________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ હું
૨૧૩ અંદનાં નામોમાં ભોગીશ્વર, ભગિન, ભગવત, મહોરગ, સર્પરાજ, ઉરગેશ્વર, પન્નગ, વગેરે નામો ખાસ નોંધવા જેવા છે. શિવનો નાગ સાથે સંબંધ જાણીતો છે. પણ શિવનાં નામોમાં આ સ્કંદના આ નામ તે જાણે એ નાગજાતિને કઈ વીર હોય તેવાં જ છે. તારકાસુરને માર્યાનું એને નામે પ્રસિદ્ધ થયું એ ભેદ તો ખુલે ત્યારે સમજાય, પરંતુ એમાં ભેદ છે તે એટલું તો સમજાય છે. અને ધાર્મિક યુદ્ધની કોઈ વિચિત્ર ગુંચવાએલી પરંપરા ગુજરાતના કિનારેથી દક્ષિણમાં ગઈ એમ સ્પષ્ટ થાય છે. ખંભાત આગળ તારકાસુરવધ કંદે કર્યો. એ સ્થળનું નામ કુમારિકાક્ષેત્ર, દક્ષિણમાં હિંદુસ્તાનને છેક છેડે કુમારિકાનું સ્થાન અને પ્રસિદ્ધ મંદિર. કન્યાકુમારિકાના એ સ્થળની તદ્દન પાસે તીરૂચેતૂરમાં કંદનું મોટું ધામ; અને ત્યાં સમુદ્ર કિનારે મહેન્દ્રપુર ગામ-જે દરિયામાં લુપ્ત થયું છે એમ મનાય છેત્યાં આગળ અંદે તારકાસુરને માર્યો એવી કથા દક્ષિણમાં ચાલે છે.૭૮ બંને જગ્યાએ તારકાસુરને માર્યાની જગ્યા ગુમ અથવા લુપ્ત થઈ છે એમ કહે છે. આ બધું હિંદુસ્તાનમાં જાતિઓ મિશ્રણ પછી આપેંતર જાતિઓ સરસ્વતીના કિનારા છોડી નાઠી અને વિચિત્ર રીતે મિશ્રણ થએલા રિવાજો અને પૂજાઓ સાથે લેતી ગઈ એમ બતાવે છે. હિંદુસ્તાનના ઈતિહાસમાં અનેક કારણોને લીધે અનેક ભ્રમણયુગો આવ્યા છે. એમાંના ઘણાખરા ભ્રમણયુગમાં ગૂજરાતના કિનારાએ અગત્યનો ભાગ ભજવે છે એમ માન્યા વગર ચાલે તેમ નથી.૭૯
જેવાં છે – ક્ષેન્દ્ર, રાક્ષસેન્દ્ર, પિશાચ, ભૂતરા, ગંધર્વ, કિન્નર, દેયનાયક, દાનવાધિપ. બીજી યાદીમાં –સૂર્ય, શાસ્ત, ચમ, સંખમાતૃકા, વણ, અગત્ય, નારદ, દુર્ગા વગેરે છે. ત્રીજી યાદીમાં:-હાથી, બ્રહા, અગત્ય, નારદ, વગેરે ૧૬ છે. ચોથી યાદીમાં ઉપરના ઉપરાંત ૩૨ કરવા માટે વાસુકિ, અષ્ટાવક્ર, ભૂંગી (ભૂગ ?) દક્ષ, શુક્ર, ભૂ વગેરે ઉમેરે છે. સ્કંદના આ પરિવારદેવતાઓ એને અસુર-દૈત્ય દાન; નાગ વગેરે સાથે સંબંધ વ્યક્ત કરે છે અને તેમાં અગત્ય અને નારદનાં નામ નંધવા જેવાં છે. નારદ અને અગત્યને ગુજરાતના કિનારા સાથે સંબંધ આગળ જ છે. કંદના પરિવાર દેવતાનાં નામમાં દૈત્યનાયક દાનેવા ધિપ વગેરે નામે એ જાતિને શત્રુ નહિ પણ તેમને નાયક તેમને અધિપતિ સૂચવે છે ઉપર સરસ્વતી તટે ભૂત પિશાચના રાજ્યને અધિપતિ તેને કહ્યો તે પણ સૂચક છે. આ જાતિના લોક દક્ષિણમાં જઈ પિતાના વીરની પૂજા સાથે લઈ ગયા અને ઉત્તરમાં તે પૂજા લુપ્ત થઈ. ડી. ગોપીનાથરાવ આગળ પુરાણને આધારે સૂર્ય પૂજાનું તત્વ પણ
સ્કંદપૂનમાં આવી ગયું છે એમ લખે છે અને કંદની તામીલ દેશમાં થતી પૂજાની સ્તુતિઓને દાખલો ટાંકે છે. કંદના કારપાલો તરીકે રાજ્ઞ એ સૂર્ય છે અને સૈશ એ શિવ છે એમ કહે છે. દક્ષિણમાં સૂર્યપૂજા સ્વતંત્ર રીતે નથી. ગૂજરાતમાં પહેલાં બહુ હતી અને હાલ પણ કઈ કઈ સ્થળે છે. એટલે સ્કેદની સાથે આ પૂજા દક્ષિણમાં જઇ મિશ્રણ થઈ ગયું હોય એમ સંભવે. ૭૮ કુંદનાં પરાક્રમને લગતી દક્ષિણમાં આખી યે પરંપરા રકંદપુરાણના કૈમારિકાખંડ કરતાં જુદી છે. દ્રાવિડેને કહીએ છીએ કે સ્કંદે તારકાસુરને ગૂજરાતમાં ખંભાત આગળ માર્યો એમ કંદપુરાણમાં લખ્યું છે તે એ કે આશ્ચર્યથી ચકિત થઈ જાય છે. ૭૯ શૈવ-પાશુપતેને પ્રચાર ગૂજરાતના કિનારા ઉપર થયો એ જોયું. કંદે એ ધર્મના પ્રચારમાં કોઈ કાળે કોઈ જાતને ભાગ લીધે હશે એમ સમજાય છે. આ બધું દક્ષિણમાં ગયું. ધર્મશાસ્ત્ર જે સમયમાં રચાયાં તે સમયે આ ભ્રમણ અને વૈદિકે તથા શૈવોની મારામારીઓ ચાલતી હોવી જોઈએ. એટલે જ સરસ્વતી જ્યાં નાશ થઈ તે શદ્ર આભાર નિષાદ આદિ અને પાછળથી સિંધુ વીર સૌરાષ્ટ્રના તથા તિર્વાસના એ વગેરે દેશમાં જનારને ફરી સરકાર કરવો એમ શાસ્ત્રવચન છે. બ્રાહ્મણે સુદ્ધાં વૈદિક ધર્મ છોડી શૈવ ધર્મમાં ગયા, દક્ષે કરેલી શિવની નિંદા, શિવને યજ્ઞભાગ ન મળતા વગેરે કથાઓ વૈદિકે અને પાશુપતના ઝગડા વ્યક્ત કરે છે. એનું સવિસ્તર વર્ણન ડે. ગોપીનાથરાવના ગ્રંથમાં ભા. ૨. ગ્રંથ ૧લા મ પૃ. ૫૦થી ૫૫માં જેવું.
For Private and Personal Use Only