વગેરે જળની જગ્યાઓને અધિષ્ઠાતા ગણે છે.૫૯ આ બધું નાગજાતિનો ખાસ કરીને સમુદ્ર અને નૌયાન સાથેનો સંબંધ વ્યક્ત કરે છે. અસુરજાતિના પેટા ભાગ રૂપે આ નાગતિના હાથમાં વૈદિક સમયમાં, આર્ય-અસરોની લઢાઈએ વખતે, અસુરેનું વહાણવટું અને નૌકાસૈન્ય હતાં. ૨૦ નાગજાતિનું જોર વૈદિક સમયમાં કાશમીરથી ગૂજરાતના કિનારા
44 Asura in India: By A. Banerji Shastri P. 54. "Of set purpose the Aryan in Yajur. veda ingnores the Asura. Except as refugees in outer darkness. The nether regions under the sea, thought those who could not follow them across the water."
45 Vogel: Indian Serpent Lore: P. 119. - ૫૭ મહા. આદિ. અ. ૨૧-૬ અને અ. ૨૫-૪, બોદ્ધ પરંપરામાં પણ એ પ્રમાણે છે. જુઓ Vogel: Indian Serpent
Lore. P. 32. સ્કં. પુ. કે. . અ. ૧૬માં તારક સાથે દેવા લઢવા આવ્યા એમાં જલેશ વરુણ નાગ ઉપર બેસીને આ એમ લખ્યું છે. (લે. પ૬). એ યુદ્ધ પુરાણ પ્રમાણે ખંભાત આગળ થયું તે જોયું. ૫૮ એ જ પૃ. ૩૨. સમુદ્ર અને નાગ તથા વણને આ સંબંધ સુચક છે. He Vogel: Indian Serpent Lore. P. 3. “Their power over the element of water, Nagas are essentially water spirits.” પર્વતવાસી નાગ એ નાગલેની એક ખાસ પેટાજાતિ છે. વૃત્ર-અહિ પર્વતવાસી હોવાને ઉલ્લેખ છે તે ઉપરથી પર્વત નાગનો નિવાસ એમ થયું હશે. અને નગ-પર્વત ઉપરથી પણ થયું જણાય છે. પરંતુ નાગ મોટે ભાગે સમુદ્ર-જળ સાથે જ સંબંધ ધરાવે છે. ૬૦ Asura in India: P.P. 92.93. નાગે અસુરોને એક ભાગ હતા. શ્રી બેનરજી શાસ્ત્રીએ ધણા આધારે આપી આ ચર્ચા કરી છે. કેટલીક ગુંચવણ પણ ઊભી કરી છે. પરંતુ મુખ્ય વાત બરોબર છે.
For Private and Personal Use Only