________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ હું
૨૦૩ ઘણા લાંબા સમયના ગાળામાં જુદા જુદા અસુર રાજાઓને કાળનિર્ણય કરવા માટે કોઈ સાધન નથી. મેહન-જો-ડેરેની શોધખોળોથી વેદને આજ સુધી મનાતો સમય હવે ઘણે દૂર ગયો છે. ૨૪ જેકે એ ખંડેરેના છેક તળિયાના પડમાંથી મળેલી વસ્તુઓ વેદના લાંબા સમયના માત્ર એક ભાગની ગણી શકાય. એ રીતે જોતાં આ વ્યક્તિગત અસુર રાજાઓનો સમય ઈ. પૂર્વે ૩૫૦થી ૨૦૦૦નો માની શકાય.૨૫ પાણિનિ અને યાકના સમયથી તે એ પરંપરાઓ એટલા સૈકા જૂની છે કે છેવટમાં છેવટ એને ઈ. સ.' પૂર્વે ૧૫૦૦ વર્ષથી તો પછી લવાય તેમ નથી. અસુરે પશ્ચિમ હિંદને કિનારે અને સમુદ્ર હવે પશ્ચિમ એશિયાના દેશોથી કાઠીઆવાડના કિનારા સુધી પ્રાચીન કાળમાં સમાન સંસ્કૃતિ હતી એ તો સિદ્ધ થયું છે.૨૬ એ સંસ્કૃતિ અસુર જાતિની હતી એમ પ્રો. બેનરજી શાસ્ત્રી, ડૅ. વેલેડ વગેરે કહે છે, અને કઈ આર્યતર જાતિની હતી એમ મહેન-જો-ડેરેના લેખકે એ સિદ્ધ કરેલું છે. પ્રો. બેનરજી શાસ્ત્રી અને વેડેલ કહે છે તેમ અસરો એસીરિયાથી હિદમાં આવ્યા હોય કે હિદથી એ બાજી ગયા હોય એ વાદગ્રસ્ત વિષયને અહીં છોડી દેવાની જરૂર છે.૨૭ મોહન-જો-ડેરોના લેખકોએ પણ એમને જડેલી આતર' સંસ્કૃતિની જન્મભૂમિ કયાં હશે એ ચર્ચા વધુ પ્રમાણ જડે તે માટે મુલ્લવી રાખી છે. પ્રે. બેનરજી શાસ્ત્રી કહે છે તેમ ભવિષ્ય પુરાણના એક ઉલ્લેખ ઉપરથી–“અસુરો સમુદ્ર પારથી આવ્યા હતા’–આ લોકો એસિરિયાથી જ આવ્યા હતા એમ સિદ્ધ કરી શકાય નહિ. પ્ર. બેનરજી શાસ્ત્રી અસુરની છેલી હાર પછી એ લોકેમાંથી જેઓ આર્ય સંસ્કૃતિમાં ન ભળી ગયા તે પાછા એસિરિયા ગયા એમ કહે છે તેને વધારે આધારની જરૂર છે. તેથી ઉલટું એ લોકે હિંદના દક્ષિણ ભાગમાં અને દક્ષિણ હિંદી મહાસાગરમાં૨૮ તથા અરબી સમુદ્રના ૨૯ ટાપુઓમાં ગયા એમ માનવાને સબળ કારણે છે. એટલે એ વાદગ્રસ્ત વાત પડતી મૂકી બધાએ સ્વીકારેલું એટલું સત્ય કબૂલ કરવું જોઈએ કે અસુર જાતિ વૈદિક સમયમાં પશ્ચિમ હિંદમાં વતન ૩૦ કરીને રહેલી હતી અને સમુદ્ર સાથેના તેમના વિશિષ્ટ
૨૪ જુઓ મહેન–જો–ડેરોના સર જોન મારશલના ગ્રંથનું કાલનિર્ણનું પ્રકરણ, એમાંનાં મોડામાં મેડાં અવશેને ઇ. સ. પૂર્વે ૩૧૦૦ થી ૩૨૦૦નાં ધારવામાં આવે છે. આ અવશે પથ્થરયુગનાં કહે છે. એટલે અવેદને સમય આજથી ૫૦૦૦ વર્ષથી પણ ઘણો પાછળ જાય છે. ૨૫ પ્રો. બેનરજી શાસ્ત્રીએ વૈદિક અને એસિરિયન પ્રમાણે સરખાવી સમયનિર્ણય કર્યો છે. એઓ કન્વેદના સમયના અંતમાં અસુરની જતિ તરીકે છેલ્લી હાર માને છે એટલે ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષની લગભગમાં માને છે. એટલે વેદ પછીનાં
વ્યક્તિગત અસુર ર ઈ. સ. પૂર્વે ૧૫૦૦ની લગભગ માની શકાય. મેહેન-જો-ડે અને હરપ્પાની મહોરો ર્ડો. ડેલે વાંચી છે તે ખરી ઠરે તો કેટલાક અન્વેદના ઋષિઓના સમય નક્કી થાય તેમ છે. પરંતુ મેહન-જો-ડેરેની અસુર સંસ્કૃતિ સમયનિર્ણય કરવામાં ખાસ મદદ કરે છે. R$ Sir J. Marshall, Mohenjo Daro & Indus Civilization. I. 50-58. ૨૭ છે. બેનરજી શાસ્ત્રીનું Asura in India અને વેડેલનું Indo Sumerian Seals deciphered. ૨૮ મલાયાના ટાપુઓમાં–જાવા સુમાત્રાવગેરેમાં, ૨૯ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ, માલદ્વીપ ઉપરાંત બીજા ટાપુઓ હતા તે. Holdiche Gates of India. P. 146. ૩૦ સિધુ મુખેથી ઉપર પ્રવાહે પંજાબ સુધી પણ અસુરેનો વસવાટ હતા એમપિરાણિક પરંપરા અને વૈદિક ઉલ્લેખથી સિદ્ધ થાય છે. પણ નદી ઉપર એમની હાર વૈદિક સમયમાં જાણીતી છે. પુરાણોમાં અસુર અસ્તાચળ ઉપર લશ્કર લઈ ઊભા એમ આવે છે. પરંતુ ખરૂં આ પ્રમાણે સમજાય છે. વેદમાં વેદ ૧૦-૬૭મા સૂક્તમાં અબુંદ દૈત્યનો ઉલ્લેખ છે. એને જલને અસુર ગણેલ છે.
For Private and Personal Use Only