________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ હું
૨૦૫ સાબરમતીને તીરે હતાં.૩૭ આ બાબત સરસ્વતીના પ્રવાહના લેખમાં સાબરમતીને સરસ્વતીના નીચલા પ્રવાહ સાથેનો સંબંધ ચર્યો છે. ચંદુઓનું મુખ્ય સ્થળ આનર્ત દેશની રાજધાની કુશસ્થલી અથવા દ્વારકામાં હતું, અને એ સ્થળ પ્રભાસના સાંન્નિધ્યમાં સરસ્વતીના મુખની પાસે હતું.૩૮
આ પ્રમાણે વૈદિક મધ્યદેશ એટલે પંજાબ અને કંઈક અંશે બ્રહ્યાવર્તની ઉત્તરે આર્ય સંસ્કૃતિ, એની દક્ષિણે એટલે વૈદિક ની દેશ અને પૌરાણિક પાતાલ અથવા અધભુવનમાં અસુર સંસ્કૃતિ, અને એ બને સાથે જોરથી ઘસાતી જતી હિંદના મૂળ વતની દાસ લોકો જે બધે પથરાયેલા પડ્યા હતા, તેમની સંસ્કૃતિ હતી. એટલે અસુર સંસ્કૃતિ ગૂજરાત કાઠીઆવાડના કાંઠાઓથી રાજપુતાનાના ઉત્તર ભાગ સુધી અને સિંધ તથા પંજાબના કેટલાક ભાગ સુધી હતી. આમ આર્ય અને અસુર બન્ને સંસ્કૃતિ અને પાછળથી એમનું થએલું મિશ્રણ-એ બધું હિંદના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ અને દક્ષિણ તરફ ગયું છે.૩૯ પૂર્વમાંથી પશ્ચિમમાં આવ્યું, અગરતો મધ્યદેશમાં જન્મ પામી બધે પ્રસર્યું એ માન્યતા ભૂલ ભરેલી છે. આમાં અસુર સંસ્કૃતિને સંબંધ પશ્ચિમ એશિયાના દેશોની વાત બાજુએ મૂકી એકલા હિંદની દષ્ટિએ જોતાં મૂળથી સિંધ-કચ્છ-ગુજરાત અને કાઠીઆવાડના કિનારા સાથે જ હતો એમ સ્પષ્ટ થાય છે.૪૦
૩૭ દધિચીની કથા પુરાણોના સરરવતી માહામાં આપેલી છે. પદ્મ એ રથળ સાબરમતી તટે મૂકે છે અને પિપ્પલાદ તીર્થ પણ ત્યાં પાસે જ મૂકે છે. કંદ પાટણવાળી સરસ્વતીની મૂકે છે. આ બાબત સરસ્વતીના પ્રવાહના લેખમાં ચર્ચા કરેલી છે પિપ્લાદની ઉત્પત્તિ બેત્રણ રીતે પુરાણોમાં આપી છે. એને સારસ્વત પણ કહે છે. એનાઉમાંથી વડવાનલ ઉત્પન્ન થયો એવી કથા છે.ભગુલના આ મહર્ષિએ વૈદિક સંરકૃતિના ઈતિહાસમાં શો ભાગ ભજવ્યે તે ચર્ચવાની અહી જરૂર નથી. પણ એ મહર્ષેિ ગુજરાતની ભૂમિ ઉપર થયા એ કહેવાનો હેતુ છે. ૩૮ દ્વારકાનું નામ કુશરથળી પણ છે. એ આનર્ત દેશની રાજધાની હતી, અને યાદવની રાજધાની પણ હતી. હાલ કાઠીઆવાડને સારા કહીએ છીએ. પરંતુ પિરાણિક પરંપરા પ્રમાણે એને કેટલોક ભાગ આનર્ત કહેવાતો હતો. પિરાણિક કથાકાષના લેખક ગુજરાતના પશ્ચિમ કિનારાને સુરાષ્ટ્ર અને કાઠીઆવાડને આનર્ત કહે છે તે એક રીતે બરોબર છે. પાર્જીટરના નકશામાં પણ એ રીતે આપેલું છે, પરંતુ આ બાબતનાં એક જ વાંધો આવે છે તે એ કે પ્રભાસ સૌરાષ્ટ્રમાં મૂળથી ગણાય છે. ઈ. સ. ની શરૂઆત જેટલા નાના ગ્રીક લેખકે પણ સૈારાષ્ટ્ર (Sarestrene)ને ઉલેખ કરે છે તે સિધુમુખથી તુરત આવે છે. એટલે અનિશ્ચિત રીતે (vaguely) આ બંને દેશો એક ગણાતા હોય કે એક દેશના ભાગ હોય કે સરહદો મળેલી હોય. દ્વારકા તે આનર્તમાં જ હતું. એટલે કદાચ કાઠીઆવાડને પશ્ચિમ ભાગ સુરાષ્ટ્ર કહેવાતો હશે. ગુજરાતને કિનારે કિનારાની અનિશ્ચિતતાને લીધે એમાં ગણા હોય. એનું નામ ખરી રીતે અનુપ અને અપરાંત છે. આનર્ત દેશની દ્વારકાપુરી હાલ છે તે નહિ એ સિદ્ધ થએલું છે. શ્રી દુ. કે. શાસ્ત્રી જુનાગઢને દ્વારકા કહે છે. (જુઓ પુરાતત્વ ત્રિમાસિક) જ્યારે બુદ્ધિપ્રકાશમાં ઘણું કરીને મહામહોપાધ્યાય હાથીભાઈ શાસ્ત્રી કેડીનાર પાસે મુળ દ્વારકાને જ દ્વારકાં કહે છે. જે વ્યાજબી લાગે છે. 34 Asura in India: P. 69-77. ૪૦ Asura in India: P. 6, 11, 16, 18, 33, 34, 36, 41, 42, 48, 69, 72, 77. 82-86, 1૦૦. આટલે સ્થળે છે. બેનરજી શાસ્ત્રીએ અસરનાં મુખ્ય સ્થળે સિંધુમુખ અને સરસ્વતીતટ ઉપર હતાં એમ લખ્યું છે એને માટે ઘણા આધાર આપ્યા છે. અહીં મૂળ આધાર લંબાણના ભયથી આપ્યા નથી. સિંધુ અને અને સરસ્વતી બેમાંથી મુખ્ય થાણું કઈ નદી ઉપર હતું તે સ્પષ્ટ નથી. પરંતુ કદ પૂએ સરસ્વતીને બને કાંઠે હતા એમ લખે છે, અને શતપથ બ્રાહાણું પૂઓ અસુરે હતા એમ સ્પષ્ટ લખે છે. (શત. VI. 8-1-14.) છે. બેનરજી શાસ્ત્રી પૃ. ૪૧-૪૨માં સિધુ અને સરસ્વતી ઉપરનાં ભિન્નભિન્ન અસુરકુલો ગણાવે છે. સરસ્વતીના તટનાં અસુરકુ, અણુ, દુહયુ, મધુ, તુર્વસુ, પૂરુ એમ ઋવેદ VI.61-12 x. s... I. 1088 વગેરેના આધારે કહે છે. સરસ્વતી તટનાં કુલોને Main Body of Asuras કહે છે અને આ બને નદીઓ માટે આ સાથે Fight for the waterways (પૃ. ૩૭) કહે છે. અત્રે ફેર એટલો જ છે કે પ્રે. બેનરજી
For Private and Personal Use Only