________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ માં
१७७ જુદાં સૂકતો પણ છે.૧૫ અને વિવેદેવની સ્તુતિઓમાં સરસ્વતીને સ્થાન મળેલું છે. પૌરાણિક સરસ્વતી
વતીના પૌરાણિક વર્ણનમાં મૂળ વૈદિક સરસ્વતી અને હાલની ત્રણ જુદીજુદી સરસ્વતીઓને એક ગણવાને પ્રયત્ન થએલો છે. આ પ્રયત્નમાં કેટલુંક અસંગતપણું છે. પરંતુ એમાં કેટલીક પરંપરા પણ જળવાઈ રહેલી છે. એ બધા વર્ણનના પૌરાણિક સ્વરૂપની પાછળથી એ ટલું સત્ય જણાઈ આવે છે કે સરસ્વતી મૂળ એક જ નદી અને તેનો પ્રવાહ લુમ છે. હાલ ત્રણ જુદા જુદા મૂળમાંથી નીકળતી સરસ્વતીને પવૅતથી સમુદ્ર સુધી અખલિત વહેતી અસલ સરસ્વતી સાથે ઘ ટાવવાને આ ગુપ્ત થવાની બીનાએ પૌરાણિને બહુ મદદ કરી છે. હિંદુઓએ કર્મવાદથી જેમ સંસારની વિષમતાને ફડ કરી નાખે છે તેમ પૌરાણિએ વડવાનલથી ગુમ થતી સરસ્વતીના હાલ જુદા પણ મૂળ એક એવા પ્રવાહનો ફડચે પણ કરી નાખ્યો છે. અને એ કારણથી નદીઓ ઉડાવી દેવાની મળેલી સ્વતંત્રતાને લીધે હિમાલયમાંથી નીકળતી સરસ્વતીને પ્રભાસ પાસે લાવીને સમુદ્રમાં મેળવી છે.
મૂળ આગળ તો વૈદિક અને પૌરાણિક સરસ્વતી એક જ છે. પૌરાણિક સરસ્વતી વિનશન તીર્થમાં નાશ પામી-ગુમ થઈ ગઈ. ત્યાંથી કુરુક્ષેત્ર અને પુષ્કરમાં થઈને અબુદારણ્યમાં આવી. ત્યાંથી અનેક તીર્થો આગળ વહીને વડવાનલને ધારણ કરીને આવતી સરસ્વતી ઝીલાણ તીર્થ આગળ આવી અને ત્યાંથી સમુદ્ર દેખાવા માંડ્યો પણ તેમાં વડવાનલને નાખે નહિ પણ ગુપ્ત થઈ સરસ્વતી આગળ ચાલી. ત્યાંથી કુષ્માંડેશ્વર આદિ તીર્થો વટાવી શત્રમર્દન અને કૃતમ્મર પર્વત પાસે થઈ પ્રભાસ આગળ સરસ્વતી સમુદ્રને મળી, વડવાનલને એ સમુદ્રમાં પધરાવ્યો. પ્રભાસ આગળ પૌરાણિક સરસ્વતી સાગર સંગમ મનાય છે. આ પ્રમાણે સરસ્વતીના પ્રવાહની હિમાલયથી સમુદ્રસંગમ સુધીની પરંપરા છે. આ લાંબા પ્રવાહમાં
વગેરે બધું ગગાને લગાડવું. સગર પુરોને તારવા માટે ભગીરથે ઉતારેલી ભાગીરથી ગંગાતે હાલની ગંગા નહિ પણ સરસ્વતી. તે ચર્ચા આગળ કરીશું. ગંગા, સિંધુ અને સરરવતી વગેરે સાત પ્રવાહો સપ્તર્ષિઓ માટે ભાગીરથીએ બનાવ્યા એમ પુરાણો કહે છે. એટલે ગંગાની પેઠે સરરવતી પણ ભાગીરથી થઈ. હાલ ભાગીરથી એકલી ગંગાને કહે છે. શાંતિપર્વ કહે છે કે બ્રહ્મર્ષિઓ તપ કરતા હતા ત્યારે બ્રહાનો શબ્દ કાને પડશે અને સ્વર્ગમાંથી સરસ્વતી ઊતરી. આ બધા ઉલેખ અને વેદમાં ગંગાનું ગણ રથાન સિદ્ધ કરે છે કે સરસ્વતી વૈદિક કાળમાં મુખ્ય નદી હતી અને તે લુપ્ત થયા પછી ગંગાનું માહામ્ય વધ્યું. ૧૫ સરસ્વતીના ઉલ્લેખો તો વેદમાં અસંખ્ય છે. સિંધુના પણ એટલા નથી, પરંતુ સરસ્વતીને માટે જુદાં સ્તુતિનાં સૂકતો છે. (૬-૬૧, ૭-૮ અને ૯૬) એ સિવાય વિશ્વદેવાનાં સૂકમાં એના મંત્ર છે. સરસ્વતીને વિદ્યાદેવી અને મારી આજે આપણે માનીએ છીએ તેને બદલે અન્વેદમાં આ વર્ણને શું બતાવે છે? વિદ્યાને બદલે દ્રવ્ય વગેરે સમૃદ્ધિ, પત્ની, સંતાન, રક્ષણ, ફળદ્રુપતા વગેરે માટે સરર્વતીને સ્તવે છે. (ક્વેદ ૭-૮૫ અને ૬) કુમારિકાને બદલે એને પતિ સરસ્વાન કહ્યો છે અને વીર પત્ની કહી છે. સરસ્વતીની પરંપરા તદન લુપ્ત જેવી થઈ છે એમ આ વાત વ્યક્ત કરે છે. ૧૬ ક. ૬-૬૧-૧૨માં સરસ્વતીને ત્રણ મૂળમાંથી નીકળતી કહી છે. ૧૧મા મંત્રમાં આકાશ અને પૃથ્વી ભરી દીધાં એમ લખે છે. સાયણ અને અર્થ ત્રણ લોકમાં રહેનારી એ કરે છે. પરંતુ આ વર્ણન સરસ્વતીનું તે ગંગાને પાછળથી લાગ્યું એમ ગ્રીથનું માનવું ઠીક જણાય છે. (Tr. of R. Veda I.692 note) અથર્વવેદ ૬-૧૦૦માં તણ: સરસ્વત એમ વિષ ઉતારણના સુતમાં પહેલા મંત્રમાં છે. આનો અર્થ સમજાતું નથી. પરંતુ ઉલ્લેખ ભેગેલિક પણ હોય, નંદલાલ દે એમને ભેગો.લક કોષમાં એનો અર્થ આસિયા, અફઘાનિસ્તાન અને કુરુક્ષેત્ર એમ ત્રણ સ્થળની સરસ્વતી એ કરે છે. સરસ્વતીને અસુરે વગેરે સાથે સંબંધ આગળ બીજા પરિશિષ્ટમાં ચર્ચીશું. વૈદિક સમયની હિમાલયમાંથી નીકળતી ત્રણ નદી સરસ્વતી સાથે એક પ્રવાહે મળીને વહેતી એટલે ત્રણ મૂળ કહે છે એમ જણાય છે.
For Private and Personal Use Only