________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૭૩ લાટ નથી કહેતા પણ ખુલા ઊભેલા ખંભને લાટ કહે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે. હિંદીમાં અશોકના સ્તંભને અને ફિરોઝશાહના સ્તંભને લાટ૮૦ કહે છે. એકલા ઊભેલા મિનારાને ૫ણું લાટ કહે છે. બદ્ધ સ્તૂપને “બુદ્ધકીલાટ કહે છે. એટલે સ્તૂપને પ્રચંડ લિંગ કે સ્તંભ સમજી એમ કહેતા હશે. ગૂજરાતીમાં રતંભ જેવા પાતળા લાકડાને લાટ કહે છે. દાખલા તરીકે ઘાણીની લાટ, ચીંચવાની લાટ. એ શબ્દ કયી ભાષાને એ હજી સુધી નક્કી નથી થયું. હિંદી અને ગુજરાતીમાં કયાંથી અને કેવી રીતે આવ્યું તે પણ જણાયું નથી. જુદાજુદા દેવોને તંબાકારે પૂજતી પ્રજાઓમાં સ્તભ અગર તે તે દેવોનાં નામો જેમાં તેમાં સ્તંભને પર્યાય લાટ કોઈ પ્રજામાં હોવાનું જણાયું નથી. કદાચ તે પ્રજા અગર તો એ શબ્દપ્રયોગ ત્યાં લુપ્ત થયો હોય. પરંતુ લાટ એટલે ખંભ એ તો સ્પષ્ટ જ છે.
કાળે કરીને સ્તંભના પશ્ચિમ એશિયાના દેશમાંથી અસ્ત થતી ગઈ. પણ હિંદના પશ્ચિમ કિનારે એનું જબરું થાણું સ્થપાયું હતું. લાર શબ્દનો પ્રયોગ આપણે ટૉલેમી એટલે ઇસ્વીસનની બીજી સદીથી જઈએ છીએ. તે પહેલાં કેટલીક સદીઓથી પાશુપત મત પશ્ચિમ હિંદમાં સ્થપાયો હતો. એટલે જે કિનારે ખંભાકાર શિવલિંગની પૂજા ઘણું જોરમાં ચાલુ રહી એ પ્રદેશને પરદેશીઓએ લાર અગર લાટ નામ આપ્યું હોય એવો સંભવ દેખાય છે. એ પૂજા જેમ જેમ સંકોચાતી ગઈ, તેમ તેમ લાટની સીમાં પણ સંકેચાતી ગઈ, અને નર્મદાતટે પાશુપતાચાર્યનું ઉદ્ભવસ્થાન હોવાથી અને ગુજરાત કાઠીઆવાડને ખંભાતના અખાતને એ કિનારો લિગ સ્થાપનથી ભરપૂર હોવાથી૮૧ એ ભાગનું નામ લાટ રહી ગયું. લાટ એટલે સ્તંભ' એ હિંદની બહારને શબ્દ પાછળ ઈજીમ વગેરે જગ્યાએ સેથ અગર સેત અગર સાત (Seth, set or Sat) કે જેને પહેલો અક્ષર ફરી જઈને તેટ (Tet) થયું એની તંબાકારે પૂજા થતી. મિ. વેસ્ટૉપ લખે છે કે હિંદુસ્તાનમાં સ્તંભના અર્થમાં અશોક, બુદ્ધ વગેરેના સ્તંભને માટે “લાટ” શબ્દ વપરાય છે તે માત્ર આ ફિનિશિયન સેમેટિક દેવ તેટ,સેટ કે સેથનું બીજું રૂપ છે.૮૨ અહીં “સ” અગર “તને “લ” શી રીતે થયો તે મિ. વેસ્ટૉપ સમજાવતા નથી. જે લાટ શબ્દ પશ્ચિમ એશિયાની કઈ ભાષામાંથી આવ્યો હોય અગર તે ભાષાઓમાંથી કોઈ શબ્દનું ભ્રષ્ટ રૂપ હોય અને એનું સંસ્કૃત ગ્રંથકારેએ લાટ નામ આપ્યું હોય તો તે ભાષાઓમાં અક્ષરોના ફેરફારના નિયમો સમજવાથી ખબર પડે. આ વાતનો નિર્ણય તો ઇજીપ્તથી હિંદ સુધીની બધી જૂની નવી ભાષાઓ એકસાથે જાણનાર ભાષાશાસ્ત્રી કરી શકે. પરંતુ મિ. વેસ્ટરપનો અભિપ્રાય ભાષાશાસ્ત્રીની દષ્ટિએ નહિ તે બીજી રીતે પણ ખરો હોય એમ લાગે છે અને હિંદના પશ્ચિમકિનારાનો પશ્ચિમ એશિયાના દેશો સાથે પ્રાચીન સંબંધ, સ્તંભ પૂજા અને લિંગપૂજાની વ્યાપકતા-એ બધું સાથે લેતાં લાટ
૮૦ હિંદી શબ્દકે લાટને સંસ્કૃત થઇ ઉપરથી ઉપજાવે છે, પણ એ વ્યુત્પત્તિ ખોટી છે એમ વિદ્વાનો મત છે. ૮૧ ભાગવત સ્કં. ૩ અ. ૧ ગ્લો. ૧૮, « Hodder M. Westropp: Ancient Symbol Worship. y. 4. "The Columns said to have raised by Asoka have reference to the inscribed pillars of Seth. The remains of an ancient pillar, supposed to be a Buddhist LaT is still to be seen at Benares; the word LAT being merely another form of the name Tet, Set or Sat given to the Phoenician or Semitic deity. In the central pillar of the so-called Druidical cirelcs, we have, doubtless a reference to the same primitive superstition, the idea intended to be represented being the combination of the male and female principles."
For Private and Personal Use Only