________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ છે ખંભ-સ્તંભતીર્થ, લિંગપૂજા અને લાટ દેશ
એ ભાત-ખંભાયત નામ સ્તંભતીને બદલે સ્તંભતીર્થ ઉપરથી નીકળ્યું છે, એ ગયા પ્રકરણમાં જોયું.
૧ કુંભ અને સ્તંભનો અર્થ થાંભલો જ થાય છે. વિદ્વાન હેમચંદ્ર કરેલા વિકલ્પના આદેશથી તંભતીર્થ ઉપરથી સાક્ષાત જ ખંભાઇન્થનું રૂપ ઉપજાવે છે.૧ ડૅ. બુલર સ્તંભતીર્થ નામ યથાર્થ માને છે. પરંતુ ખંભાતમાં આવેલા સ્તંભેશ્વરનું શિવલિંગ ખંભાત નામનું કારણ માની તંભ સાથે મેળ મેળવવામાં ગુંચાય છે. આ વિષય ઉપર જેટલી ચર્ચા વિદ્વાનોમાં થઈ છે એ બધા , શિવનો પર્યાય તંભ શબ્દ કોઇ પણ સપ્રમાણ લેખ કે પ્રથમાં ન હોવાથી ખંભમાંથી ખંભાત નામ સ્વીકારતાં ખચકાય છે. ૩ પરંતુ નામ એટલું તો સૂચવે છે કે સ્તંભ કે સ્તંભ ગમે તેમાંથી નામ થયું હોય; છતાં તેને શિવના ખંભાકાર સ્વરૂપ સાથે કાંઈક સંબંધ છે. ડૅ. બુલર શિવનું નામ સ્થાણુ છે અને એને અર્થ થાંભલો થાય છે એ ઉપરથી શિવનું એવા સ્વરૂપમાં લિંગ ખંભાતમાં હોવાનું ધારે છે. ખંભાત નામ, દંભ-સ્તંભ અને વૈયાકરણે ખંભાતના તંભતીર્થ નામના ઉલ્લેખ પહેલાં અને પ્રાકૃત સ્વરૂપ ખંભાયત બે સદીઓથી વપરાતું હતું એ જોયું. હેમચંદ્રાચાર્યે એમનું વ્યાકરણ રચ્યું તે પહેલાં પણ ખંભાતનું પ્રાકૃત નામ દોઢથી બે સદીઓથી વપરાતું હતું અને ખંભાત સમૃદ્ધ બંદર હતું, એમ આરબોના ઉલ્લેખથી સિદ્ધ થાય છે. હેમચંદ્રના સમય પહેલાં ઘણી સદીઓથી સંસ્કૃત ભાષા બોલાતી ભાષા તરીકે બંધ થઈ હતી. ૪ એટલે ખંભ શબ્દ ઉપરથી ખંભાયત ઉપજાવવું વધારે કુદરતી લાગે છે; છતાં એ વૈદિક શબ્દ કોઈ કારણથી સૂરિજીના ખ્યાલમાં ન આવ્યો હોય એમ સંભવે. ૫ એટલે ત ન ૩ અને ૫ ને વિકલ્પ ખંભાયત નામના પ્રાચીન ચાલ્યા આવતા પ્રયોગને પણ લગાડો હોય. એ જાતના વૈકલ્પિક આદેશમાં, બોલાતી ભાષા સિવાય કોઈ ખાસ નિયમ હોતો નથી. દાખલા તરીકે ત ના અમુક અર્થના શબ્દોમાં થ જ
૧ વ્યાકરણ સંબંધી ચર્ચા સં. ૧૯૬૯-૭૦ના “વસંતમાં અને ૧૯૧૫ના “બુદ્ધિપ્રકાશમાં શ્રી નરસિંહરાવભાઈ અને સી, ડી. દલાલ વચ્ચે ચાલેલી તે જોઈ લેવી. અહીં શ્રી નરસિંહરાવભાઈને મત માન્ય રાખેલો છે. ૨ ખંભાત ગેઝટીઅર (મુંબાઈ ગેઝટીઅર ભાગ ૬, પૃ. ૨૧૧-૧૨). ૩ શ્રી નરસિંહરાવભાઈ ખરી શંકા કરે છે કે હાલ ખંભાતમાં શિવનું મંદિર છે માટે વિશેષક લક્ષણ તરીકે એ ઉપરથી ગામનું નામ ન પડે. શિવમંદિરે તે બધે છે. એટલે એ નામ પડવાનું કારણ પ્રાચીન અને ઊંડું છે એ બતાવવાને આ પરિશિષ્ટને હેતુ છે; પરંતુ કારણ તો કુંભ જ છે. ૪ ઉપર જણાવેલી ચર્ચામાં શ્રી નરસિંહરાવભાઈને મત, પ્રાકૃત ભાષા પણ વેદસમય જેટલી જૂની છે એ કેટલાક ભાષાશાસ્ત્રોને મત છે. ૫ આ બાબતમાં શ્રી નરસિંહરાવભાઈ લખે છે કે: “બાકી એ તો ખરું જ કે ખંભ રૂપ થવામાં તન ‘ત'કારને ખરે સંબંધ નહિ જ હોય, કુંભના જ દ્વારા જ એ વિકલ્પ ઉત્પન્ન થએલો. પરંતુ એ તારતમ્ય હેમચંદ્ર લાધવા કે ગમે તે કારણથી તછ દઈને તના વૈકલ્પિક આદેશે મૂકીને એક સૂત્ર કર્યું હશે.” “વસંતમાં આવેલી ચર્ચા.
For Private and Personal Use Only