________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
eramango
પરિશિષ્ટ ૩ ભગવતી અને પાતાલ
એની સાથે ગુજરાતના કિનારાને સંબંધ ખંભાતનું ભગવતી નામ
માતનાં અનેક નામમાં એક નામ ભગવતી પણ છે. નામોની ચર્ચા આગળ “અભિધાન’ના પ્રકરણમાં
છે અને પરિશિષ્ટ જમાં કરી છે. કે ટલાંક નામ કેવળ વિશેષણ માત્ર પણ છે. કેટલાંકના કારણે મળે છે, અને કેટલાંકનાં મળતાં નથી. ત્રંબાવટી નામનું કારણું ખરું અને દંતકથાનું બંને મળે છે તે આગળ જોઈ ગયા. પરંતુ ભોગવતી' નામનું કારણું મળતું નથી. તેમજ એ નામ કોઈ સ્થળે વપરાયું હોય એમ પણ જણાયું નથી. ભગવતી નામ ફક્ત ત્રંબાવટીની પેઠે લોકપરંપરામાં ચાલ્યું આવેલું છે. એ સિવાય કાંઈ મળતું નથી. ત્રંબાવટીની પેઠે કોઈ ગ્રંથમાં નામ મળતું નથી. એ નામ વિશેષણ હોય એમ પણ ચોક્કસ કહી શકાય નહિ. એટલે બહુ ભેગવિલાસ ભોગવાય એવું શહેર એમ કહેવાને આધાર નથી. ભેગવિલાસની વિપુલતાવાળાં હિંદુસ્તાનમાં ખંભાતથી મોટાં ઘણું શહેર હતાં. પરંતુ એમાંથી કોઈનું નામ ભગવતી પડેલું જણાયું નથી. તે પછી ખંભાતનું નામ વિશેષણું તરીકે ભગવતી લેવાનું કારણ નથી. ભગવતી નામ જૂની લોકપરંપરામાં ચાલ્યું આવેલું છે અને તે કાંઈ પણ મુદ્દા વગર તો નહિ કહેવાયું હોય એટલું સમજાય છે. ખંભાતની પૌરાણિક પ્રાચીનતા છે એ તે આગળ જોઈ ગયા. એટલે આ નામ જે ખરેખર પ્રાચીન હોય તો પૌરાણિક પરંપરાની દષ્ટિએ એને શોધવું પડે. પુરાણોમાં પાતાલમાં આવેલી નાગલોકની રાજધાનીને ભગવતી કહેલી છે. ખંભાતનું નામ લોકપરંપરાથી ભોગવતી કહે છે. પરંતુ કોઈ પુરાણ કે લેખ કે એવા પ્રમાણભૂત સાહિત્યમાં બંબાવટીતામ્રલેખની પેઠે ભગવતી નામ ખભાતને માટે વપરાએલું નજરે પડતું નથી. એટલે અનુમાનને આધારે પૌરાણિક પરંપરાઓનો ટેકો લઈ ભગવતીને ખંભાત સાથે અગર ગુજરાતના એ ભાગ સાથે કાંઈ સંબંધ છે કે નહિ તે ચચીએ. પાતાલ
સરસ્વતીના પ્રવાહની પેઠે ભારતવર્ષની ભૂગોળની બીજી એક વિચિત્ર ઘટના તે પાતાલ. સરસ્વતીને પ્રવાહ તો ખરે હતો તે ઊડી ગયો અને તેને માટે પુરાણોએ વિચિત્ર વાત ડી. પાતાલ પુરાણ જેવું
છે તેવું છે જ નહિ, છતાં પૌરાણિક ભૂગોળનો એ એક ભાગ છે એટલો ફેર એ બે ઘટનાઓમાં છે. પાતાલ જે અર્થમાં લેવાય છે તે અર્થમાં તો પૌરાણિક ભૂગળકારની એ એક વિચિત્ર કલ્પના છે. અસુરે જેમ આપણું જેવા સામાન્ય મનુષ્ય હતા છતાં પુરાણોએ એમને અર્ધ દેવી મેલી સત્તાવાળા ભયંકર
૧ ત્રંબાવતી પિણ કહિ, ખંભનગરપિણ લહિયેં. “ભગવતી’ પિણ હોય નગર લીલાવતી જોય. ભદાસ. ભરતબાહુબલિરાસ, ૨ અસુરો માટેના જુદા પરિશિષ્ટમાં આ ચર્ચા કરેલી છે. છેક અર્વાચીન સમયની વાત કેવી વિચિત્ર રીતે બદલાઈ જાય છે તેને એક વિચિત્ર દાખલો છે. મદ્રાસમાં હેપેડન નામના એક યુરોપિયના નામથી પૂલ બંધાય તે હે૫ડન બ્રિજ' કહેવાતો. તામીલ ભાષામાં બોલવામાં “હ” અને “અમાં ફેર નથી ગણતા. તેથી “આડન બ્રિજ' બલવાનું. તામીલમાં આન્ડનને અર્થ ઘાંય થાય છે. તેથી મૂળ હેપ્પડ ભૂલાઈ “આડનનું ધાંચજાને પૂલ પડવું. હાલ એ જગ્યાએ જતી ટ્રામ ગાડીઓ
For Private and Personal Use Only