________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
પરિશિષ્ટ હું એ જાતિ પશ્ચિમ-ઉત્તર હિંદમાં ઘણું પ્રાચીન કાળથી વસતી હતી અને ગુજરાત કાઠીઆવાડ વગેરેનો કિનારો વૈદિક સમયમાં એમના હાથમાં હતો એટલું બતાવવાનો આ લેખનો ઉદેશ છે. એટલે તે નિશ્ચિત જ છે કે આ હિદમાં આવ્યા ત્યારે અસર જાતિ, સરસ્વતી અને સિધુના મુખપ્રદેશથી અરબી સમુદ્રના કિનારે થઈ યુક્રેટીસ ગ્રિીસના અંદરના ભાગમાં છેક એસિયામાઈનોરના એસિરિયા અને ફિનિશિયા સુધી વસવાટને અને વેપારનો સંબંધ ધરાવતી હતી. આ જતિનો મુખ્ય વ્યવસાય વાણિજ્ય અને વહાણવટું હતો.
જ્યોતિષ, વૈદું અને સ્થાપત્ય પણ એમની વિશિષ્ટ સંસ્કૃતિના ભાગ હતાં. સિંધુ અને સરસ્વતીનાં મુખથી ઉપર પ્રવાહે બને કાંઠાઓ ઉપર એમનાં જબરજસ્ત થાણાં હતાં. આ લોકે બાંધેલા શહેરોમાં રહેતા. શહેર અને કિલ્લાઓ બાંધવા એ એમની ખાસિયત હતી.૭
ન થાય ત્યાંસુધી આ બાબત કા રહ્યા જ કરવાની. ટ્વેદ ૬-૩૨-પમાં ઇદ્રની રસુતિમાં કહે છે કે “indra... hath swiftly won the waters from Southward. Thus set at libery, the rivers flow to their goal incessant and exaustless. અહીં Southward માટે ક્ષિતઃ શબ્દ મૂળમાં વાપર્યો છે. ટીકામાં એને અથે યુરોપીય વિદ્યાને દક્ષિણ તરફનો વરસાદ એ લે છે. એમ લેતાં બીજી લીટી બેસે નહિ. એનો અર્થ સિંધુ અને સરસ્વતીના દક્ષિણ તરફના પ્રવાહ તે બાજુનાં અસુર થાણાં જીતી તે આર્યોને માટે ખુલ્લા કર્યા એમ જ બેસે. ૫ Mohanjo Daro & the Indus Civilization: Marshall: P. 50-58. મોહન-જો-ડેરે અને હરપાનાં ખેદકામમાં જે જે વસ્તુઓ નીકળી છે તેવી વસ્તુઓ એસિયામાઈનોરથી હિંદના કિનારા સુધીમાં નીકળેલી છે અને તેમની કેટલીક પ્રાચીન કથાઓનું પણ સમાનપણું છે. આ બધા ઉપરથી એ સંરકતિનો જન્મ ગમે ત્યાં હોય પણ એ બધા હ કાંઈક સમાનતા હતી અને જનસમાજ અગર એને એક ભાગ એકસરખી સંસ્કૃતિ અને ધર્મનો હતો એમ મનાય છે. સિંધુથી નાઈલ સુધી એક ભૌલિક પટ જેવું લાગવા ઉપરાંત સંસ્કૃતિ એક હતી એમ મહેન-જો-ડેરેએ સિદ્ધ કર્યું છે. ૬ A. Banerjee Shastri: Asura in India: P. 48-11-82-86. પુરૂઓ સરસ્વતીની બન્ને બાજુએ રહેતા હતા એ ઉલ્લેખ વેદમાં છે. (ઋ. ૩–૯૬-૨) અને પુરુઓ અસુરે છે એ આગળ જઈશું. તે જ પ્રમાણે યદુઓ પણ એમના સંબંધી હેઈ સમાન જાતિના હતા. યદુઓને વસવાટ મથુરાથી કાઠીઆવાડ ગૂજરાતના કિનારા સુધી હતો. સરસ્વતીના પ્રવાહના લેખમાં જે ચર્ચા કરી છે તે મુજબ વૈદિક સરસ્વતી બ્રહ્માવમાં થઈને કાઠીઆવાડ-ગૂજરાતમાં આવી સમુદ્રને મળતી હતી તે દષ્ટિએ કિનારાને મથુરા વગેરે ઉત્તરના ભાગ સાથેનો સંબંધ ઘણો સરળ બને છે. જમના-જેના તટે મથુરા આવેલું છે તે એક વખત સરસ્વતીને મળતી હતી. ૭ Asura in India: P. 18 21. મહા. સભાપર્વ-સ્થાપત્ય એ અસુરોનો ખાસ વિષય હતો. મયદાનવને નામે સ્થા પત્યના ગ્રંથના ઉલ્લેખ એ સિદ્ધ કરે છે. પુરાણોમાં જ્યાં જ્યાં અસુર, નાગે, દે આદિનાં વર્ણન છે ત્યાં એ લોકે ભવ્ય મહેલમાં અને નગરમાં રહેતા અને તેની રચના મયદાનવે કરેલી એમ કહે છે. મહાભારતની પ્રસિદ્ધ સભા મયે બાંધેલી તે જાણીતું છે. આનો અર્થ એ કે મયસિદ્ધાન્ત પ્રમાણે બાંધેલી. બાંધકામ એ અસુરની સિદ્ધિ હતી. આ તેમાં કાંઈ જાણતા નહોતા. મહેન–જો–ડેરમાં છેલ્લા પડમાં પથ્થરયુગનાં જે અજાયબભરેલાં બાંધકામના પાયા નીકળ્યા છે તે આર્ય સંસ્કૃતિના નથી પણ આર્યેતર સંસ્કૃતિના છે એમસિદ્ધ થયું છે. (જુઓ Mohanjo Daroના ગ્રંથમાં સચિત્ર વર્ણન છે) મેહેન-જો-ડેરોના ગ્રંથના લેખકે એ અસુરોના એમ સ્પષ્ટ કહેતા નથી. એ સવાલ જ એમણે વધુ શોધખોળ માટે અદ્ધર ખેલો છે. પરંતુ આપેંતર એટલે અસુર અગર દાસ એ બેમાંથી એક જ હોય અને દાસાએ બાંધકામ નથી કરેલાં તે માટે આગળ જોઈ. મય આદિની પિરાણિક કથાઓ પણ અસુરો બાંધકામમાં કુશળ હતા, દાસે નહિ એમ બતાવે છે. અસુરપુર એ શબ્દ વૈદિક સાહિત્યમાં આવે છે તેવો આ માટે આવતો નથી. એ અસુરે બાંધેલાં શહેરો અને કિલ્લાઓમાં રહેતા હતા એમ બતાવે છે. (ઐતરેય બ્રા. ૧-૨૩ quoted in A. India P. 21) સમરાંગણ સૂત્રધાર નામને સ્થાપત્યને ગ્રંથ મયદાનવ ઉપરથી થ કહેવાય છે.
For Private and Personal Use Only