________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩
૨૨૩ લખેલા છે. આમાં હકક૫, તામ્રપર્ણ અને ઉત્તરનાં ગાંધર્વ એટલા દ્વીપોના સ્થળનિર્ણય થઈ ગએલા છે.૨૪ એટલે પિરાણિક ક્રમ આ તપની બાબતમાં તે ખરો છે. એટલે ગતિમત અને નાગદ્વીપ ભારતવર્ષની નેત્ર અને પશ્ચિમે છે એ વાત સિદ્ધ થાય છે. હવે પૌરાણિક ભૂગોળમાં દ્વીપનો અર્થ માત્ર ટાપુ જ થતો નથી પણ પ્રદેશના કે ભૂમિ વિભાગના સામાન્ય અર્થમાં પણ દ્વીપ શબ્દ વાપરે છે. કોઈ સ્થળે તે એ જ દ્વીપને માટે ખંડ શબ્દ વાપરેલો છે.૨૫ હવે પુરાણોમાં પાતાલની કઈ મર્યાદા નિશ્ચિત કરેલી નથી, પરંતુ એનું વર્ણન અદ્ધર જેવું જ (Vague) છે. પાતાલના સાત ભાગ પાડેલા છે તેને મર્યાદાને અર્થે કરવાનો નથી. પ્રાચીન હિંદુઓને સાતને આંકડે પસંદ હેવાથી સપ્તસિધુ, સખસારસ્વત, - સતગોદાવરની પેઠે જ સમપાતાલ સમજવાનાં છે.૨૬ કાણાંમાંથી ભૂમિના પડમાં પેસતા સાપ ઉપરથી પાતાલને ભૂમિની અંદર માનનારા પૌરાણિકને નાગ ઉપરાંત અસુરે વગેરે પાતાલમાં હોવાની પરંપરાથી ગુંચવણું ઉપન્ન થઈ, પરંતુ નિકાલ ન જડવાથી તે દરેકના સ્થાન માટે પાતાલના જ સાત ભાગ પાડવા અને દરેકને જુદાં સ્થાન આપ્યાં. પરંતુ સાત પાતાલમાં એક નામ ગભાસ્ત મત છે તે જોયું. આ ગભસ્તિમત ભારતવર્ષના નૈઋત્યે આવેલા એક દેશ-દ્વીપ તરીકે જ ગણેલું છે. એ ઉપરાંત પાતાલનો પર્યાય નાગલોક” એ પુરાણનો નાગદ્વીપ જ છે. લોક અને દ્વીપનો અર્થ અહીં દેશ-ભૂમિ વિભાગ એટલો જ સ્પષ્ટ રીતે થાય છે. એટલે ભારતવર્ષની નૈઋત્ય અને પશ્ચિમે આવેલા આ બે ખંડનો સમાવેશ પાતાલમાં થાય છે એમ માનવું પડે. નાગલોક અથવા દ્વીપની પેઠે ગતિમત પણ નેત્ર આવેલો હીપ અગર ખંડ વિશેષ છે તે સાથે એ સમપાતાલોમાંનું એક પાતાલ પણ ગણાય છે તે જોયું. આ બે નામ ભારતવર્ષના નેત્રત્ય અને પશ્ચિમની ભૂગોળમાં રહી ગયાં છે; અને સપ્ત પાતાલની પૌરાણિક કલ્પનામાં રહી ગયાં છે, તે બહુ જ સૂચક છે. અને હિંદના દક્ષિણ પશ્ચિમ કિનારાને પાતાલનો ભાગ કહેવા માટે પૂરતાં છે. પાતાલને ભૂમિના પડ નીચે ધારવાની કલ્પના કરતાં કરતાં પણ આટલી ઐતિહાસિક બારી રહી ગઈ જણાય છે. હવે આ બે વીપ કયા તે પ્રાચીન ભૂગોળના લેખકએ હજી સુધી ચોક્કસ કરેલું નથી. શ્રી સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રીએ બીજા હીપના સ્થળનિર્ણય કર્યો છે તે મુજબ આ બન્નેને કચ્છ અને કાઠીઆવાડ, અને મુંબઈના કિનારા પાસેના બેટો માને છે.૨૭ વળી પુરાણો વિવ૨ અથવા કાણામાં થઈને પાતાલમાં જવાનું દ્વાર કહે છે તે સાથે પાણીમાં થઈને પણ પાતાલમાં જવાય છે૨૮ એમ કહે
૨૪ સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રીનું લખેલું કનિંગહામની પ્રાચીન ભૂગોળમાં પરિશિષ્ટ પૃ. ૭૪૯–૧૪. ૨૫ ર. પુ. કૌ. ખં. અ. ૩૯. લો. ૧૧૨ થી ૧૧૬. પારિત્રાવ વંદું મારિસ્કૃતમ સત્ર ૨ સર્વવંદમૂનિ | દીપ એટલે બે બાજુ પણ તે. ચારે બાજુવાળો બેટ નહિ. દ્વિીપકલ અને દોઆબ દ્વીપ કહી શકાય. ૨૬ આ બધામાં સાતના આંકડાને ખાસ સાત એ અર્થ નથી. સતસારસ્વત કેવળ કપિત જ લાગે છે. સતગોદાવરને પો લગાડવો મુશ્કેલ છે. સપ્તસિંધુ ઉપરથી સપ્ત લગાડવાની પ્રણાલિકા થઈ હશે. સપ્તાંકણ પણ કહેવાય છે. સપ્ત પાતાલની પેઠે આકાશમાં સપ્તક પણ કહેલા છે. · 24 Appendix i to Cunningham's Ancient Geog. of India By Surendranath Majmudar
PP. 553-54. ૨૮ સ્કપુ. કૌ. ખૂ. અ. ૨૩. બર્બરિક વિવરમાં થઇને નાગલોકમાં રત્નમય લિંગ પાસે જાય છે. નાગરખંડ અ. ૮માં એને મિક કહે છે. અને Indian Serpent Lore P. ૧૦.માં વદિમકને પાતાલનું દ્વાર કહેલું છે. અમરકેષ નાપાત્રોથ દરે કુરિ વિવર વિસ્ત્રમ્ | છિદ્ર નિર્ણયને ધું અર્ઝ વપશુ: છે એમ નાગલોકએટલે પાતાલ પર્યાય કહીને પછી કાણાંના પર્યાય ગણાવે છે. મેદિનીકે તારું ના ચત વિવરે જવાન છે એમ કહે છે. પાતાલને બિલ વર્ગ
For Private and Personal Use Only