________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ આ
૧૬૭ અને મહિષને વરુણને એમ અધિકાર આપ્યા.૫૨ આ સ્તંભ એ ક દેવ? જે આ શબ્દ એ કોઇની ભૂલ ન હોય તો પુરાણકાર અહીં કોઈ પ્રાચીન પરંપરા નેધે છે કે જેની એને પોતાને પણ ખબર નથી. આમાં ગૂંચવણ એ છે કે તારકાસુરના બીજા અસુરની પેઠે ઈષ્ટદેવ શિવ છે. એટલે સ્તંભદેવનું સ્થાન એ ચવી લે નહિ. એટલે આ ઉલલેખમાં કાંઈ પણ વજન હોય તો તે સ્તંભ પૂજા શિવલિંગપૂજામાં સમાઈ ગઈ તે પહેલાંની પ્રાચીન પરંપરાનું સૂચન કરે છે. મહીસાગર સંગમ ઉપર સ્તંભતીર્થ શિવના તંબાકાર લિગને લીધે થયું એમ પુરાણદિથી મનાય છે૫૩ તે સાથે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ત્યાં દેવીનો સ્તંભ હતો તેથી પતંભતીર્થ નામ પડયું એવી પણ એક દંતકથા છે.૫૪ આ પરસ્પર વિરુદ્ધ કથાઓ ઘણું પ્રાચીન કાળમાં સ્વતંત્ર તેમપૂજા હોઈ પાછળથી શૈવ મતની વૃદ્ધિ પછી શિવના
ખંભાકાર લિગમાં ફરી ગઈ હોય એમ કેમ ન સૂચવે ? ખંભ અને શિવલિંગ સ્તમપૂજા ઉપર આટલી ચર્ચા કર્યા પછી હવે ઠંભ ઉપર આવીએ. કુંભનો અર્થ લિંગ-શિશ્ન થઈ શકે એ ઉપર જોયું. એનો અર્થ શિવનું લિંગ થાય કે નહિ તે જોવાનું. સામાન્ય સ્તંભ (ખુલો સ્તંભ)ના અર્થમાં વપરાતા આ વૈદિક શબ્દને અથર્વ વેદે મેટા દેવનું સ્વરૂપ આપ્યું. પણ એમાં એને શિવ સાથે સંબંધ જોડી શકાય એવો ઇશારે પણ કર્યો નથી. આ વસ્તુ એક જ વાતનું સૂચન કરે છે કે ઉપર જોયું તેમ ઈજિપ્તથી હિંદના પશ્ચિમ કિનારા સુધી અનેક દેવોની પૂજા ઘણું પ્રાચીન સમયમાં સ્તંભના રૂપમાં થતી હતી તેને વેદના વાડામાં લઈ લેવા થાંભલાના વૈદિક શબ્દને દેવ માને. થાંભલો અગર ઠંભમાં આ પ્રમાણેને પરમેશ્વરપણાને અધ્યારોપ બીજા વૈદિક સાહિત્યમાં નહિ, પણ અથર્વ વેદમાં થયો છે એ પણ ભૂલવા જેવું નથી; અને એ ચોથા વેદે આયેતર સંસ્કૃતિઓને અપનાવવાનો કેવો ભારે પ્રયત્ન કર્યો છે એ પણ ભૂલવાનું નથી.૫૫ શેવધર્મની પ્રાચીનતા ઈજિપ્તથી હિંદના પશ્ચિમ કિનારા સુધીના વિશાળ પ્રદેશમાં જેમ પ્રાચીન કાળથી અનેક દેવતાઓની અનેક રૂપે પૂજા થતી હતી તેમ શિવની પૂજા પણ થતી હતી. સ્તંભ સ્વરૂપ સ્વતંત્ર લિંગપૂજાની પેઠે
પર સ્કે. પુ. કે. નં. અ. ૨૧. લે. ૩૦ : ચર્મિોનિમિહિર કનેમિર્ચમોરિજા તૈમધ્ય નિવ્રતિસ્થાને મહિષ વગતૈથા છે. પ૩ ૪. ૫. પહેલાં કંદે કરેલા વિજયસ્તંભ અને સ્તંભેશ્વર મહાદેવની વાત અને પછી ગુપ્તક્ષેત્રે સ્તંભ એટલે ગર્વ કર્યો એ બીજી વાત એ છે કારણ પુરાણે સ્તંભતીર્થ નામ માટે આપ્યાં છે. ૫૪ રાજા અભયકુંવરને શહેરના નાશની ખબર મળતાં મૂર્તિ લઈ સમુદ્રમાં ગયે અને મૂર્તિની કૃપાથી બો. સ્તંભની મદદથી સહીસલામત પાછો આવ્યા અને શહેર વસાવ્યું. (ખંભાત ગેઝીઅર પૃ. ૨૧૪). કર્નલ ટેંડ પિતાના Western India ગ્રંથમાં લખે છે કે જાનું શહેર ઠીક ન લાગ્યાથી રાજકુંવરે નવું શહેર અખાતને કાંઠે દેવીના નામનો સ્તંભ ઉભો કરી વસાવ્યું. આ વાતમાં દેવીને સ્તંભ છે. ઉપરની અભયકુંવરની વાતમાં મૂર્તિ લખ્યું છે, પણ કેની મૂર્તિ એ લખ્યું નથી. એટલે સ્તંભ કયા દેવનો એ આ વિધી ત્રણ વાતથી નક્કી થતું નથી. એટલે લુપ્ત થએલી પરંપરાનો કોઈ પ્રાચીન રતંભ એમ ઉપરના અનુમાનને ટેકે મળે છે. ૫૫ અથર્વવેદ માટેની ચર્ચા માટે જુઓ અનરજી શાસ્ત્રી કૃત Asura in India P. 51. હિદને પશ્ચિમ કિનારે અને પશ્ચિમ એશિયા સુધીના દેશોની ધાર્મિક સમાનતા માટે જુઓ SirJ.Marshall સંપાદિત Mohenjo Daro Chap. V. લો. મા. તિલકે ભાડારકર મેમોરિયલ વૅલ્યુમમાં લખેલે અથર્વવેદને લગતા લેખ પણ જે.
For Private and Personal Use Only