________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ હું
૨૦૭ છે.૪૮ પૌલો -રાવણ આદિ રાક્ષસ જાતિના અસુરેનું સ્થાન લંકામાં. લંકાને સ્થળ નિર્ણય વાદગ્રસ્ત હોઈ અહીં કરવો જરૂરી નથી. પરંતુ હાલનો સીલોનને ટાપુ લંકા નથી અને લંકા દક્ષિણ સમુદ્રમાં કઈ સ્થાને હોવું જોઈએ એ વિદ્વાનોને મત છે.૪૯ આ લંકામાં જવા માટે ઉત્તર હિંદમાંથી મુખ્ય ધોરી રસ્તો ગુજરાતનાં બંદરેએ થઈને હતો.૫૦ આમ અસુર કુલોના મે ટા ભાગનો સંબંધ આપણા કિનારા સાથે હતો. વ્યક્તિગત અસુરોમાં જાતિઓના મિશ્રણ વખતે પ્રસિદ્ધ મથુરાનો કંસ, મગધન જરાસંધ અને પ્રાયોતિષ (આસામ) ને ભગદત્ત, અને ચેદીનો શિશુપાલ એટલા ગૂજરાતથી વેગળા હતા. મથુરાથી તો જમના મારફતે સરસ્વતીમાં થઈ ગૂજરાતના કિનારા સાથે સીધે સંબંધ સુલભ હતે.*
એટલે જ પુરાણ અને મહાભારતાદિમાં યાદવો અને પાંડવોનું મથુરા, અને હસ્તિનાપુર તથા ઈ. પ્રસ્થથી દ્વારકા આવવું વારંવાર સહેલાઈથી થઈ શકતું. અસુર સંસ્કૃતિ ગુજરાતથી દક્ષિણમાં ગઈ પશ્ચિમ હિદ-ગૂજરાત બાજુનાં અસુરોનાં મૂળ થાણુંઓમાંથી અસુરે અને એમની વધઘટી સંસ્કૃતિ હિંદના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ગઈ એ સ્પષ્ટ છે.૫૨ હેંસરમાં અસંરની જે પરંપરા અને સ્થળ બતાવાય
૪૮ સહદેવે દિગ્વિજય (ક્ષિણ) કરતી વખતે ભરૂચ બાજુ આવ્યા પછી સમુદ્રના ટાપુઓના વતની અસુરો પાસે કર ભાગ લેવા તો મોકલ્યા. કાલયવન આદિ એ બાજુના ટાપુઓના હતા. ૪૯ આ બાબતની ચર્ચા માટે શ્રી નંદલાલ દેની Geo. Dic. of An. Indiaમાં લંકા શબદ જુએ. વળી Indian His. Our માં આ ચર્ચા થએલી છે. એક મત અમરકંટક આગળ લંકા અને બીજે માલદ્વીપ આગળ કહે છે. સીલન લંકા નથી એમ ઘણા પુરાવા મળે છે. સીલોનનું પિરાણિક નામ તામપર્ણ જીપ છે. એ પછી લાટ દેશના સિહબાહુના પુત્ર વિજયે, અને બીજે મતે સિહલકુમારે એનું નામ સિંહલદ્વીપ પાડવું. એ નામ પણ પ્રાચીન છે. લંકાનું નામ સિંહલદ્વીપ પડવું એ વાત શ્રમમૂલક છે. રામાયણ દશરથ રાજાના વખતમાં લંકામાં રાવણ અને સિંહલદ્વીપમાં બીજો રાજા કહે છે. પરંતુ પિરાણિક ભૂગોળ , પુરાણ કરતાં વધારે ચોક્કસ લખનાર વરાહમિહિર (પાંચમી સદી) દક્ષિણના દેશો ગણાવતાં અથ ક્ષિોન &ા એમ શરૂ કરી પછી થોડા દેશ ગણાવી સિહલ ગણાવે છે. એટલે સિંહલદ્વીપ-સીલોન અને લંકા જુદા સમજાય છે. વધુ ચર્ચા ઈન્ડીઅન હિસ્ટોરીકલ કવાર્ટરલીમાં બીજા મતના નિરાસ કરીને કરેલી છે. અને એ લેખક લક્ષદ્વીપ માલદ્વીપમાંથી એકને લંકા કહે છે. ગમે તેમ પણ બે દેશ જુદા છે. વરાહમિહિર લંકા અને ઉજજનની રેખા (longitude) એક કહે છે જ્યારે સીન તો તેનાથી બહુ પૂર્વમાં આવે. કું. પુ. કૌ. ખંડ ૩૯માં પણ સિંહલ અને લંકા જુદાં કહ્યાં છે. ૫૦ મહાભારત સભાપર્વમાં દક્ષિણ દિગ્વિજય કરી ગુકચ્છ આવેલા સહદેવે લંકાના રાજાને કર લેવા ઘટોત્કચને મોકલ્યો. ૫૧ જમના સરસ્વતીને મળતી હતી તે માટે સરસ્વતીના પ્રવાહને લેખ જુઓ. પ૨ Asura in India P. 69. પ્રે, બેનરજી શાસ્ત્રી લખે છે કે અર્થવવેદના સમયમાં (જેને એ બ્રાહ્મણ સમયની લગભગ મૂકે છે) અસુરે મધ્ય દેશ થઈને પૂર્વ તરફ ગયા. They had left the North and the West far behind.” અથર્વ. X. •6માં અંગિરસોને માટેના ઉલ્લેખમાં “પ્રતીચીન શબ્દના યુરોપીય વિદ્વાનોએ કરેલા અર્થો અસંગત જણાવી એને સીધો અર્થ પશ્ચિમના એવા કરે છે.” Pratichi (Av, . 1-6) is an indication that the Asuras had travelled beyond the Sarswati. અથર્વવેદ. XII. ૧-૫માં પ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર દેએ અસુરને હરાવ્યા એમ કહ્યું છે. એ પૃથ્વી કે જ્યાં મનુષ્ય પહેલાં જમ્યાં. આગળ પૃ. ૭૭માં આ પ્રમાણે લખે છેઃ “Asura in his greatness and decline has been traced above from the Indus Valley to the east of India from the Arabian Sea to the Bay of Bengal. He came from across the sea of salt water', and carried gradually his headquarters on the 'Ganges & Jumna'." JET&ar sig egy જિરે (. X.11.) એ આધારે આ પણ પ્રથમ એમને માન આપતા. શ્રી બેનરજી શાસ્ત્રી દક્ષિણે લંકા, પૂર્વ મગધ
For Private and Personal Use Only