________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ના એવો એક ઉલ્લેખ મળે છે તે જોયું. એ ઉપરથી સરસ્વતી કચ્છના રણમાં નહોતી મળતી એ વાતને વધારે ટેકો મળે છે. કવિ રાજશેખર ઉત્તરાપથ અને પશ્ચિમ દેશની ભૂગોળ લખતાં તે બન્નેમાં સરસ્વતી નદી લખે છે.૪૪ એ ઉપરથી આ બે નદીએ હાલ દેખાય છે તે પ્રમાણે તદ્દન જુદી કે એક જ પ્રવાહ એ નક્કી થતું નથી. તેમજ પશ્ચિમ દેશની સરસ્વતી તે પાટણ સિદ્ધપુરવાળી કે પ્રભાસવાળી તે પણ રાજશેખરના લખાણ ઉપરથી સ્પષ્ટ થતું નથી.૪૫ પણ રાજશેખર પછી એકાદ સદી પછી અલબરૂની પશ્ચિમ દેશમાં પ્રભાસની સરસ્વતીને જ ઉલેખ કરે છે. એ ગમે તેમ હોય તો પણ એ બન્ને સરસ્વતીઓ જુદી નદીઓ હોવાનો જેટલો સંભવ છે તેટલો જ સંભવ એક જ નદી હોવાનો છે. દાખલા તરીકે ભૂગળનો લેખક ગોદાવરીને મહારાષ્ટ્રમાં પણ લખે ને આંધ્રમાં પણ લખે. મુંબાઈ ઈલાકામાં પણ લખે ને મદ્રાસ ઈલોડામાં પણ લખે. એથી કરીને ગોદાવરી એક જ છે તેમ સરસ્વતી પણ એક ગણી હોય અને રાજશેખરે એમ લખવામાં પૌરાણિક પરંપરા પણ લયમાં રાખી હોય. સરસવતી અને ઉત્તર ગુજરાતની નદીઓ વડવાનલ અથવા વાલામુખી અને ધરતીકંપને લીધે અને અતિવૃષ્ટિને લીધે પશ્ચિમ હિંદની નદીઓમાં જે મોટા ફેરફાર થઈ ગયા? તેમાં કેટલીક મોટી નદીઓના પ્રવાહ બદલાયા ઉપરાંત કેટલીક નદીઓના ટુકડા પણ થઈ ગયા. સરસ્વતી આખી યે લુપ્ત થયાથી એને મળનારી કેટલીક નદીઓ સિંધુને અને કેટલીક ગગાને મળી.૪૭ નીચાણના રેતાળ પ્રદેશમાં એના ટુકડા પણ થઈ ગયા અને ગુજરાતમાં બનાસ, પાટણની સરસ્વતી, સાબરમતી વગેરે નદીઓ બની ગઈ૪૮ એટલે પ્રાચીન સરસ્વતીની બધી પરંપરાઓ આ બધા પ્રદેશમાં વહેતી નદીઓને ઓછીવધતી લાગુ પડી અને એનાં તીર્થો એ બધી નદીઓએ વેચી લીધાં. આ રીતે સરસ્વતીનાં કેટલાંક તીર્થ સાબરમતી ઉપર આવ્યાં છે.૪૯ સરસ્વતી લુપ્ત થયા પછી
૪૪ રાજશેખરકત શ્રાવ્યનાંક્ષા, (Baroda OrientalSeries). આ ઉલ્લેખ નવમી સદીના અંતને એટલે અલબરૂનીથી એક સંકે જુને કહી શકાય. ૪૫ ઉત્તરાપથમાં જે સરસ્વતી કવિ રાજશેખર લખે છે કે હાલની સરસ્વતી કહેવાતી નાની નદી અને વિનાશન (પતિયાલા)માં ગત થતા સરસ્વતી છે. આ વિનશન પાસે સ્થાનેશ્વર અને ત્યાં પૃથુક એટલે ઉત્તરાપથ અને મધ્ય દેશ તથા પશ્ચિમ દેશની સરહદનું થાન; એટલે રાજશેખર બે સરવતી લખે છે. પરંતુ રાજશેખરની ભૂગોળ બહુ ટૂંકામાં છે એટલે કોઈ સ્પષ્ટ થતું નથી. પણ પરંપરાને એ કવિએ ધ્યાનમાં તો લીધી જ હશે. વિનશન શ્રેત સૂત્રે જેટલું જૂનું છતાં એ ઉલ્લે ૪૬ ગુજરાતના ભાગમાં આ કારણથી ફેરફાર થયા, જ્યારે ઉત્તર હિંદમાં આ કારણે ઉપરાંત મુસલમાન સમયના શરૂઆતના ભાગમાં ખાદાએલી નહેરેથી પણ ફેરફાર થયા છે. પ્રાચીન મુસલમાન લેખકે કરેલાં પંજાબ અને પશ્ચિમ મધ્ય હિંદની નદીઓનાં વર્ણનમાં આજે ઘણે ફેરફાર દેખાય છે. એટલે છેલ્લાં હજાર વર્ષમાં પણ પંજાબની નદીઓમાં ફેરફાર થયા છે. ૪૭ India & Jambu Island: A. Das: P. 121. સરસ્વતીના ટુકડા થયા બાબત રા. દાસનું લખાણ વાંચવા જેવું છે. એનું દરિયા સાથેનું મુખ ઉપરના પ્રવાહથી કપાઈને જુદું પડી ગયું. સિંધુ છેક પશ્ચિમે જવાથી સતલજાદિ સરસ્વતીને બદલે સિંધને મળવાથી સિધુ સાથેનો સંબંધ છેક તૂટી ગયે, સતલજ, બીઆસ બધી સિધુને મળતી થઈ ગઈ અને જમના ગંગાને મળતી થઈ. સરસ્વતીનું પોતાનું પાણું ધમ્બરમાં જઈ સકાઈ ગયું. ૪૮ ગુજરાતની હદમાં ઉત્તર હિંદમાંથી કોઈ મોટી નદી આવતી હતી એમ ભુસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. હાલની ગુજરાતની નદીઓ એના કકડા છે એ આગળ જોઇશું. ૪૯ જુઓ પદ્મપુરાણાંતર્ગત સત્રમતી નહૂિીિ . કપાલમેચન તીર્થ, સંસારરવત તીર્થ, સેમતીર્થ, વગેરે સાબરમતીને કિનારે આવ્યાં છે. મહાભારત શલ્ય પર્વ વગેરેમાં સરવતીનાં પ્રભાસ સિવાય ઉપરનાં બધાં તીર્થ કુરુક્ષેત્રની લગભગમાં જ કહ્યાં છે. તેમ છતાં
For Private and Personal Use Only