________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
પરિશિષ્ટ હું એશિયાના દેશોથી હિંદુસ્તાન સુધી સર્વવ્યાપી હતી એ તે સ્પષ્ટ જણાય છે. મોહન-જો-ડેરોનાં ખંડેરોમાંથી પશુપતિ શિવની અગર જેમાંથી એતિહાસિક શિવપૂજા નીકળી એવા તદ્રુપ દેવની મૂર્તિઓ અને શિક્ષ આકારનાં લિગો બન્ને નીકળેલાં છે. ૧૩ એ સ્થળે અસુરે અને દાસ રહેતા હોય અને બન્નેની ભિન્ન પૂજાની વસ્તુઓ હોય એ જેમ શક્ય છે તેમ અસુરોની કોઈ જાતિ લિંગપૂજા પણ કરતી હોય એ પણ શક્ય છે. પૌરાણિક પરંપરા પ્રમાણે અસુરે શિવપૂજક છે. નાગલોકો જે અસુરને એક ભાગ છે તેઓ આદિલિગ હાટકેશ્વરના પૂજકે છે. ૨૪ એટલે શિવ અને લિંગ બન્ને પૂજા કદાચ અસુરેમાં પણ હોય. પાશુપત સંપ્રદાય ઈ.સ. ની શરૂઆત પહેલાં ઉત્પન્ન થયાનું મનાય છે. ૬૫ મોહન-જો-ડેરીનાં અવશેષોમાં જે ત્રિમૂર્તિ,૬૬ શિવની મૂર્તિ અને લિંગો નીકળ્યાં છે એ શિવ અને લિંગની પૂજાઓ એટલા જૂના સમયમાં હોવાનું સિદ્ધ કરે છે. શિવની મૂર્તિ આસપાસ પશુઓ રાખેલાં છે તેથી પશુપતિ નામનું સૂચન કરે છે. વળી એ મૂર્તિની કેડે એક ચિફ છે તે જે કંદોરાનો છેડે ન હોય તો ઊર્ધ્વ મેદ્ર હોવાનું મનાય છે. ૨૭ આ બધું એ સમયે શિવ અને લિંગપૂજા ઐતિહાસિક શિવ જેવી નહોતી એમ માનીએ તો પણ એ પૂજા ઓ જેમાંથી નીકળી એનાં પૂર્વસ્વરૂપ જેવી હતી એટલું તો ચોક્કસ છે. પાશુપત મત શરૂ થયાનો જે સમય કહીએ છીએ તે લકુલીશાચાર્યના સમયને આધારે કહીએ છીએ. પરંતુ પૌરાણિક પરંપરા પ્રમાણે લકુલીશ પાશુપતાચાર્ય તો શિવના છેલ્લા અવતારરૂપ છેવટના આચાર્ય ગણાતા હતા. એ પહેલાં ઘણું આચાર્યો થયાનું જણાવેલું છે.૧૮ તો પછી પાશુપત મત અગર તો એ મતના પૂર્વાવતારરૂપ મત
છે. બેનરજી પણ એમ જ માને છે. શિશ્નપૂજકે બાંધેલા કિલ્લા-શહેરમાં રહેતા એમ પણ વેદના એ ઉલ્લેખ ઉપરથી સમજાય છે. રુદ્ર-શિવ અસુરના ખાસ દેવ છે એમ પુરાણ વગેરે ઉપરથી સિદ્ધ થયા પછી, અને કુંભની અથર્વવેદની ભાવના સ્પષ્ટ થયા પછી અસરની કોઈ જાતિ લિંગપૂજક કેમ ન હોય? નાગલોકે લિંગપૂજક હતા એમ માનવાને કારણ છે અને મેહેનજો–ડેરેમાંથી લિગે નીકળ્યાં છે. પશ્ચિમ એશિયામાં શિશ્નપૂજામાંથી ઉદ્દભવેલી સ્તંભ પૂજા વગેરેની ચર્ચા કરેલી છે. કં. પુ. કૌ.૩૯માં પાતાળમાં દે, નાગો રહેવા છતાં હાટકના લિગના પૂજક નાગને કહ્યા છે. ૬૩ જુઓ માર્શલના મહેન–જો–ડેરોના ગ્રંથના પહેલા ભાગનું ધર્મ ઉપરનું પ્રકરણ અને તેને લગતાં ચિત્રો. ૬૪ સ્કંદપુરાણનો આ બાબતનો ઉલ્લેખ પાતાલના લેખમાં આપે છે. ૨. માનશંકરભાઈએ નાગરોત્પત્તિના લેખમાં આ બાબતના ઉલ્લેખ કરેલા છે. ૬૫ Bhandarker's Shaivizm (ૌવાઝમ). ૬૬ આ ત્રિમૂર્તિ તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ નહિ. એ પાછળને ખ્યાલ છે. પહેલાં શિવને ત્રણ માથાં કરતા. એવી | શિવમૂર્તિઓના ઉલ્લેખ ડૉ. ગોપીનાથ રાવના Elements of Hindu Iconography માં આપેલા છે. આબુ પાસે, દેવાંગણમાં એવી ત્રિમૂર્તિનું મંદિર છે. ૬૭ Marshalle Mohenjo Daro & lndus: P. 51. એમાં એ મૂર્તિનું બધું વર્ણન આપેલું છે. ૬૮ કે. પુ. કૌ. ખં. અ. ૪૦. આમાં શૈવયોગીઓનાં નામ કહ્યાં છે. છેલ્લા લકુલીશ કાયાવરોહણમાં થશે એમ કહ્યું છે. અહીં ખંભાતના ગુપ્ત ક્ષેત્રને માટે દ્ધક્ષેત્ર શબ્દ વાપર્યો છે તે ખાસ નોંધવા જેવું છે. કાયાવરોહણ નર્મદાતીરે છે. ત્યાં લિંગપૂજાના ખાસ પ્રચારને લીધે નર્મદાના કંકર એટલા પાંકર ગણાય છે. જુઓ રકં. પુ. કેદારખંડ અ. ૩૧. લો. ૧૦૩. અહીં નર્મદાના કંકર શંકર તુલ્ય એમ કહે છે ને આગલા લો. ૧૦૨માં બધાં લિંગમાં બાણલિંગ ઉત્તમ એમ કહે છે. રકંદનું એ વચન છે. અથર્વવેદ ૪-૬-૪માં અપરકંભ નામને શબ્દ વાપરે છે એનો અર્થ જુદે જુદે કરેલો છે. એ ખરો અર્થ લુપ્ત થયાનું સૂચવે છે. લુમફીલ્ડ એને અર્થ બાણ (arrow) કરે છે. (Vedic Index) એને છેડે વિષ છે એમ કહેલું છે. આ શિવલિગનું કાઈ સ્વરૂપ હેય ? અને એને સલિલમાં ઊભેલા હિરણ્યવેતસ રૂંભ ગુહ્ય પ્રજાપતિ સાથે સંબંધ હશે? ખેતરમાં મર્યાદાચિન્હ બાણ કરે છે તે ક્ષેત્રપાલ, ક્ષેત્રપાલને શિવ સાથે સંબંધ, અને લિગને બાણ કહે છે તે એ બધાંને કાંઈ સંબંધ હોય
For Private and Personal Use Only