________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
પરિશિષ્ટ ગ
મળતી અને તે દક્ષિણ-પશ્ચિમના સમુદ્ર એ પણ સત્ય છે.૨૫ વૈદિક સમયમાં કચ્છનું રણ અને સિંધુ તથા સરસ્વતીના મુખપ્રદેશ સિવાયના હિંદુસ્તાનના બધા ભાગ હાલ છે તેથી કઈ રીતે ખાસ જુદા આકારનો નહાતા અને જલસ્થલ વિભાગમાં ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ થવાના ફેરફારો થઈ ચૂક્યા હતા.ર૬ એટલે સરસ્વતી જે સમુદ્રને મળતી તે સમુદ્ર કાં ા અરબી સમુદ્ર અગર તેા એને કાઈ ભાગ એ વાત પણ
સત્ય જ છે.
પ્રભાસ સુધીના રસ્તા
હવે આ સરસ્વતી પ્રભાસ આગળ સમુદ્રને મળતી એમ મહાભારતાદિ કહે છે.૨૭ મહાભારતના શલ્યપર્વમાં એ વાત સ્પષ્ટ લખેલી છે. પરંતુ વનપર્વમાં પુષ્કરથી તીં ગણાવતાં અદ્ભુદ પછી પ્રભાસ, તે પછી સરસ્વતી સાગરસંગમ, તે પછી દ્વારકાં અને તે પછી સિંધુ સાગરસંગમ એમ કહે છે.૨૮ એટલે સરસ્વતી
૨૫ પુરાણા અને માહાત્મ્ય અને મહાભારતમાં જયાં સરસ્વતીના ઉલ્લેખા છે ત્યાં તે વડવાનલને નાખવા પશ્ચિમ—દક્ષિણ સમુદ્રમાં જાય છે એવા ઉલ્લેખ છે.
૨૬ અમરનાથદાસ (India & Jambu Island) અને કેટલાક યુરૈપિયને ડાલેમીનેા ભૂલવાળા નકશે. બ્લેઇ એ વખતે (ઈ.સ. બીજી સદી) હિંદના આકાર એવા હતા અને હાલના આકાર દાઢ હજાર વર્ષ પછી થયા એમ માને છે. પરંતુ આ ભ્રમ છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્રિએ વૈદિક સમય (ઈ. સ. ૧૦૦૦ > પૂર્વે) પહેલાં સેંકડો વર્ષ અગાઉ હિંદના હાલના આકાર પશ્ચિમ કિનારાના નાના ભાગ સિવાય થઇ ચૂક્યા હતા અને અરવલ્લીની ઉપરનેા સમુદ્ર જતા રહી હિમાલય બની ચૂકયા હતા. જી.એ. દેરાસરીકૃત ભૂતરવિજ્ઞાન ભા. ૨, ખં. ૩ પૃ. ૧૪૯. પાર્જેંટર (પૃ. ૨૬૦) ધુન્ધુ દૈત્યને છીછરા રેતીથી પુરાયેલા સમુદ્ર આગળ મરાયાનું લખે છે તે રજપુતાનાને સમુદ્ર એમ માનેછે. એનું નામ ઉજાલક લખે છે. પરંતુ એમ માનવાને આધાર નથી આપ્યા. એ કચ્છના રણના જ ભાગ સંભવે છે.
૨૭ સ્કંદપુરાણ, પ્રભાસખંડ. અ. ૨૭ થી ૨૯: મહાભારત શલ્યપર્વ અ. ૩૫. ચંદ્રને ક્ષયરોગના નારા માટે શિવની આરાધના કરવા માટે કહેવામાં આવે છે કે સમુદ્ર પશ્ચિમપરવા સરસ્વરુષ્ટિસંમમ્ || રાયતુàવૈરાં તત: ક્રાન્તિમવાતિ || ७७ || सरस्वतीं ततः सोमः सजगामर्षि शासनात् ॥ प्रभासं प्रथमं तीर्थ सरस्वत्या जगामह ॥ ७८ ॥
૨૮ જુએ પાદળ નેાટ ૨૦. મહાભારત વનપર્વ તીથૅયાત્રાના આ ઉલ્લેખાની નોંધ પાŠટરે Ancient Ind. His. Tradition પૃ. ૨૬૧ નાં. ૧માં લીધી છે. એમાં મહાભારતના આ અનુક્રમને પાછુંટરે ખરા માની લીધેલા જણાય છે. પાર્થેટર લખે છે કે “આબુથી દિક્ષણે’ પ્રભાસ અને ત્યાંથી ‘ઉત્તરે’ સરરવતી સાગરસંગમ; ત્યાંથી ‘દક્ષિણે’ દ્વારકાં; અને ત્યાંથી સિંધુના સુખ આગળ થઇ સિંધુ દ્વારા ઉત્તરમાં જવું. આ મુસારી ઘેાડી જમીનમાર્ગે અને ઘેાડી જળમાર્ગે થઇ હશે.” પાર્કેટર આ શા આધારે લખે છે તે સમજાતું નથી, સરરવતી સાગરસંગમ કચ્છના રણમાં હશે એમ ધારીને આ લખાણ થયું જણાય છે. પરંતુ મહાભારતે લખેલી જગ્યાઓમાં અનુક્રમ જેવું કાંઈ છે જ નહિ. એ લખાણના અર્થ સાંનિધ્ય કે સાહચર્ય એથી વધારે થતા નથી. વનપર્વમાં તીર્થયાત્રામાં પુષ્કરથી ઉપડી એકદમ ઝંખુમાર્ગ કહી સ્થાણુતીર્થાદિ બેચાર તીર્થં ગણાવી એકદમ (શ્લે. ૫૫) દક્ષિણાદધિને મળનારી નર્મદાનું તીર્થ કહે છે અને તે પછી તરત જ ચર્મવતી (Àા. પ૬) ચંબલ-નદી ગણાવે છે. બલ રજપુતાનામાં અને નર્મદાનું સુખ ગુજરાતમાં એ સૈા જાણે છે. ચંબલ પછી (શ્લા. ૫૭) આબુ અને તે પછી તરત જ (ક્ષેા. ૬૦) પ્રભાસ કહે છે. આ ઉપરથી મહાભારતમાં ક્રમ ભાઞાલિક સ્થિતિ પ્રમાણે નથી, કોઈપણ યાત્રાળુ આબુથી દક્ષિણે પ્રભાસ જઈ ત્યાં પાસે આવેલું દ્વારકાં મૂકી દઈ પાર્થટર કહે છે તેમ સરસ્વતી સંગમે ઉત્તરમાં જઈ દ્વારકાં માટે પાછે દક્ષિણમાં ઊતરે અને સિંધુના મુખ માટે પા। ઉત્તરમાં ચડે, એવું બને નહિ અને એવા ગાંડા યાત્રાળુ હોય પણ નહિ, અર્થાત્ પાર્કેટર સરરવતીનું મુખ ખેાટી જગ્યાએ ધારીને આવા અસંભવિત તર્ક કરે છે. સરસ્વતીનું મુખ પ્રભાસની પાસે જ હોય તે તે ત્યાં અને પાસે જ આવેલા દ્વારમાંમાં જાય એ સંભવિત છે. આ વાત સરસ્વતીનું મુખ ગેાપનાથ પાસે કે પ્રભાસ હાલ છે ત્યાં કે
For Private and Personal Use Only