________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ IT
૧૮૧ અને સિંધુનાં મુખ જુદાં હતાં એ સિદ્ધ થાય છે. બીજું સરસ્વતી પ્રભાસ, દ્વારકાં વગેરેની નજીક સમુદ્રને મળતી હતી એ પણ સિદ્ધ થાય છે. આ વર્ણનમાં કોઈ જાતનો અનુક્રમ જાળવેલ જણાતો નથી. એટલે પ્રભાસ હાલ ગણાય છે તેમ સરસ્વતીના મુખ આગળ જ તે સમયે હતું કે છેટું હતું તે સિદ્ધ થતું નથી. શલ્યપર્વની બલદેવની યાત્રાના વર્ણનમાં એ મુખ આગળ જ હતું એમ સ્પષ્ટ લખે છે. પરંતુ વન પર્વમાં ત્યાં અગ્નિતીર્થ જ આવેલું છે એમ કહે છે, જ્યારે શલ્ય પર્વમાં સોમ થએલા શાપનું વર્ણન અને શવતીર્થ હોવાનું લખેલું છે. આ ઉપરથી વનપર્વવાળો ભાગ શલ્યપર્વવાળા ભાગ કરતાં વહેલા લખાયે હશે. અને પ્રભાસ શિવતીર્થ તરીકે ન મનાતું હોય એટલી પ્રાચીન પરંપરા વ્યક્ત કરે છે. પુરાણ અને તે ઉપરથી લખાએલું સરસ્વતીનું માહાભ્ય શત્ર્યપર્વવાળી વાતનું સમર્થન કરી સરસ્વતીને પ્રભાસ આગળ જ લાવે છે. આ ઉપરથી સમજાશે કે સરસ્વતી પ્રભાસની નજીકમાં સાગરને મળતી એ પરંપરા મહાભારતના છેલા થરથી માંડી પુરાણ હાલના સ્વરૂપમાં લખાયાં ત્યાં સુધીમાં બરાબર દઢ થઈ ગઈ હતી. ઈ.સ. ૧૦૩૦માં અલબરૂનીએ આપણાં પુરાણ વગેરે અને પ્રાચીન ભૂગોળ વગેરેનો સારો અભ્યાસ કરેલો. એ પણ સોમનાથ પાસે સરસ્વતીનું મુખ છે એમ લખે છે. પરંતુ વધુ ખુલાસો એણે કરેલ નથી.૨૯
પુરાણોએ કરેલા સરસ્વતીને હિમાલયથી પ્રભાસ સુધીના પ્રવાહના વર્ણનમાં ભૌગોલિક દૃષ્ટિએ હાલ એક મોટો વધે આવે છે. સરસ્વતી વિનશન આગળ ગુપ્ત થઈ ઘધ્ધર૩૦ સાથે તેને પ્રવાહ મળી ગયો એ મત તે હવે બેટે પડ્યો છે. ગુપ્ત થતી અને બહાર આવતી સરસ્વતી એક વખત અમ્બશિત પ્રવાહથી કચ્છના રણને મળતી એમ ઘણું વિદ્વાને માન્ય કર્યું છે. પરંતુ સરસ્વતી કચ્છના રણના પૂર્વાવતાર સમદ્રને મળતી એ સ્વીકારીએ તો પૌરાણિક આખી યે પરંપરાને વાંધો આવે છે. બીજી બાજથી જતાં કાફીઆવાડ એક વખતે બેટ હતો. એને ગૂજરાત સાથે જોડાયાને બે હજાર વર્ષ પણ હજી થયાં .. નથી.૩૧ સરસ્વતીને લુપ્ત થયાને બે હજારથી વધારે વર્ષ થયાં છે. તે પ્રશ્ન એ થાય છે કે રાજપુતાનાની ભૂમિ વટાવી દક્ષિણમાં આવતી સરસ્વતી ગુજરાત કાઠીઆવાડ વચ્ચેને જલપ્રદેશ ઓળંગી ગીરનાં જંગલ વટાવી પ્રભાસ પાસે સમુદ્રને મળવા શી રીતે ગઈ ? આ વાંછે સરસ્વતી ગુજરાતના દક્ષિણ પ્રદેશ સુધી આવતી જ નહોતી એમ માનનારાઓને ટેકો આપે છે. પુરાણકાર તો પુષ્કર અને અબુંદારણ્યમાંથી આવેલી સરસ્વતી પશ્ચિમમાં સમુદ્રને દેખી (કચ્છના રણને સમુદ્ર) ત્યાં વડવાનલને મૂકવાની આજ્ઞા ન હોવાથી ગુમ થઈ દક્ષિણ સમુદ્રમાં જવા માટે કાઠીઆવાડમાં પ્રગટ થઈ એમ લખી આ ગુંચવણનો નિકાલ લાવી દે છે. આ બન્ને પૌરાણિક વાતોથી સ્પષ્ટ થાય છે કે સરસ્વતી કચ્છના રણના સમુદ્રને મળતી નથી પણ તેની
એટલામાં અને દ્વારકાં મૂળ દ્વારકા પાસે કે એટલામાં હોય તો વધારે બંધ બેસે. જોકે અનુક્રમ તે મહાભારતને ખરે છે જ નહિ અને એ ગ્રંથે નાળો પણ નથી. પાઈટર દ્વારકાને પણ હાલના દ્વારકાની જગ્યાએ માનતા લાગે છે. ૨૯ Sachau's Al Baruni 1. 261. (Trubner's) અલબરૂની પાછળનાં પુરાણોને માનવા લાગે છે. સોમનાથથી એક તીર પડે એટલે છેટે સરસ્વતીને માને છે. પરંતુ નવાઇની વાત એ છે કે અલબરૂની (ઇ.સ. ૧૦૩૦) સરસ્વતી અને ગંગાના મુખની વચ્ચે નર્મદાનું મુખ ભરૂચ પાસેનું આવેલું છે એમ લખે છે. આમાં છે. કેટલું એની એને ગમ નથી પરંતુ સરસ્વતી નર્મદાના મુખથી પશ્ચિમમાં મળતી એટલું ચોખ્ખું થાય છે. ૩૦ પંજાબની એ જ નામની એક નદી. એને પટ પણ આજે સુકાએલો છે. કેટલાક એને જ સરસ્વતી માને છે. 31 481241916 131247 ų 44. XXX "And Probably so recently as two thousand years ago this Peninsula was an island.” પુરાણે હાલના સ્વરૂપમાં લખાયાં તે સમયે કાઠીઆવાડ ગુજરાતની ભૂમિ સાથે જોડાવાની શરૂઆત થઈ હોવી જોઈએ અને ગુજરાત કાઠીઆવાડ વચ્ચે પહેલાં શું હતું એ પરંપરા ભલાઈ હેવી જોઈએ
For Private and Personal Use Only