________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
પરિશિષ્ટ શબ્દ મિ. વેસ્ટરૉપ કહે છે તેમ સ્તંભાકાર “સેથ” વગેરે શબ્દોમાંથી આવ્યો હોય એમ સંભવે અને ગુજરાતના કિનારાનું લાટ નામ છે એનાં જે કારણો આજસુધી આપવામાં આવ્યાં છે તે કરતાં આ વધારે બંધ બેસતું લાગે છે.૮૩ :
સ્કંદપુરાણમાં સ્તંભતીર્થ નામ પડવાનાં કારણોના પરસ્પર વિરોધથી; અરબી સમુદ્રના આખા યે કિનારા ઉપર સ્તંભ-લિંગપૂજાની વ્યાપકતાથી, સ્તંભ પૂજાને ખંભની ભાવનાની એકતાથી, લાટ શબ્દની ઉપર કરેલી ચર્ચા અને એને સ્તંભ-લિંગ અર્થ ખરો માનીએ તો લાટ દેશના મધ્યસ્થ કેન્દ્રમાં ખંભાતનું સ્થળ આવેલું છે તે ઉપરથી; અને તંભ પૂજા–સ્તંભ અને શિવના લિંગની પૂજાનું પાછળથી તાદાભ્ય થવાથી ઉપર જણાવેલા વ્યાકરણના વિક૯પ કરતાં સ્તંભમાંથી ખંભ થવાનું સ્વર અને અર્થ બંને જોતાં વધારે કુદરતી સિદ્ધ થવાથી સ્પષ્ટ થશે કે ખંભાત નામ રમતીર્થ ઉપરથી નહિ પણ સ્તંભતીર્થ ઉપરથી નીકળ્યું છે.૮૪
૮૩ પશ્ચિમ એશિયાના દેશમાં લાત નામની દેવીને ઉલેખ આગળ કર્યો. આ દેવીએ કેટલોક ગોટાળો ઉત્પન્ન કર્યો છે. એ દેશમાં એને અનેક દેવીઓ સાથે મેળવે છે. કોઈ દેશમાં મુખ્ય દેવી તરીકે કે કોઈમાં સામાન્ય દેવી તરીકે આવે છે. તે દરેકનું વર્ણન કરવાનું અહીં સ્થળ નથી, એની મુખ્ય પ્રજા સિરિયામાં થતી હતી અને એ એક વાટવાને પથ્થર હતા એમ બુખારી શરીફ અને અરબી કે ઉપરથી એક વિદ્વાનનું માનવું છે. Enc. of Religion & Ethics Vol. I. માં પ્રાચીન આરઓ ઉપરના લેખમાં એ દેવીને સૂર્યનું રૂપ ગણે છે અને સૂર્ય નારીજાતિ ગણાતો એમ કહે છે. બેબીલોનમાં સૂર્ય નરજાતિ અને દક્ષિણ અરબસ્તાનમાં નારીજાતિ મનાત. (Babylonian's By H.ZiMMERN). અરબસ્તાનમાં ‘કાસી” (gassi) નામની જાતિની એ ખાસ દેવી હતી. ગ્રીક ઈતિહાસકાર Herodotus એને અલિલાત (Alilat) કહે છે અને ચંદ્રપૂજા સાથે જોડે છે. એનાં Allat, Halat વગેરે નામે માલૂમ પડે છે. એ બધાં અલ લાત ઉપરથી થયાં છે. અલ એ અરબી ભાષાના શબ્દોને આગળ લાગે છે. લાત નામ મુખ્ય છે. લાત દેવીને “હદાદ' અને Ashtart “અશતા’ સાથે સંબંધ પાછળ છે. આ બધા દે ખંભાકાર થતા અને એ બધા સૂર્યમાં સમાયા એ પણ જોયું. લાતની મૂર્તિ ઉપર ચંદ્રની કલા કે કિરણ થતાં. આ સંબંધે ઉપરથી લાત ખંભાકાર પથ્થરની મૂર્તિ હતી એમ સમજાય છે. હવે હબી ખુશીર (Elliot Tv. 181) લખે છે કે (શેખ ફરીદુદ્દીન અત્તારને આધારે) મહમૂદ ગઝનવીના લશ્કરે સેમિનાથમાં જે મૂર્તિ જોઈ એનું નામ લાત’ હતું. આ ઉલ્લેખ ઉપરથી ડૅ. બર્ડ લખે છે કે (Bird's Hist. of Guj. B. 39). સેમનાથમાં આરબેની લાતની અર્તિ પૂજાતી અને અરબરતાન અને હિંદમાં પ્રાચીન ધર્મ એક હતે. અરબીના વિદ્વાનેને મત એ છે કે આ ઉલ્લેખ અર્થહીન છે અને મુસલમાન લેખકોએ અરબસ્તાનમાં ઈરલામના પ્રચાર પછી લાત વગેરે મૂર્તિઓને નાશ કર્યો તે મૂર્તિ ત્યાંથી આવી સોમનાથમાં જાય છે એમ નિરાધાર કહપનાથી ઠરાવેલું છે. લાત અને તેમનાથને સંબંધ નથી એ ખરું છે, પરંતુ ફરીદુદીન અત્તારના ઉલ્લેખમાં મહમૂદના લશ્કરે એ મૂર્તિ જોઈ એમ લખ્યું છે એ ખરૂં હોય તો લાતની ખંભાકાર મૂર્તિને એ લશ્કરમાંના કેઈ જાણતા હોય અને તેમનાથના ખંભાકાર લિગને જોઈ એ સરખાપણું લાગ્યું હોય. મહમૂદે તોડવા પહેલાં એ મૂર્તિ અગર લિંગ કેવું હશે તે આપણે જાણતા નથી. પણ એમનાથ એક વખત પાશુપતિનું મોટું થાણું હતું એટલે એ તેડયા પહેલાનું પ્રાચીન લિંગ સ્તંભ જેવું અગર લિગોભવ મૂર્તિ જેવું હોય એમ લાગે છે. કેટલાક એનું વર્ણન્ન લિંગ જેવું અને કેટલાક મનુષ્યાતિ જેવું કરે છે તે એવું હોય તે જ બંધ બેસે. લાત સાથેની સરખામણી પણ ટેકારૂપ છે. તે લાત ખંભાકારે હોય તે ફારસી શબ્દ લાર અને સંસ્કૃત શબ્દ લાટને એની સાથે સંબંધ હશે? સ્તંભાકાર લિંગ સાથે એને સરખાવે છે એ શું સૂચવે છે? આ વાતને નિર્ણય તો સબળ આધાર વગર ન થઈ શકે. ૮૪ દૃશિવના પર્વાવતાર વૈદિક ની ઉત્પત્તિ અગ્નિમાંથી છે એમ વર્ણને ઉપરથી સિદ્ધ થઈ શકે છે. શિવલિંગ પણ વિદી અને અગ્નિ ઉપરથી નીકળ્યું હશે એમ ઘણા વિદ્વાને માને છે. પરંતુ પિરાણિક ઉલ્લેખો અને આગમોના ઉલ્લેખો અને લિંગ ઘડવા માટે શિ૯૫નું વિધાન વગેરે સરખાવતાં તેમજ ઉપરની ચર્ચામાં કુદરતી આકારનાં લિંગે ધ્યાનમાં લેતાં શિવલિંગ પૂજાને
(Phallus Worship) સાથે જ સંબંધ છે એમ સ્પષ્ટ થાય છે. એની સપ્રમાણ વધુ ચર્ચા માટે જુઓ Ele. of Hindu lco. JJ. J. P. 58 to 65. સિદ્ધાન્ત સારાવળી અને કામિકાગમના ઉલેખે (P.62).
For Private and Personal Use Only