________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિશિષ્ટ ગ્
૧૭૧
સ્તંભપુરમાં જઈ રાજ્ય કર્યું.૭૦ આ વિષ બતાવે છે કે પુરાણકારને ખંભપુર કે સ્તંભતીર્થ નામની પરંપરાની ખબર નથી. સ્તંભાકાર શિવલિંગ ઉપરથી એ નામ પડેલું એની સાથે ખીજી અનેક પરંપરાએ મેળવીને કારણે આપેલાં છે. સ્તંભ નામના દેવના પુરાણકારે કરેલા ઉલ્લેખ ઉપર જોયા. આ બધું સિદ્ધ કરે છે કે પુરાણકારે આપેલાં કારણા ખરાં નથી. પરંતુ ખંભાતને સ્થળે પહેલાં સ્વતંત્ર સ્તંભ કોઇ પણ દેવના સ્વરૂપમાં પૂન્નતે હશે. કંભ અગર લિંદ્ભવ મૂર્તિના રૂપમાં પણ પૂજા થવાનો સંભવ છે. કાળે કરીને થએલા કુદરતી દટંતરે આદિ ઉત્થાનામાં એ પૂજા લુપ્ત અગર ગુપ્ત થતાં જ્યારે રુદ્ર શિવ સાથે લિંગપૂ મળી ગઈ ત્યારે જે જે સ્વરૂપમાં સ્તંભેા પૂન્નતા તે બધાં શિવનાં લિંગ ગણાવા લાગ્યાં૭૧ સ્વતંત્ર શિશ્નપૃશ્ન પણ શિવલિંગપૂનમાં સમાઇ ગઇ. પ્રાચીન પાશુપત સંપ્રદાય જ્યારે લકુલીશાચાર્યે છેવટના રૂપમાં સ્થાપ્યા ત્યારે ગૂજરાતના કિનારે એ મતનું મુખ્ય કેન્દ્ર બન્યું.૭૨ નર્મદાના કિનારાથી સિંધુના મુખ સુધી અને મારવાડથી મૈસુર સુધી એ મત ખૂબ વ્યાપ્યા. એ સમયમાં આવા અનેક લિંગ-સ્તંભા સ્વયંભૂ શિવલિંગ તરીકે પૂજાવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તંભ-ખલ. લિ’ગે૬ભવ મૂર્તિ
કુંભની ભાવનાવાળા લિંગાદ્ભવ મૂર્તિને સ્તંભાકાર કરવાનો પ્રતિમાવિધાનના શાસ્ત્રમાં આદેશ છે. સ્તંભપૂજનમાંથી ઉદ્દભવેલાં આવા પ્રકારનાં લિંગે જ્યાં પૂર્જાતાં હોય તેવાં સ્થળેાનું નામ ખંભ ઉપરથી થએલું એમ માની શકાય. ગુજરાતના કિનારા એ રીતે રસ્તંભ પૂનના સંસર્ગમાં પ્રાચીન કાળથી હાવાથી અને પાશુપત મતને લકુલીશાચાર્યે કરેલેા પ્રચાર પણ ગુજરાતમાં હોવાથી આ દેશમાં દરેક જાતનાં લિંગની સ્થાપના ખીન્ન સર્વ દેશેા કરતાં વધારે હતી;૭૩ અને ખંભ નામથી શરૂ થતાં એ નામેા દ્રાવિડ પ્રાંતામાં મળે છે તે ઉપરાંત એવાં નામેા ફક્ત ગૂજરાત કાડીવાડમાં જ વધારે છે. ખંભાળીઆમાં તે ત્યાંના શિવના લિંગને જ ખામનાથ કહે છે અને ખામને અર્થ થાંભલે તે આગળ જોયું. સ્તંભ ઉપરથી ખંભ નામવાળાં૭૪ ગામેા ગુજરાતમાં વધારે છે તે માનવા સાથે ગુજરાતમાં ૫૦૦૦ વર્ષ પૂર્વે વસ્તી હતી એમ માનવું પડશે. મેહેન એ ડેરાની શેાધથી જણાય છે કે અરબી સમુદ્રના આખા ચે કિનારા ઉપર વસ્તીના પરસ્પર સંબંધ હતા. અને ગુજરાતમાં ખંભાતના અખાતમાં નર્મદાના મુખ સુધી સિંધુની સમાન સંસ્કૃતિ હોવાનું મનાય છે.૭૫ એ ચર્ચા આગળ કરીશું. આ પ્રમાણે ખંભાત નામ ખંભાતના
૭૦ કું, પુ, કા, ખં. અ. ૨૧. પછીના અધ્યાયમાં એને શાર્વિકતીર્થ કહે છે.
૭૧ એવા કેટલાક સ્તંભે। શિવલિંગા તરીકે પૂજાયાનું આગળ જણાવી ગયા છીએ.
૭૨ પાશુપત મત નર્મદાકિનારે ડભેાઇ પાસે આવેલા કાયાવરોહણ-કારાવણ-માંથી શરૂ થયા અને ઐતિહાસિક લકુલીશાચાર્ય ત્યાં થઈ ગયા એ હવે સિદ્ધ વાત છે. જૂના વખતમાં દક્ષિણના નાગપટ્ટણ અને કુંભકાણમને કાયાવરહણ કહેતા, એ બતાવે છે કે રોવાના આ મતના સ્થાપક મુખ્ય સ્થળનું નામ લતા જ્યાં ઠીક લાગ્યું ત્યાં લઈ ગયા, ઉત્તરમાંથી આવાં નામ દક્ષિણમાં ગયાં છે તે બાબત આગળ જોઇશું. (ગેપીનથ રાવ. II. I. P. 18.)
૭૩ સ્તંભ–લિંગપૂજાને શિવલિંગપૂજા સાથે ઐતિહાસિક સમયમાં સંબંધ પાશુપતે એ નÖદાકિનારે પહેલા કર્યાં. બ્રહ્માએ પહેલું લિંગ હાટકેશ્વરનું સ્થાપ્યું એ આનર્તમાં. લિંગપૂજ્રના આ દેશ સાથે આવા પ્રાચીન સંબંધથી નદામાં કંકર એટલા
શંકર મનાયા.
૭૪ એક કરતાં વધારે ખંભાળીઆ અને ખાંભા; ખંભાલી, ખંભેાળજ, ખંભળાવ, ખંભાળા અને ખાંભડા. આટલાં ગૂજરાતકાડીઆવાડમાં છે. થંભ નામવાળું થામણા સિવાય એકે નથી. દક્ષિણમાં મદુરા જીલ્લામાં કંબમ્ અને કરનુલમાં કંમમ્ છે. ૭૫ Marshall: Mohenjo Daro. I. P. 95: કેટલીક ચીજો કાઠીઆવાડ વગેરેમાંથી જડી છે તે ઉપરથી લખે છે કેઃ
For Private and Personal Use Only