________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૧
૧૬૫ ક્ષેત્રપાલને મળતું છે. ૩૪ વેસ્ટ્રપ નામના એક લેખક કહે છે કે હિંદુસ્તાનમાં શિવલિંગની પૂજા એ સ્તંભ પૂજાનું સ્વરૂપ છે. ૩૫ હિબ્રુ અને ફિનિશિયન લોકોમાં શનિ (Saturn)ની પૂજા સ્તંભના આકારમાં થતી;૩૬ અને એનાં જુદાં જુદાં નામ હતાં. હિબ્રુઓના મૂળ પુરુષ એબ્રેહામને સૂર્ય પૂજા સાથે મેળવે છે. મેઝીઝ એને જવાલામય સ્તંભરૂપે દેખે છે અને એ જવાલામય સ્તંભ હિબ્રુઓને દોરે છે. ૩૭ ઇજિપ્તમાં
સેથ” Seth નામનો દેવ હ. એને “સેત' (Set), અગર સાત (Sat) અગર ઘેથ (Thoth) પણ કહેતા. એનો અર્થ ઊર્વે તંભ થાય છે અને એનું મૂળ લિંગપૂજામાં છે. ૩૮ “સંત” અગર સેટરના પહેલા અક્ષરને ફેર થઈ “સેટ (Tet) થાય છે અને એને શનિ સાથે જોડે છે. બેબિલોનમાં એલ (EI) માટે દેવ હતો અને એને પણ શનિ સાથે જોડે છે. ૩૯ મી. વેસ્ટૅપ લખે છે કે શનિ આમ કેટલાક દેવો સાથે એક હોઇ તેનું આયુધ ત્રિશૂળ હતું, અને એનું (શનિનું) પ્રતીક હિંદુસ્તાનમાં શિવના લિંગ તરીકે આવ્યું. શનિના “કિવન” (Kivan) નામને શિવ સાથે જોડવાનો યત્ન કરી શનિ અને શિવની લિંગ-સ્તંભાકાર પૂજાનું મૂળ શિશ્ન જા સાથે જોડે છે. ૪૦ ટોલેમીના મત પ્રમાણે એસિરિયા અને ઈરાનમાં લિંગપૂજાનું ૪૧ યુકેટન (Yucaton)–મંદિરની સામે ઊર્ધ્વ સ્તંભ (upright pillar)–એ લિંગ હતું. આ બધા દેવો પાછળથી સૂર્યદેવમાં સમાઈ ગયા; તેથી તંભ એ બધા દેવોનું પ્રતીક હોવાથી એનો સૂર્ય સાથે પણ સંબંધ છે.૪૩ અને સૂર્ય સાથે જોડાવાથી એમનું મૂળ શિશ્નપૂજામાં હતું એ કાળે કરીને ભૂલાઈ ગયું.૪૪ - આ પ્રમાણે જુદા જુદા દેશોમાં સ્તંભ પૂજન જુદે જુદે રૂપે અને નામે હતું. હિંદુસ્તાનમાં એ શિવના લિંગ સ્વરૂપમાં આવ્યું એમ આ પાશ્ચાત્ય વિદ્વાનોનો મત છે. ૪૫ મિ. વેસ્ટ્રીપ શનિના સ્તંભાકાર
સ્વરૂપ અને “કિવન’ નામને શિવ સાથે જોડે છે તે માટે કોઈ સબળ આધાર આપતા નથી. પરંતુ શોના વ્યાપક સંપ્રદાયે હિંદુસ્તાન અને બહારના ઘણા સંપ્રદાયો તથા દેવદેવીઓને પોતાનામાં લઈ લીધાં છે.૪૬ હિંદના પશ્ચિમ કિનારાના દેશો અને અરબી સમુદ્રના કાંઠાના દેશો તથા પશ્ચિમ એશિયાના
38 Ancient Symbol-worship: Influence of the Phallic idea in the religions of antiquity: by Hodder M. Westropp and C. Staniland pp. 49-52. ૩૫ એ જ પૃ. ૫૧. ૩૬ એ જ પૃ. ૫૩-૫૪. શનિને Kivan કહેતા. ૩૭ એ જ પૃ. ૫૪. વાલામય સ્તંભની વાત શિવલિંગની પરાણિક ઉત્પત્તિને મળતી છે. ૩૮ એ જ પૃ. ૫૬, ૫૯, ૭૫.
જ પૃ. ૫૯. ૪૦ એ જ પૃ. ૭૫. ૪૧ એ જ પૃ. ૨૫. કર એ જ પૃ. ૨૫. અહીં મિ. વિપ મિ. સ્ટીવન્સને મત ટકે છે. ૪૩ એ જ પૃ. ૬૦. ૪૪ એ જ પૃ. ૬૧. જુદા જુદા નામવાળા આ સ્તંભ સૂર્યદેવમાં સમાઈ ગયા. મૂળ ભૂલાઈ જવાથી પાછળથી મટા દે તરીકે પૂજવા લાગ્યા. 84 or 4. 49. In Linga of India we have another instance of the use of Pillar-Symbol. આગળ એના phallic સંબંધ માટે લખે છે, ૪૬ શૈવધર્મ એટલો વ્યાપક છે કે એણે ખાસ કરીને આર્યેતર પ્રાઓમાં ભિન્નભિન્ન સંપ્રદાય અને એમના ભિન્નભિન્ન
For Private and Personal Use Only