________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
પરિશિષ્ટ વીર પુરુષે ગુજરાતના કિનારા ઉપર ખંભાતના સ્થળે કાંઈ પરાક્રમ કર્યું હશે તેથી એની પૂજા શરૂ થઈ હોય. એ જાતિએ પછી કાઠીઆવાડમાં વાસ કર્યો એમ જણાય છે. પશ્ચિમ હિંદના આ તરફના કાંઠે બબરનું થાણુ ઈ. સ.ની શરૂઆતથી હતું એમ ગ્રીક ઉ૯લેથી જણાય છે.૮૮ બર્બર આર્યતર જાતિના હતા એ તો સ્પષ્ટ છે. એમના સ્થાનને લીધે અસુર જાતિના પણ હોય. બર્બરિક-બળીઆ દેવની પૂજા ફક્ત ગુજરાતમાં છે એ સૂચક છે. પુરાણે બર્બરિકને દેવી અને શિવપૂજક કહે છે.
આ બધી ચર્ચા ઉપરથી એટલું જણાશે કે પ્રાચીન સમયમાં ગુજરાત કાઠીઆવાડથી સિંધ સુધીને કિનારો અસુર જાતિઓના તાબામાં હતો; અને શિવપૂજા-લિંગપૂજા-દેવીપૂજા-અંદપૂજા-એ બધી પૂજાઓની ચોક્કસ જન્મભૂમિ ગમે તે જગ્યા હોય પણ અસુરે દ્વારા એને ફેલાવો પશ્ચિમ હિંદના આ કિનારા ઉપરથી હિંદના બીજા ભાગોમાં થયો.૮૯
વાડમાં બાબરીઆ લકે એક વખત બળવાન હતા. બર્બરને છેલ્લા વશ કરવામાં સિદ્ધરાજ જયંસહનું નામ પ્રસિદ્ધ છે, એ વાત લોકકથામાં બાબરાભૂતને નામે જાણીતી છે. બાબરા ગામ કડીઆવાડ ગેઝટીઅર પ્રમાણે અર્જુનપુત્ર બબ્રુવાહનનું ગણાય છે. એ માત્ર અવાજ સાદ્રશ્યથી થયું હશે. બળદેવની પૂજ-બર્બરિક-રાહુ વગેરેને કેટલો ને કે સંબંધ હશે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. ૮૮ સેમી અને પિરીપ્લસ બર્બરી અને બેરીકાન કહે છે અને એને સિધુ મુખ પાસ મૂકે છે. બર્બર દેશ પંજાબની ઈશાને અને કેકણની ઉત્તરે પણ કોઈ મૂકે છે. બૃહત્સંહિતા નૈયે મૂકે છે. Bom. Gaz. I. Part I. P. 174-15માં હૈં, બુલરની લાંબી નેંધ આપેલી છે. તેમાં પણ આ માટે ચર્ચા કરેલી છે. ગમે તેમ પણ બર્બર દેશ ગમે ત્યાં મૂકાતે હોય છતાં આજે તો કાઠીઆવાડમાં બાબરીઆવાડમાં એ નામ જળવાઈ રહ્યું છે. હિંદી બર્બરેને આફ્રિકાના બર્બરે સાથે સંબંધ હશે કે નહિ એ કહી શકાય નહિ. બર્બરેને રાક્ષસ-ઑછ જાતિના સિદ્ધરાજના સમયમાં માનેલા છે. Bom.Gaz. IX.Gujarat Hindu Population. P. 266. બાબરીઆને સંબંધ આહીર સાથે છે. ૮૯ કેટલાક એમ માને છે કે પ્રાચીન કાળમાં ગૂજરાતનું ઠામઠેકાણું નહતું. પરંતુ એ ભ્રમ છે. ગુજરાત નામ ગમે ત્યારે પડવું હોય પરંતુ બીજે નામે એ ભૂમિ ઉપર શન્ય જ હતું એમ કહેવું તે સત્ય નથી. એમ કહેનારા બૌદ્ધ સાહિત્યમાં હિંદના બીજા ભાગ જેટલા આપણા આ ભાગનાં નામ આવતાં નથી એ ઉપરથી એમ માને છે આમ છતાં પણ શપરક, ભૃગુ. કચ્છ આદિને લીધે કિનારે તે પ્રાચીન કાળમાં વસવાટ વાળો હતે એમ કબલ કરે છે. ગુજરાતના ભાગમાં વરતી નહતી કે એ ભાગ પ્રસિદ્ધ નહોતો એમ કહેવાને નકારાત્મક દલીલ સિવાય બીજી દલીલ બતાવતા નથી. આપણું પ્રાચીન ભૂગોળમાં સ્થળોનાં નામ વારંવાર બદલાયાં છે. એટલે પ્રાચીન નામ કયાં હશે એ શોધ્યા વગર દેશનું ઠામઠેકાણું નહોતું એમ કહેવું વ્યાજબી નથી, “સરસ્વતીને પ્રવાહ', પાતાલ' અને “અસુરે' એ ત્રણ લેખેની ચર્ચા ઉપરથી એટલું તો જણાશે કે હિંદના કઈ પણ ભાગ કરતાં ગુજરાત, સિંધ, અને પંજાબને ભાગ-નામ ગમે તે હોય તે પણ-પહેલે સુધરેલો હતે. મહેન-જોડેરેના લેખકેએ ત્યાં નીકળેલી અદ્દભૂત સંરકૃતિનું ક્ષેત્ર નર્મદા કિનારાથી સિધુમુખની પશ્ચિમ સુધી હતું એમ સિદ્ધ કર્યું છે. એ આ વાતની ખાતરી આપે છે.
For Private and Personal Use Only