________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
પરિશિષ્ટ થાય છે અને અમુક અર્થના શબ્દોમાં વિકલ્પ થાય છે એવા આદેશ છે. જે આપણે ગૂજરાતીમાં થર શબ્દ બોલીએ છીએ તેનું સંસ્કૃત સ્તર છે. પરંતુ તેનો વિકલ્પ ર થતો નથી. કદાચ એ નિયમ કરનારને ખર શબ્દનો અર્થ નથી હશે. સ્થાણુ નું થાણુ અને ખાણ રૂપ બને છે. ૭ પણ શિવના અર્થમાં તો છે જ થાય, હું નહિ એમ આદેશ છે. સ્તંભ અને સ્તંભનો અર્થ એક જ છે તેથી વિકલ્પને સરળતા મળી છે એમ લાગે છે. પરંતુ કુંભ ઉપરથી મૂળ ખંભ શબ્દ બનેલો અને એ વૈદિક શબ્દ લુપ્ત થવાથી
અને અર્થનું સામ્ય હોવાથી ર્તમ ના ત નો વિકલ્પ યોજાયો હશે. થંભ-ખંભ અને હિંદની પ્રાંતભાષાઓ
આ બાબતની વિશેષ માહિતી હિંદુસ્તાનની બીજી પ્રાંતભાષાઓમાં સ્તંભ માટે વપરાતા શબ્દો અને એના અર્થો ઉપરથી મળે છે. ગૂજરાતીમાં થંભ-થાંભલો અને ખંભ બને છે, પરંતુ ઘરમાં ટેકાના સ્તંભને થાંભલા જ કહે છે. ખંભ શબ્દ લોકભાષામાં બહુ વપરાતો નથી. માત્ર એનું નાનું સ્વરૂપ કરી પાળીઆને ખાંભી કહે છે. મરાઠીમાં રતંભને ખાંભ કહે છે. મારવાડી, કચ્છી, સિંધી અને પંજાબીમાં થંભા જ કહે છે. બંગાળીમાં થામ વપરાય છે. પણ ખામ શબ્દ ગૂજરાતીમાં ખંભની પેઠે ઓછો વપરાતો છે ખરો. જામનગરનું ખભાળીઆ ખંભ શબ્દ ઉપરથી છે. તેના ઈષ્ટદેવ ખામનાથ મહાદેવમાં ખામ શબ્દ આ અર્થમાં ખાસ સૂચક છે. એઢિયા ભાષામાં સ્તંભને ખુંટ કહે છે અને ગુજરાતીમાં ખીલીને ખુંટી કહે છે, અને ખૂટ શબ્દ બીજા અર્થમાં પણું કાંઇક નાના સ્વરૂપમાં સરખા અર્થમાં છે એમ કહી શકાય.હિંદી ભાષામાં “ખંભા” શબ્દ વધારે વપરાય છે. આ શબ્દને માટે ખરી દિશા તો દ્રાવિડી ભાષાઓ બતાવે છે. તેલગુ ભાષામાં રરફત તંભ શબ્દ વાપરે છે, પણ કંભમુ શબ્દ પણ છે. તામિલ ભાષામાં થાંભલાને તૂણ કહે છે, તે સંસ્કૃત ધૃણા ઉપરથી છે. પરંતુ બીજો શબ્દ “કંબમ' છે. ૮ મલયાલમ ભાષામાં પણ તામિલ પ્રમાણે છે. કાન ડી ભાષામાં “ખંભા” શબ્દ છે. હિંદની પ્રાંતભાષાઓમાં તામિલ સર્વથી જૂની અને સંસ્કૃતથી સ્વતંત્ર છે. સંસ્કૃતના શબ્દો એણે લીધેલા છે ખરા, પણ તંભ અને કુંભને સૂક્ષ્મ ભેદ એણે જાળવી રાખે છે. તામિલમાં ઘરના ટેકાના થાંભલા માટે તૂર્ણ શબ્દ વપરાય છે; બમ શબ્દ કોઈને ટેકવ્યા વગર ઊભેલા થાંભલા માટે વપરાય છે.તારનો થાંભલો કે જેના ઉપર ઘર કે પાટડો ટેકવેલો નથી તેને, અગર જમીનમાં ખુલ્લો થાંભલો હોય તેને કંમ્ કહે છે. લાઠી-લાકડી પણ કંબમ્ શબ્દનો અર્થ છે. રસ્તા ઉપર ચિન તરીકે મૂકેલા નાના થાંભલાને પણ કંબમ કહે છે. ધ્યાનમાં રાખવાનું એ છે કે કંબનું શબ્દ લૂણ-સ્તંભની પેઠે ટેકો આપનાર અર્થમાં કદી વપરાતો નથી; પણ તૃણ સ્તંભ અને કંબમ બન્ને અર્થમાં વપરાય છે. ગૂજરાતીમાં ઘરમાં પાટડા નીચેના થાંભલાને ખંભ કહેતા નથી, પણ થાંભલો અગર થંભ શબ્દ દરેક અર્થમાં વપરાય છે. આ બતાવી આપે છે કે કંબમ અને ખંભ શબ્દનું મૂળ એક છે અને જમીનમાં
૬ સિદ્ધ હૈમ ૮-૨-૮માં ઉંના પ્રકરણમાં આ સૂત્ર છે. તેમાં સ્પષ્ટ લખે છે કે આ વિકલ્પ તંભને અર્થ થાંભલે થાય ત્યારે જ કરવાનો. તે પછીના એટલે ૮-૨-૯ અત્રમાં લખે છે કે મિત્ર વૃત્ત ર્તમ સ્વસ્થ થ મવત: | એટલે સ્તંભને અર્થ અટકાવવું-ગતિ ન હેવી- બે થાય ત્યારે થતો નથી પણ મેં અને ૩ થાય છે. આ ઉપરથી વિકપ કેવી રીતે થયા છે તે સમજા છે. એટલે ભાષામાં કુંભનું પ્રાકૃત રૂપ ખંભ રવતંત્ર ચાલુ હશે, અને એનું મૂળ સંસ્કૃત લુપ્ત જેવું થવાથી ચાલુ સંસ્કૃત શબ્દ ર્તમ ઉપરથી વિકલ્પ કરવો પડા હશે. ૭ વધુ જાણવા માટે જુઓ ડિત બહેચરદાસભાઈનું પ્રાકૃત વ્યાકરણ અને પાઈઅસ મહણણ.' ૮ જબીમાં ખંભ શબ્દ છે. પરંતુ આપણી પેઠે બહુ વપરાશમાં નથી. તામિલમાં મૂળાક્ષર ઓછા હોવાથી ક, ખ, ગ, ઘ ને બદલે એક જ અક્ષર લખાય-એલાય છે. એ જ પ્રમાણે પ, ફ, બ, ભ માટે સમજવું. એટલે ખંભમનું કંબમ્ વપરાય છે.
For Private and Personal Use Only