________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
પરિશિષ્ટ હું ગૂજરાત અને વ્યક્તિગત અસુરે
વ્યક્તિગત અસુરનાં થાણુઓમાં પણ આ વિભાગમાં નામો મળી આવે છે. મધુ દૈત્યનું મધુપુર ગૂજરાતમાં.૪૧ તાલધ્વજનું તાલાજપુર ગૂજરાતમાં.૪૨ હિડિંબનું હિડિંબન ૪૩ ગૂજરાતમાં. બલિ રાજાને નર્મદા કિનારે ભૂકુલના બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો હતો.૪૪ મહિષ જાતિના અસુરનું અને પાછળથી કરકેટક નાગ–અસુર જાતિનું સ્થાન નર્મદા કિનારે-માહિષ્મતી ઉપર.૪૫ તારકાસુરનું સ્થાન પુરાણ પ્રમાણે ખંભાત પાસે. બાણાસુરનું સ્થાન પણ કઈ દક્ષિણ ગુજરાતમાં મૂકે છે પરંતુ એ સ્પષ્ટ નથી.૪૭ કાલનેમી, નિમિ, કાલયવન, આદિના સ્થળે અરબી સમુદ્રના નાશ પામેલા ટાપુઓમાં હોવાનું સમજાય
સરસ્વતીને કરછના રણમાં સિંધુને મળતી કહે છે. અને સિધુ એક ફટે હાલને રથળે વહેતો પણ માને છે. જ્યારે ખરી રીતે સિધુના બધા ફાંટા કચ્છના રણને મળતા. વિપાશા સ્વતંત્ર કચ્છના રણને મળતી અને સરસ્વતી સ્વતંત્ર દક્ષિણ સમુદ્રને મળતી, આપણા ભગળકારે “મહાવ’ તે અરબી સમુદ્ર અને તેની નીચે હિંદી મહાસાગર, બંગાળી ઉપસાગર સાથે બહ પ્રાચીન સંબંધ નથી. ભારતની ભૂગોળમાં વરાહમિહિર બહત સંહિતામાં અત્યમાં જ મદાળવચૈવ એમ કહે છે. ૪૧ મધુમતીપુરી મહુઆને કહે છે. કોઈ મતે મહેશ પણ ગણાય છે. એ ચર્ચાને અહીં સ્થાન નથી. બન્ને સરસ્વતીના પ્રવાહ સાથે સંબંધ ધરાવે છે એ વાત એ લેખ ઉપરથી સમજાશે. મધુ દત્ય આનર્ત સાથે સંબંધ ધરાવે છે તે માટે આગળ લખીશું. ૪૨ તળાજા-તાલધ્વજપુર. જુઓ કાપીઆવાડ ગેઝેટીઅરમાં તળાજા શબ્દ, ૪૩ હિડિબ વન પાવાગઢ અને ગોધરાનાં જંગલોમાં ગણાય છે. કેઈ કાઠીઆવાડમાં કહે છે. સર ગેઝેટીઅર મહેસુરમાં આવેલા ચીતલદુર્ગ તાલુકાના ગામમાં મૂકે છે. રાજશેખર (નવમી સદી) કાવ્યમીમાંસામાં ગુજરાતની નદીઓ ગણાવતાં મહી અને નર્મદાની વચ્ચે હિડિબા નામની નદી લખે છે. જેને હાલ પત્તો નથી. ઢાઢર વગેરે નદીઓની પૂર્વાવતાર કઈ સહેજ મોટી નદી હશે. હાલ ગોધરા જીલ્લામાં “હડપ' નદીમાં એ નામ જળવાઈ રહ્યું જણાય છે. મહાભારતમાં સહદેવ ગૂજરાતમાં આવ્યા બાદ ઘટોત્કચને (હૈડિબ) લંકા મેકલે છે અને રકંદપુરાણ એના પુત્રને સંબંધ મહીસાગર સંગમ સાથે જણાવે છે. આ પરંપરાઓ હિડિબ વનને ગૂજરાતમાં મૂકવા માટે ઠીક ગણાય. ૪૪ ભાગવત સ્કં. ૮, અ. ૧૮ લો. ૨૦-૨૧. ભરૂચમાં વિષ્ણુએ વામનરૂપે પૃથ્વી માગી ને લેતી વખતે વિરાટ રૂપ લીધું એ છેતરપિંડી માટે બલિએ ટોણું માર્યું પણ વચન પાળ્યું. બલિએ દૈત્યને કહ્યું કે જે કાલ આપણા પક્ષમાં હતા તે દેવાના (આર્યોના) પક્ષમાં ગયો છે. કાલને આધીન બધા છે. ૪૫ N. De's Geographical Dictionary of Ancient India: P. 119120. મહેસુરને મહિષાસુરપુર અને માહિષ દેશ હરાવવા મહેસુર ગેઝેટીઅરના લેખક ડૅ. રાઈસ વગેરે એ પ્રયત્ન કરે છે. તેની વિરુદ્ધ ચર્ચા કરી છે અને તે ખરી છે. અશોકે પોતાને માણસ મેકલેલો અને મહાભારત આદિના આધારથી અનુપ દેશની રાજધાની માહિષ્મતી, અને ત્યાં મહિષ રશ એમ પુરવાર થયું છે. એને મહેશ્વર-મહેશ્વરપુર પણ કહે છે. મહી અને નર્મદાની વચ્ચેનો એ દેશે વિશેષ. તાકાસુરને મહિષ અસુરો મદદમાં આવેલા તેમને દેશ. પાર્જીટર ત્યાં પાછળથી કરકેટક નાગે આવ્યા અને રહ્યા એમ લખે છે. અસર જાતિને પ્રવાહ અહીંથી દક્ષિણમાં સુરમાં જઈને વસ્યા અને એ દેશનું નામ મહિષાસુરપુર-હેસુર પડયું. ૪૬ કે, પુ. કૈ ખં. સ્તંભતીર્થ મહીસાગર સંગમ-નાગરખંડ. તામ્રવતી નગરી. બંને રીતે ખંભાત. ૪૭ બાણાસુરનું સ્થાન હિંદના ચારે છેડે અને વચ્ચે ગમે ત્યાં દરેક પ્રાંતવાળા મૂકે છે. શ્રી નંદલાલ દેની Geo. Dic. of An. Indiaમાં લગભગ છથી આઠ જગ્યાએ બાણાસુરનું સ્થાન કહે છે. એમાં મત્સ્યપુરાણ પ્રમાણે ત્રિપુર નર્મદા કિનારે આવેલું તે બાણાસુરનું નગર એમ કહે છે. એ જ શેણિતપુર. મધ્ય હિંદ, આસામ, હિમાલય-કૌન મદ્રાસ બધે એ રસ્થાન મુકેલું છે. બાણાસુર બલિને પુત્ર કહેવાય છે અને અસુરોની સામાન્ય પરંપરા પ્રમાણે એ પશ્ચિમ હિંદમાં જ હોય. પણ પ્રસિદ્ધ વ્યક્તિઓને બધે લઈ જવાની આપણા લોકની રીત છે. મદ્રાસ પાસે મહાબલિપુર કહે છે તે બલિનું સ્થાન મનાય છે. પરંતુ તેનું ખરું નામ મહામલ્લપુરમ્ છે.
For Private and Personal Use Only