________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
જોવાલાયક સ્થળે બેઠક છે. ખંભાત પાસે પીર અબુ તાલેબ સાહેબનો રોજે છે. એ સાહેબ પીરાણાના ઈમામુદ્દીન સાહેબના વંશને લગભગ ૭૫ થી ૮૦ વર્ષ ઉપર ખંભાત આવેલા. એમનાં સ્ત્રી ખંભાતમાં દંતારા વાડામાં રહેતાં હતાં. અબુ તાબ સાહેબનું ભરણુ ખંભાતમાં થયું. એમને ઉરસ વરસમાં બે વખતએક હોળી ઉપર અને બીજે મુસલમાન તારીખ પ્રમાણે ઉજવાય છે. આ રોજામાં ઈ.સ. ૧૯૦૬માં ધોળકાના સૈયદાએ લૂંટ કરી આગ લગાડી માલમત્તા લૂંટી લીધી હતી. આ સદીની શરૂઆતમાં સિયદાનો રાસડે ગુજરાતમાં ઘેરઘેર ગવાતે તેમાં એની વિકરાળ મુદ્રા, કરતા અને ખંભાતની જેલ
તોડીને તે નાઠે વગેરે ગવાતું. કાકા કેલા ખંભાતથી ત્રણ માઈલ દૂર કાકા કેલાની કબર છે. કાકા કેલા અને એમની સ્ત્રી કાકી કેલી ખંભાત પાસે ખેતરમાં કામ કરતાં હતાં એ વખતે અરબસ્તાનથી મુલ્લા અબદુલ્લા નામને માણસ આવ્યો અને એમની પાસે પીવા માટે પાણી માગ્યું. કૂવામાં પાણી હતું નહિ તેથી કાકાએ આપ્યું નહિ. અબદુલ્લાએ જે કાકા મુસલમાન થાય તે કૂવામાં પાણી લાવવા કહ્યું અને તીર મારી પાણી કાઢયું. કાકા અને કાકી આ ચમત્કાર જોઈ મુસલમાન થયાં. એ પછી લગભગ ઘણું હિંદુઓ મુસલમાન થયા, એ વહોરા કહેવાયા. ર૬૦ રતલ જનોઈ એ વખતે ઊતરી એમ કહેવાય
છે. કાકાની કબર ખંભાત પાસે વહોરાઓનું મોટું ધામ ગણાય છે.૧૩ ખંભાતથી દૂર આવેલાં સ્થળે
ખંભાતની પશ્ચિમે જૂનું બંદર અને દીવાદાંડી હતી એમ કહેવાય છે. આગળ થોડા માઈલ છે. વડૂચી માતાનું સ્થાન આવે છે.૧૪ સ્કંદપુરાણની વ્યક્ષિણી દેવી તે આ વરી માતા. આગળ જતાં સાબરમતી સંગમ નજીકમાં વડગામ પાસે બોરના ટેકરાઓ પાસે દરિયામાં ધનકા તીર્થ છે ત્યાં દર ૨૬ વર્ષે દરિયાનું પાણી ખસી જાય છે અને અંદરથી શિવલિંગ નીકળે છે. વડગામથી છે માઇલ પાણીમાં જવાનું છે. આ મૂર્તિ છેલ્લી સં. ૧૯૭૯માં દેખાઈ હતી. દરિયામાં એક ગંગવો કુવો છે એનું પાણી મીઠું છે. ખંભાતની આસપાસનાં સ્થળોમાં ગુડેલ ગામ પાસે લૂણેશ્વર મહાદેવ જોવાલાયક છે. પેટલાદથી ખંભાતની હદમાં પેસતાં તારાપુર નામનું મોટું ગામ આવે છે. ખંભાત રાજ્યનું એ મોટું ગામ છે. કાર્તિકેયસ્કંદે એ જગ્યાએ તારકાસુર દૈત્યનો વધ કર્યો એથી તારકપુર તારાપુર નામ પડયું એમ કહેવાય છે. ગામમાં દૈત્યનો ટેકરો બતાવવામાં આવે છે.
ખંભાતને સામે કિનારે મહી નદીને તીરે કાવી તીર્થ જોવાલાયક છે. પુરાણમાં એને કુમારિકા ક્ષેત્રમાં ગણ્યું છે. પુરાણમાં છેક અમદાવાદ પાસેના ગત્રાડનાં ગમેત્રાડેશ્વરી માતાનું વર્ણન કુમારિકા ક્ષેત્રમાં આવે છે, પરંતુ એ બધાં સ્થાન ખંભાત સંસ્થાનની સીમાની બહાર હોઈ અહીં વર્ણનની જરૂર નથી.
૧૩ કોઈ કાકા કેલાને બદલે કાકા અકેલા-એકલા હતા તેથી–કહે છે, આ દંતકથાને વધારે આધારની જરૂર છે. કહે છે કે રૉયલ એશિયાટિક સોસાએટીમાં આ બાબતના અહેવાલવાળી ચોપડી છે. પણ આ લખતી વખતે તે જોવામાં આવી નથી. ૧૪ વડુચી માતાનું સ્થળ ગૂજરાતમાં સાબરમતીને કાંઠે પીપળજ ગામમાં પણ છે.
For Private and Personal Use Only