________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
પરિશિષ્ટ ૩ વૈદિક “નીએ દેશના સીધા અને સરળ પર્યાય “અધભુવન”નો અર્થ પાછળના પુરાણકારો અને કષકારેએ પૃથ્વીના પડની અંદર આવેલું ભુવન અથવા લેક એ કર્યો. પરંતુ સામાન્ય વિચાર કરવાથી પણ એ અર્થ થાય નહિ. એ આ ઉપરથી સમજી શકાશે. અસુરે સિંધુ અને સરસ્વતીના મુખ આગળથી ઉત્તર તરફ આર્યો સામે લઢવાને ચઢતા એને નીચેથી ઊંચે ચઢતા એમ વેદમાં કહે છેલું.૧૬
પાતાલની પરંપરા આમ પ્રાચીન હોવા છતાં અસુરે અને નાગલોકના આ નીચ્ય અગર અધઃપ્રદેશનું નામ પાતાલ તો વૈદિક સમય પછી પુરાણાએ જ પાડયું હોય એમ લાગે છે. પરંપરા વેદ જેટલી જ જૂની પુરાણોએ સાચવેલી છતાં નામ તેટલું જૂનું છે કે નહિ એને પત્તો લાગતો નથી, તેમજ એ નામ પડવાનું ખરું કારણ પણ કેઈ ગ્રંથમાં દેખાતું નથી. “પાપ કરનારા પડે' એ સુત્પત્તિ તે પાતાલ શબ્દ વપરાશમાં આવ્યા પછીની સ્પષ્ટ લાગે છે, કારણકે એમ હોય તો એને સ્વર્ગથી પણ ઉત્તમ એમ કહે નહિ. પાતાલને સ્વર્ગથી પણ સારું કહેવામાં ખરેખરી પરંપરા પુરાણાએ સાચવી છે. એક વખત અસરોની જાહોજલાલી આ કરતાં ભારે હતી અને સ્થાપત્યાદિ કલાઓમાં આથી અસરો વધારે સુધરેલા હતા૧૭એટલે એમનું રહેઠાણ આર્યોના રહેઠાણથી ઉત્તમ હોય જ. એટલે આ અધઃ અથવા નીચ્ય પ્રદેશનું નામ પાતાલ પડવાનું કારણ એટલું જ સમજાય છે કે આ પ્રદેશ એટલે સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ પાસે પાતાલ નામનું એક પ્રસિદ્ધ બંદર હતું.૧૮ આ નગરના પ્રદેશીઓના ઉલ્લેખના સમયને વિચાર કરતાં પુરાણે હાલના
૧૬ અન્વેદ ૨-૧૨-૧૨માં ચામોરોક્તમ્ એ શબ્દનો અર્થ ધણા આકાશમાં ચઢતો એમ કરે છે. પરંતુ લુડવીગ(Ludwig) ના આધારે છે, બેનરજી શાસ્ત્રી સિધુના મુખથી ઉપરના દેશમાં ચઢતા-ascending to the higher tracts' એવો અર્થ કરે છે. આ અર્થ વ્યાજબી લાગે છે. કારણ આખા સક્તમાં આકાશને અર્થ બંધ નથી બેસતો. શંબર આદિનાં નામો આવે છે તે પૃથ્વી ઉપર–અને સિંધુના પ્રદેશની આસપાસમાં બનેલા બનાવો વ્યક્ત કરે છે. નદીઓના પ્રવાહ પંજાબ બાજુથી આ “ની પ્રદેશમાં નીચે ઊતરતા એટલે નદીઓ મારફતે જનાર ઊંચે ચઢવાનું સમજે. ૧૭ મયદાનવ મેટો સ્થપતિ અસુર હતો. વિશ્વકર્માની પેઠે અસુરોની સ્થાપત્યસિદ્ધિ કપિત નથી. મોહન–જો–ડેરોએ એ સિદ્ધ કર્યું છે. એ ચર્ચાને અહીં સ્થાન નથી. મહાભારતના નારદના વર્ણનમાં અને ભાગવતના ઉપર લખેલા ઉલ્લેખમાં બાંધકામના ઉલેખો એ વાત સિદ્ધ કરે છે. મેહન-જો-ડેરેની આર્યેતર સંરકૃતિનું વર્ણન વાંચવા જેવું છે. અસુરેના પરિશિષ્ટમાં વધુ ચર્ચા કરી છે. ભાગવત લખે છે કે “પાતાલમાં ઘરના સ્વામીઓ દૈત્ય, દાનવ અને નાગે છે જેમની ઈચ્છા ઈશ્વરથી પણ તેડાતી નથી” (અ. ૨૪. રૂં. ૫) અને નારદ, ઇંદ્રના સુખ કરતાં અહીં વધારે સુખ છે એમ લખે છે એથી એ વાત સિદ્ધ થાય છે. ૧૮ જુઓ Nandalal De's Dictionary of Ancient Indian Geography. Conningham's Ancient Geography of Indiaમાં પાતાલ શબ્દ અને પાતાલનું વર્ણન. સિંધુના મુખ આગળ પાતાલનગર હતું તે સાથે આખા સિંધુનાDeltaને પણ પાતાલ કહેતા. આ નગર ઘણું પ્રાચીન હતું. ગ્રીક એલચી મેધાનિસ(કસ, પૂ. ૩૦૦) પાતાલનો ઉલ્લેખ સિંધના મુખ આગળ કરે છે. (Bom. Gaz. I. Part I. P. ડ૧૧). મેઘાસ્થનિસ સિંધુ પાસે તેર તિઓ ગણાવે છે જેમાં Orostraeને પાતાલના દીપ સાથે જોડે છે. ગેઝેટીઅરને લેખક St. Martinના આધારે આ પાતાલદ્વીપ'ને કાઠીઆવાડ સાથે જોડે છે. એ જ પૂ. પ૩૪) અહીં પાતાલને દીપ કહે છે એ ખાસ સૂચક છે. એટલે એ નગર તેમજ પ્રદેશ પણ હતો એમ ગ્રીક એલચી લખે છે. ઈ.સ. પૂ. ૨૫માં ગ્રીક Agatharkhides લખે છે કે હિંદમાં પાતાલ સાથે વેપાર Sabacans of Yemenના હાથમાં હતે. (એ જ પૃ. ૫૩૫). ઈ.સ. પૂ. ૧૮૦ લગભગમાં Menandros રાજાએ પૂર્વમાં યમુના સુધીનો અને કિનારામાં પાતાલથી સુરા સુધીને કિનારે જીતી લીધો હતો. અહીં પાતાલને Pattalene-lower sind એમ લખ્યું છે. એ જ પૃ. ૫૩૫) ઈ.સ. ૨૩-૭૯માં લીની (Pliny) પાતાલને ઉલ્લેખ કરે છે. (એ જ પૃ. ૫૩૬). ટૅલેમી (Ptolemy) (ઈસ. બીજી સદી) કાઠીઆવાડના કિનારા પહેલાં પાતાલનો ઉલ્લેખ કરે છે. (Mecrindles: Bengal Ed
For Private and Personal Use Only