________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
પરિશિષ્ટ મા સરસ્વતીને નર્મદાના મુખ સુધી લઈ જાય છે. જેમ અગત્યે સમુદ્ર પીધો અને બ્રઘાએ કહ્યું કે ભગીરથ ગંગાથી એને ફરી પૂરશે એ જલમાંથી સ્થળ અને ત્યાં પાછું જળ એ ઘટનાનું રૂપક છે અને એ પશ્ચિમ હિદના કોઈ ભાગને લાગુ પડે છે, તેમ ઉતચ્ચે સમુદ્રને ઘટ્ટ બનાવી પી જઈ જમીન બનાવી અને સરસ્વતીને કહ્યું કે તું અદશ્ય થઈ રણમાં જતી રહે અને તારાથી તજાએલ મુલક અપવિત્ર ગણશે અને સૂકો થઈ જશે એ પણ સરસ્વતી નાશ પામી-ખાસ કરીને એ સમુદ્ર જેટલી વિશાળ હતી ત્યાંથી પણ નાશ પામી અને એ જગ્યા કરી રણ જેવી થઈ ગઈ એ ઘટનાનું રૂપક છે અને ગુજરાત રાજપુતાનામાં રહેલા સરસ્વતીના વચલા પટને લાગુ પડે છે. એ મુલક ઘર્મશાસ્ત્ર પ્રમાણે અપવિત્ર પણું ગણાય છે. આ સરસ્વતીનું એક નામ ભગવતી પણું હતું અને તે એના ગુજરાતમાં આવેલા નીચલા પ્રવાહનું હોય એમ લાગે છે.૮૩ એને વિચાર આગળ કરીશું. સરસ્વતી હિમાલયમાંથી આવી ખંભાતના અખાતરૂપે સમુદ્રને મળી એટલી વાત તે સમજાય છે.
૮૨ મહાભારત અનુશાસન પર્વ.અ. ૧૫૪ (બંગાળ આવૃત્તિ). નિર્ણયસાગરની આવૃત્તિમાં આ અધ્યાય નથી. પરંતુ ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટીટયુટે મહાભારત બહાર પાડયું છે તેમાં આ અધ્યાય છે. ૮૩ સરસ્વતીનું એક નામ ભોગવતી હતું તેની ચર્ચા ખંભાતનું એક નામ ભગવતી હતું તે બાબતની જુદી પરિશિષ્ટમાં કરી છે. સરસ્વતીમાં ટુકડા થઈ ઉત્તર ગુજરાતમાં નાની નદીઓ થઈ. સાબરમતી, હાલની સરસ્વતી વગેરે પૂવોત્તરમાં અને ભોગાવો વગેરે પશ્ચિમમાં ટુકડા થયા. એમાં ભેગાવો નદીએ તો ભોગવતી નામ પણ જાળવી રાખ્યું છે.
For Private and Personal Use Only