________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ આ
૧૭૯ | કેવી રીતે આવ્યો એ એક મેટો કોયડે ઉકેલવા જેવું છે. આ કારણથી ઘણું સરસ્વતીને વિનશન આગળ
જ લુપ્ત થઈ માને છે. ઘણા એને ઘધ્ધર નદીના પ્રવાહ સાથે જોડે છે, અને સતલજ સાથે મેળવે છે.૨૧ કેટલાક મૂળથી જ એને સિંધુની શાખા અને સિંધુને મળતી જણાવે છે તથા વૈદિક વર્ણનને માન્ય રાખનારા કે ટલાક છેવટે એટલે સુધી માને છે કે મૂળ વૈદિક સરસ્વતીને પ્રવાહ કચ્છના રણને મળતા.૨૨ કચ્છનું રણ એ વખતે સમુદ્ર હતો.૨૩ સિંધુ અને સરસ્વતીની વચ્ચે હાલનું રાજપુતાના અને થરનું રણ આવેલું છે તે વિસ્તાર બહુ નાને હતે. અગર તો ત્યાં રહ્યું હતું જ નહિ અને એને બદલે ફળદ્રુપ જમીન હતી.૨૪ રાજપુતાનાના રણમાં થઈ સરસ્વતી કચ્છના રણમાં મળતી. આ બધા મતના લેખકો પૌરાણિક વર્ણનને હસી કાઢે છે. સિદ્ધપુર-પાટણ પાસેની સરસ્વતી અને પ્રભાસ પાસે માત્ર જુદી નાની નદીઓ અને ગંગા વગેરે પવિત્ર નદીઓનાં નામ બીજી નદીઓને આપવાને અને એ નદીઓનાં તીર્થોનાં બીજે સ્થાપન કરવાનો રિવાજ પ્રાચીન કાળથી હતા એમ એ માને છે અને ગુજરાતની હાલની બે સરસ્વતી નદીઓને વૈદિક સરસ્વતી સાથે સંબંધ નથી એમ સ્પષ્ટ કહે છે.
હવે એ પ્રાચીન સરસ્વતીનો પ્રવાહ ક્યાં હશે એ બાબત બીજો ઉપલબ્ધ સાધનોથી ઘેડ વિચાર કરવા પ્રયત્ન કરીએ. સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળતી એ વાત સત્ય છે. એ સ્વતંત્ર રીતે સમુદ્રને
૨૧ આ માટે નંદલાલદે કત Geographical Dictionary of Ancient Indiaમાં સરસ્વતી શબ્દ જુઓ, યુરેપિયને જ આ મત માને છે. નંદલાલ બાબુ ફક્ત સરસવતીઓ જુદી ગણાવે છે. 32 Pargiter: Anc. Indian His. Tradition; 24 Anantprasad Banerjee Shastri: Asura in India. Gates of India: 137: Sir Thomas Holdich P. 27, 144. હોલ્ડીશ અને ગેઝેટીઅરોના લેખકે સરસ્વતીને કચ્છના રણમાં સ્વતંત્ર નહિ તો સિંધુ જે કચ્છના રણમાં મળતી હતી એમ એ લોક માને છે તેને સરસ્વતી મળતી હતી એમ છેવટે માને છે. ૨૩ Sir T. Hollich P. 144. Cutch Gaz.P. 15. ઈ.સ. પૂર્વે સિકંદરે ચઢાઈ કરી ત્યારે એ વહાણ મારફતે સિંધુમાંથી કચ્છના રણના સમુદ્રમાં આવે . હાલ રણ છે તે મોટા સરોવર જે દરિયો હતો એમ એના વર્ણનમાં લખેલું છે. પરિપ્લસના વર્ણનમાં કાદવ છતાં વહાણ જઈ શકે એવું હતું. (ઈ.સ. ત્રીજી સદી). પરિપ્લસ પછી એક હજાર વર્ષ પછી પણ સિંધુને મેટો ભાગ કચ્છના રણમાં થઈ દરિયામાં જતો, વધુ માટે જુઓ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૫. કચ્છ ગેઝેટીઅર પૃ. ૮માં લખે છે કે પશ્ચિમ હિંદના રેતાળ પ્રદેશો કેવી રીતે બન્યા તેને ખુલાસો કચ્છની ભૂમિથી જડતો નથી. કચ્છની ભૂમિ દરિયાઈ કીચડ (salt) અથવા જળમળથી બની હોય એમ સિદ્ધ થતું નથી. દરિયાઈ તનું કાંઈ અશ્મીભૂત અવશેષ (fossiles) કરછમાં જડતું નથી. તેથી ઊલાં નદીના અવશેષો જડે છે. એ ઉપરથી કરછ સિંધુ આદિ પંજાબની નદીઓથી બન્યો હોય એ સંભવ મજબૂત બને છે. ૨૪ Sir T. Holdich P. 144. આ લેખક રણ હતું પણ સિંધુ અને સરસ્વતીની વચ્ચે બહુ નાનું હતું એમ લખે છે. પાર્જીટર પણ એમ માને છે પણ ત્યાં છીછરો સમુદ્ર હોવાનું માને છે. ખરી રીતે સિંધુ, બીઆસ આદિ નદીએ ખસી ગઈ અને સરસ્વતી આખી ઊડી ગઈ તેથી મેટું રણ થયું. હસ્તિનાપુરથી દ્વારકાં સરસ્વતીને રસ્તે જતાં મહાભારતાદિમાં રણને ઉલ્લેખ મળતો નથી અને રણ હતું જ નહિ એ મત વધારે સબળ લાગે છે. એ જગ્યાએ ફળદ્રુપ ભૂમિ હતી.રજપુ ભાગમાં સમદ્ર નહતો. એ માટે જુઓ lnd. His. Ourt. VIII. 2. 354. મહાભારત અને ભાગવતમાં એવી રસાસ્વત વગેરે ભાગમાંથી જતાં રણનો ઉલ્લેખ મળતો નથી. રણ નદીઓ ગયા પછી થયું છે. ભિન્નમાળ આગળસમુદ્ર હોવાની દંતકથા છે તે સિંધુની શાખા કે બીઆસ હોવાનો સંભવ છે. એ જગ્યાએ કચ્છનું રણ પાસે હોવાથી મુખ હોવાને લીધે નદી સમુદ્ર જેવડી પહોળી હશે.
For Private and Personal Use Only