________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ લા
સરસ્વતીને પ્રવાહ એની સાથે ખંભાતના અખાતને સંબંધ
દસ્તાનના ઇતિહાસમાં બનેલી સત્ય બીના છતાં જેમાં અનેક શંકાઓ ઊઠે છે અને જેને માટે વેદથી
9 માંડીને પૌરાણિક પરંપરાઓના આધારે લઈ અનુમાન માત્ર કરવાં પડે છે તે સરસ્વતીના પ્રવાહની વિચિત્ર ઘટના છે. વાદેવતા તરીકે સરસ્વતીનું નામ કોઈ હિંદુથી અજાણ્યું નહિ હોય. એ નામની નદીઓ છે એ તો ભૂગોળ ભણનારાઓ જાણે છે. પરંતુ એ નદી કયાંથી નીકળી કયાં ક્યાં વહીને કયાં કોને મળી અને એનો વાÈવતા સાથે કોઈ સંબંધ ખરે કે નહિ એ માટે આજે આપણે બું ટક આધારે ભેગા કરી ચર્ચા કરવી પડે એ હિંદુસ્તાનના ઈતિહાસ-ભૂગોળની એક વિચિત્રતા છે. સરસ્વતી નદી-દેવી
સરસ્વતી એટલે પાણીવાળી. કઈ પણું નદી-પ્રવાહનું એ વિશેષણ થઈ શકે. પણ અહીં ખરી વાત એમ નથી. હિંદુસ્તાનની એ સૌથી પવિત્ર અને મોટી પ્રાચીન નદી હતી. ત્રવૃંદના સમયમાં એનું સ્થાન મોટી નદીઓમાં હતું. સરસ્વતીની સ્તુતિએ વેદમાં થએલી છે. જુદી સ્વતંત્ર નદી તરીકે એનું વર્ણન છે. એને નદીઓમાં દેવી સ્વરૂપે માની સ્તુતિ કરેલી છે.૧ વાચા દેવી તરીકે સરસ્વતી ઋવેદના સમયમાં મનાતી નહોતી. જે એકબે મિત્રોમાં એવો વનિ નીકળે છે તે ખેંચીને કાઢવો પડે છે. બાકી તો બધી જગ્યાએ
એને નદી-દેવી તરીકે માનેલી છે. એ નદી-સરસ્વતીમાં વાચા દેવીને અધ્યાપ પાછળથી થએલો છે.૩ હાલની ત્રણ સરસ્વતી
આપણે હાલ ત્રણ સરસ્વતી નદીઓ જાણીએ છીએ. એક કાશ્મીરના ડુંગરમાંથી નીકળી પતિયાળાના - રણમાં અદશ્ય થતી. બીજી ગૂજરાતમાં અંબાભવાની પાસે કોટેશ્વર પાસેથી નીકળી કચ્છના રણમાં મળતી. ત્રીજી ગીરના જંગલમાંથી નીકળી પ્રભાસ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ પાસે મળતી નદી. સરસ્વતી અને એનાં તીર્થોનાં વર્ણન દરેક પુરાણમાં ઓછા વધતા પ્રમાણમાં આવે છે. કેટલાંક પુરાણે આ ત્રણે સરસ્વતીને એક જ માને છે. પાશ્ચાત્ય વિદ્વાનો અને એમને માનનારાઓ મૂળ વૈદિક સરસ્વતી પતિયાળાના રણમાં વિનશન તીર્થમાં લુપ્ત થઈ તેને જ માને છે. બીજી સરસ્વતીઓ તે એ મૂળ ઉપરથી બીજી નાની નદીઓનાં નામ પડયાં એમ માને છે.
૧ કદ-સંહિતા. ૨-૪૧-૧૬. અં િતને નહી તમે કેવી તમે સરસ્વતિ છે. ૨ ચારક સરસવતીને દેવતા અને નદી એમ બે રૂપે માને છે. દેવતા એટલે નદી દેવતા વિગ્રહ સ્વરૂપમાં વાવતા નહિ. તત્ર સરસ્વતીતિ તસ્ય નવીદેવતાવશ નિયામાં મન્તિ માં સરસ્વતી એટલે પાણીવાળી એમ પણ નિરતમાં કહેલું છે. સરસ્વતીને વાચદેવી સાથે જોડી દેવાનું કદ ૧-૩-૧ર. મો ૩: સરસ્વતી મતિ તુના ધિયો વિશ્વા: વિનતિ . એ ઉપરથી કેટલાક ધારતા હશે. પરંતુ એ મિત્રને સરસ્વતીને વાચા દેવી તરીકે અર્થ સંબંધ વગરનો છે. ૩ અવેદ પછી એ અધ્યાપ થએલો જણાય છે. Muirs Sanks. Texts V. 342. ૪ મેકડેનેલ વગેરે.
For Private and Personal Use Only