________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩
૨૧૯ છે એમ સ્પષ્ટ કહેલું છે. એને પૃથ્વીના પડની અંદરનું સ્વર્ગ જ કહેલું છે.૧૦ અસુરની અનેક જાતિઓ ઉપરાંત નાગલનું પણ એ રહેઠાણ છે.૧૧ આવા સુંદર વર્ણનની સાથે દેવ-આર્યોના વૈષીઓનું સ્થાન હોવાથી એની નિંદા પણ થએલી જણાય છે. પ્રશંસા કરતાં નિંદા પાછળથી થએલી હોવાથી લોકહૃદયમાં નિંદા વધારે વસેલી છે. આ કારણથી પાછળના ભાષાશાસ્ત્રીઓ પાપ કરવાથી જ્યાં પડાય છે તે પાતાલ” એવો અર્થ કરવામાં પ્રેરાયા છે.૧૨ પરંતુ એ જ ભાષાશાસ્ત્રીઓ અને નીંદનારાં પુરાણ પાતાલને ખરા સ્વરૂપમાં સમજાવવાને સહાયભૂત થઈ પડે તેમ છે તે હવે જોઈએ.
ભારતવર્ષની પ્રાચીન વૈદિક સમયની ભૂગોળમાં પૌરાણિક સમયની પેઠે ભિન્નભિન્ન દેશોનાં નામ જડતાં નથી તે જોયું. વૈદિક સમયના અંત ભાગમાં એટલે કે પાણિનિના સમયમાં દેશના૧૩ નાના ભૂમિવિભાગોનાં નામ જડે છે. સદના સમયમાં તે બ્રહ્માવર્તને મધ્યસ્થ કેન્દ્ર સમજીને ફક્ત ઉત્તર, પૂર્વે, અને નીચ્ચ૧૪ એવા ભાગ પાડેલા છે. દક્ષિણને બદલે વૈદિક સમયનો આ નીચ્ય શબ્દ બહુ મહત્ત્વનો છે. વૈદિક સમયની તે પ્રદેશની લગભગ બધી મહા નદીઓ આ “ની’–અધભુવન અગર દક્ષિણ તરફ વહેતી. એટલે એ રીતે પણ નીચ શબ્દ સ્વાભાવિક છે. બ્રહ્માવર્ત એટલે સરસ્વતી અને દુશકતી નદીની વચ્ચેનો (પતિયાલાની લગભગને પ્રદેશ) ભાગ અને પંજાબને પૂર્વ ભાગ એટલું એ સમયે મધ્ય દેશ તરીકે ગણાતું. યમુનાથી પૂર્વને પૂર્વ દેશ, અને કાશ્મીર, હિમાલય વગેરે ઉદીચ્ય અથવા ઉત્તર દેશ ગણાતો. સિંધુ અને સરસ્વતીના નીચલા પ્રવાહો-બ્રહ્માવર્તથી તરત જ દક્ષિણથી શરૂ થઈ સમુદ્ર સુધીના દક્ષિણના ભાગે તે “નીએ” દેશને નામે ઓળખાતા. પાતાલ પૃથ્વી ઉપર કે પૃથ્વીની અંદર પાતાલના “અસરક,” “નાગલેક, વગેરે ૫ર્યાની સાથે “અધભુવન” એ પણ પર્યાય છે.૧૫ અસરો, નાગલોકો અને પ્રાચીન વૈદિક સમયની આખી યે ખરી પરંપરા ઘસાઈ ગઈ. અને એના પડછાયા માત્ર રહ્યા. એટલે
એ જ પૃ. ૩૧. ભાગવતનું વર્ણન પણ એ જ કહે છે. ૧૦ ભાગવત કે. ૫. અ. ૨૪. “પૃથ્વીની ગુફારૂપ સ્વર્ગ' લિંગપુરાણ અ. ૪૫. લે. ૧૧. “ વસ્ટિના રૈવ ઘાતાસ્વવાસિના ' Vogel: P. 83. નારદવર્ણન. “ભગવતી અમરાવતી જેવી હતી. સ્કંદપુરાણ કે. પં. અ.૩૯. લૈ.૪. ૧૧ ઉપર જણાવેલાં તમામ પુરાણ વગેરેમાં પાતાલ, અસુરે, દૈત્ય, દાન, રાક્ષસ, નાગે, સપિ, સુરભી, સુપર્ણ ગરુડો, પણિઓ એટલાનું વાસસ્થાન છે. વાયુપુરાણમાં સાત પાતાલમાં ઉપરની જાતિઓનાં પ્રસિદ્ધ પેટાકલ કયાં ક્યાં રહે છે તેની લાંબી નામાવલિ આપેલી છે. ભાગવતના ઉપર કહેલા અધ્યાયમાં પણ મુખ્ય અસુરોનાં નામ આપ્યાં છે, અને નાગાનાં નામ પણ આપ્યાં છે. લિંગપુરાણમાં પણ ઉપર કહેલા અધ્યાયમાં નામે છે. ૧૨ વતંત્રત્રપાત I એ રીતે પાપ કરનારા પડે છે તે પાતાલ એમ પાછળથી વ્યુત્પત્તિ કરેલી છે. ૧૩ પાણિનિ ગણપાઠમાં હિંદના ઘણા દેશ અને શહેરનાં નામ આપેલાં છે. પાણિનિના ભયને વેદકાળને અંત સમય ગણે છે. માનર્ત, સૌવીર, સુરાષ્ટ્ર વગેરે દેશો, અને વસે, મીન વગેરે નગરે સૂત્રોમાં આપેલાં છે. રિએ પાછળથી ઉમરેલાં એ સમયનાં ગણતા નથી. જીઓ સી.વી. વૈધે પોતાના વૈદિક સાહિત્યના ઇતિહાસમાં પાણિનિએ આપેલાં ભાંગલિક નામની યાદી. વલભીપુર એ ઉપરથી ઘણું પ્રાચીન જણાય છે. મહાનગરની ચર્ચા કરી ગયા છીએ. ૧૪ શતપથ અને ઐતરેય બ્રાહ્મણોને આધારે શ્રી અનંતપ્રસાદ બેનરજી શાસ્ત્રીએ પોતાના Asura in India: P. 69માં લખેલું છે. હિદની પશ્ચિમની મર્યાદા બહુ પ્રાચીન ભૂગોળના ઉલ્લેખોમાં કેઈએ કહી હોય એમ જણાતું નથી એ પણ સૂચક છે. ૧૫ અમષઃ પાતાલવર્ગ. અધોમુવનપાતીઢ ત્રસદ્ધ રસતરમ્ નારોથ ઈત્યાદિ.
For Private and Personal Use Only