Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 258
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०८ પરિશિષ્ટ હું છે તે મૂળ ગુજરાતના અસુર સ્થળ છે.૫૩ અગત્યે સરસ્વતી તટેથી દક્ષિણમાં જઈ ત્યાં ધર્મપ્રચાર અને આસામ, ઉત્તરમાં તક્ષશીલા, એ બધે અસુરે સિંધુ સુખ અને સરસ્વતીના પ્રદેશમાંથી ફેલાયા એમ સાબિત કરે છે. (પૃ. ૩૩). પૃ. ૮૭માં/મહા. આદિ. ૬૩–૭; મર્ય. ૪૩; વિષ્ણુ. ૪-૧૧; હરિવંશ ૧-૩૩; વાયુ.૪; વગેરે બીજા આધારે/ થી ચદુઓ અસુરે હતા એમ સિદ્ધ કર્યું છે. પૂઓ વૈદિક સાહિત્યમાં અસુરે છે એમ પણ સિદ્ધ કર્યું છે તે આગળ જોયું. , ચદુઓની સતા ગુજરાતથી મથુરા સુધી હતી એમ પણ સિદ્ધ કર્યું છે. (પૃ. ૮૩) પૃ. ૮૫માં હરિવંશની યદુઓ માટેની પરંપરા પાણિનિથી ાની છે એમ સિદ્ધ કર્યું છે. જોકે હરિવંશ પાણિનિ પછી ભલે લખાયું હોય) એ પછી આશ્વલાયન ગૃહ સૂત્રને મહાભારતનો ઉલ્લેખ અને હરિવંશ એની પૂરવણી એ બધું બતાવીને ચદુઓની પરાણિક પરંપરા વૈદિક સમય સુધી પહોંચે છે એમ સિદ્ધ કર્યું છે. ઐતરેય બ્રાહ્મણ VIII ૧૪ ઉપરથી અસુરે મધ્ય દેશની નૈઋત્યે હતા એવું સૂચન મળે છે એમ પણ કહે છે. પછી લખે છે કે “The Harivansha (૯૪) gives their exact situation-Yadu's father Harva siva married to the daughter of Asura Madhu called Madhumati, founded a new kingdom called Anarta & Surashtra, and also known as Anup on the beautiful sea-beach. Thus the Yadus must have crossed over the sea to their west. And without doubt it is the Arabian Sea.” પ્રો. બેનરજી શાસ્ત્રી યદુઓને ગુજરાતમાં ઉપરની ચર્ચા મુજબ મૂકે છે તે બરાબર છે. એ લોક અરબી સમુદ્રની બીજી બાજુથી આવ્યા તે માન્યતાની ચર્ચા આગળ કરેલી છે. યદુને બાપ હર્ય% કે યયાતિ એ વાદગ્રસ્ત બાબત અહીં ચર્ચાયું નહિ. બન્ને રીતે એ અસુર નિતિને ઠરે છે. ચયાતિને સંબંધ પણ પશ્ચિમ હિંદ સાથે છે. આવી જાતની ગુંચે પુસણમાં છે. મધુ દૈત્ય યદુઓને સગે. શ્રીકૃષ્ણ પોતે મધુ ઉપરથી માધવ કહેવાય. અને મધુને માર્યો માટે મધુસૂદન. આ બધી ગુંચવણના ઉકેલ પાટરની રીતે કરવાના છે. પ્રે. બેનરજી શાસ્ત્રી નાગપુર મ્યુઝિયમમાં બેબીલોનની Adad (Hadad જે માટે પરિશિષ્ટએમાં લિંગપૂજારતંભ વગેરેના લેખમાં ચર્ચા કરી છે)ની એક મહર (seal) જડી છે એ ઉપરથી પશ્ચિમ એશિયાની અસર બતાવે છે. મહેન–જો–ડેરોએ એ વાત સાબીત કરી છે. પ્રે. બેનરજી શાસ્ત્રીએ ભગુઓ યદુ, તુર્વસુ, પુરુ આદિ પાંચ જાતિઓના સંબંધી છે એમ પુરવાર કરીને (પૃ. ૫૭ થી ૭૦) ભગુ, અથર્વણ અને અંગિરસએ શબ્દ એક જ વ્યક્તિ માટે છે એમ સિદ્ધ કર્યું છે. એ આખી ચર્ચામાં ઉતરાય તેમ નથી. અથર્વવેદ અસુરેને વેદ. એ વેદ ઘણે જનો અને અથર્વ. વિદ પોતે સ્કંભ સત (X. ૭)માં કહે છે તેમ બધા વેદમાં પુરાણ છે. લો. મા. તિલકે ભાંડરકર મેમોરિયલ વૅલ્યુમમાં અથર્વવેદનું પશ્ચિમ એશિયાનું સામ્ય એક લેખ દ્વારા બતાવ્યું છે. એ વેદના કર્તા ભૃગુ, ભૃગુના કુલનું નામ અંગિરસું અને એમણે પ્રસરાવેલા મતનું (cult) નામ અથર્વ, એટલે એ મતના અથર્વણ કહેવાય. અવનને ભાર્ગવ કહે છે પરંતુ ચ્યવન પોતે જ ભણું છે એવો મત પણ છે. દષ્ય અથર્વણ છે. અથર્વવેદને અંગિરસ ભગુનું નામ મળીને બીજા વેદોથી ભિન્ન વ્યક્તિગત કર્તાપણું એ વદને મળેલું છે. આ વેદને વૈદિકાએ પાછળથી સ્વીકાર્યો. ત્યાં સુધી વેદત્રયી હતી. શ્રી જ્યોર્તિદ્ર મેહન ચેટરજી ત Ethical conception of the Gathasમાં પણ આ બાબત ચર્ચા રહેજ જુદી રીતે કરે છે અને જરથોસ્તી ધર્મને અંગિરસ વેદ ગણે છે. તેઓ એક સમાન પ્રાચીન ધાર્મિક સંરકૃતિના ત્રણ ભિન્ન રૂપના ત્રણ મહાન પ્રચારક પયગંબરે ગણાવે છે અને નરનારાયણના નારાયણ મુનિ એ પોતે જ પારસીઓના પયગંબર જરથુરત એમ સિદ્ધ કરી, પહેલા પયગંબર ભગવાન નારાયણ જરથોસ્ત, બીજા ભગવાન શ્રીકૃષ્ણ ગેવિંદ અને ત્રીજા ભગવાન તથાગત ગેમ (બુદ્ધ) એમ કહે છે. ત્રણેએ એક જ ધાર્મિક સંરકૃતિ ભિન્નભિન્ન રૂપે કહી. આમ આખી હિંદુ સરકૃતિની જન્મભૂમિ પશ્ચિમમાં છે. તે ઈરાનમાં જન્મી કેહિદની પશ્ચિમમાં તે કહેવું મુશ્કેલ છે. ખરી રીતે ભારતની પશ્ચિમ સરહદ અનિશ્ચિત છે. ભૃગુઓ અથર્વવેદના કર્તા હોય અને અવન પતે ભગુ હોય તે પછી પશ્ચિમ હિદ-આનર્ત–માં પિરાણિક પરંપરા એમને મૂકે. પશ્ચિમ એશિયા સુધી એક સંસ્કૃતિ હતી એ સિદ્ધ વાત છે તે તેને જન્મ ક્યાં એ જ નક્કી કરવાનું છે. હિંદમાંથી એ કેમ ન ગઈ હોય? અને એ આખી અસુર સંરકતિની જન્મભૂમિ નહિ તો એક વખતનું કેન્દ્ર ગૂજરાત કાઠીઆવાડને કિનારે કેમ ન હોય ? આ બાબતો અથર્વવેદની કે તેના કોઈ ભાગની રચના પણ કયાં થઈ હશે તે નથી સૂચવતી ? પડે Mysore Gaz. I. P. 273-76. ઑસુર રાજ્યમાં કમ્મસંદ્ર નામનું ગામ છે તેનું પ્રાચીન નામ સ્તંભેદધિ છે. ત્યાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329