________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ હું
૨૧૫ કેન્દ્ર આજે બંગાળમાં છે. પણ જે આર્યેતર જાતિઓની દેવીપૂજા હતી તેના મૂળ સ્વરૂપનાં ચિન્હ તો હાલ ગુજરાત અને પશ્ચિમ હિંદને કિનારે દ્રાવિડ દેશ અને મલબાર બાજુ જ છે.૮૪ અસુરે અને અર્જર જાતિ ગુજરાતમાં
આ ચર્ચા પૂરી કરતાં પહેલાં એક બીજી વાત કહી દેવી પડે તેમ છે. એ આપણા પ્રાંતના કેટલાક ભાગમાં ચાલતી બળીઆ દેવની પૂજા અને બાધા. અંદપુરાણમાં આ પૂજાની ઉત્પત્તિ મહીસાગર સંગમે થઈ એમ કહે છે. ભીમસેન પાંડવના પુત્ર ઘટેચ હૈડિઓ જે પ્ર તિષ પુરની કામકર્ટકટા નામની રાક્ષસીને પરણ્યો હતો તેનો પુત્ર બર્બરિક થયા.૮૫ એ મહા પરાક્રમી થયો અને મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણના વચનથી બાળકોના રોગ માટે એનું મસ્તક પૂજાય છે એવી કથા છે.૮૬ આપણા લોકો બળી આ થાય છે ત્યારે બળીઆ દેવની બાધા રાખે છે. બળી થાય ત્યારે સામાન્ય રીતે હિંદુસ્તાનના દરેક પ્રાંતમાં શીતલાની બાધા ૨ખાય છે. ફક્ત ગુજરાતના અમુક ભાગમાં જ આ રીતે પુરુષદેવ–બળીઆ પૂજાય છે. આ બર્બરિક એ પણ આતર વર્ણના કે ઈવીર પુરુષની પૂજા હોય અને એને પાંડવો સાથે સંબંધ જોડી દેવાયો હોય એમ સમજાય છે. પણ તે હિંબ હોવાથી અસુરના સંબંધનો તે ખરે જ. કાઠીઆવાડમાં - બાબરીઆવાડ જિ૯લો, બાબરા ગામ વગેરેને આ બર્નર જાતિ સાથે સંબંધ છે.૮૭ એ જાતિના કોઈ
પ્રધાન હતા. આ બાબતના એમણે આપેલા દાખલા લંબાણના ભયથી નહિ જોઈએ. પરંતુ એક વાત નેધવા જેવી છે. રાવણને કવિએ ખરાબ ચીતર્યો છે. પરંતુ સીતા અને રામમાં દૈવી અંશ ઇતિહાસની ખાતર બાજુએ રાખી જતાં શું જણાય છે ? રાવણ ઐતિહાસિક વ્યક્તિ છે. એ બહુ બળવાન રાક્ષસ કુળને રાજા હતો. એ ધારત તો સીતાજીને અંત:પુરમાં મોકલી શકત. પણ તેમ ન કરતાં અશોકવાડીમાં રાખી. યુદ્ધ થયું તો પણ સીતાની ઇચ્છા વિરુદ્ધ કઈ જાતને જુલ્મ કર્યો નથી. એ રાવણને માટે ઓછું વખાણવાલાયક નથી. આર્ય રામચંદ્ર લોકાપવાદના ભયના બહાને પવિત્ર સીતાજીને વનમાં મેકક્ષ્યાં! પછી કવિ એ બાબત બચાવ ગમે તેમ કરે. મિશ્રણ પછી આર્યોનું જોર થતાં હિંદુસ્તાનમાં સ્ત્રી સમાજ દબાઈ ગયો. ગુજરાતમાંથી દક્ષિણ અને મલબારમાં એ સમાજ ગયો ત્યાં સ્ત્રીઓની સ્થિતિ કાંઈ જુદી રહી છે. ૮૪ આ અસુર માતૃપ્રધાન જનસમાજનાં ચિન્હો દક્ષિણ અને મલબારમાં છે. મલબારમાં તો વારસે પણ છોકરીના વંશમાં જાય છે. એ માટે ત્યાં મરૂમુકકુયમ નામને કાયદે પણ છે. મામાને વારસો ભાણેજને મળે છે, રાજાની રાણી તે તેની બહેન. તેના પુત્રને રાજ્ય મળે. અને બનેવી તે માત્ર બહેનને પરિણીત સ્વામી. રાજ તેને ભાઈ. રાજાના પુત્રને માત્ર એના મામાની જમીન ભોગવવાની. અસુરોમાં ભાઈબહેનોમાં લગ્ન થતાં એનું આ ચિન્હ છે. એ માટે અસુરલગ્નોની ચર્ચા છે. બેનરજીએ કરેલી છે. દક્ષિણમાં મામાની કરીને કોઈને છેક હકથી પરણે છે તે પણ આ રિવાજનું ચિન્હ છે. આર્યોના સંસર્ગથી મૂળ રિવાજમાં હાલ છે તે કેર થયા. મલબારમાં લમબંધન શિથિલ છે. સ્ત્રી જ મુખ્ય વ્યક્તિ છે. એક પત્નીને કાયદા પ્રમાણે બહુ પતિ કરવા એ અસુરરિવાજ હતો. દ્રૌપદીને પાચને પરણાવવા માટે એ પ્રાચીન કટુંબિક રિવાજ યુધિષ્ઠિરને યાદ હતું એ મહાભારતમાં લોક છે. આજે એ રિવાજ હિમાલયના કેટલા ભાગ અને મલબાર તથા ટોડા લોકમાં છે. ૮૫ ક. ૫. કે. ખંડ. માં આ કથા અ. ૫થી ૬૬માં આપેલી છે. ૮૬ કું. પુ.કે. ખંડ. અ. ૬૬. ૮૭ પદ્મપુરાણ ઉત્તર ખંડ. અ. ૧૦૧માં રાહુ શિવ પાસે જાય છે એવા વર્ણનના પ્રસંગમાં લો. ૩૫માં લખે છે કે રાહુર્વિમુ વર્તન સૌscતત્ વર્વર થ | અત:સવરભૂત તિ મુૌપ્રથiાતા: | એની અનુક્રમણિકામાં રા
દ્રાવકથન એમ લખ્યું છે. આ બર્બર દેશ વરાહમિહિર બૃહત્સંહિતામાં હિંદની નૈ યે લખે છે. બર્બરિકનું માથું શ્રી કૃષ્ણના વચનથી પૂજાય છે તે આજે બળી આકાકાનું માથું પૂજાય છે તેથી સમજાય છે. રાહુનું પણ એકલું માર્યું છે એમ કહેવાય છે. બર્બર દેશના સાહચર્યથી રાહુ અને બર્બરિક સાથે કોઈ સંબંધ હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કાઠીઆ
વૈ
For Private and Personal Use Only