________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવાલાયક સ્થળો
૧૫૩ જૈન મંદિરે ખંભાતમાં પ્રથમથી જ જૈનોની મોટી વસ્તી હોવાથી એ બંધકામની શોખીન અને ધનવાન કોમે ધણાં મંદિર બાંધ્યાં છે. પ્રાચીન મંદિરોનું તો આજે કાંઇ નિશાન નથી, પરંતુ કેટલાંક પ્રાચીન મંદિરોની પ્રતિમાઓ ભેચરઓમાં સંભાળપૂર્વક રાખેલી છે તે અદ્દભુત છે. પાંચ ભોંયરાંવાળાં મંદિરે, ઉપરથી ગમે તેવા દેખાવ છતાં, ખંભાતમાં ખાસ જોવાલાયક છે. આમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથને જૂના ભોંયરાના દેવાલયનું વર્ણન યુરોપીય મુસાફરો કરી ગએલા છે. છેક ગઈ સદીના પૂર્વાર્ધની આખરે આવેલો બ્રિઝ લખે છે કે પાર્શ્વનાથ ભેચરાવાળું મંદિર ઉપરથી સામાન્ય ઘર જેવું છે. ભૈયરામાં ઊતરવાનું કઠણ છે. આજે તો આ મંદિર શિખરબંધ નવાં થએલાં છે અને ભોંયરાં અજવાળાવાળાં થયાં છે. સાગોટા પાડાનું, રસ્તા ઉપરનાં ચિતામણજીનાં મંદિરો તેમજ આલીપાડાનું શાંતિનાથનું મંદિર જોવા જેવો છે. ખંભાત સાથે જેમનું નામ જોડી ભ્રમ ઉત્પન્ન કર્યો છે એવા થામણા (યંભણપુર)ના શ્રી સ્તંભન પાર્શ્વનાથ (થામણું પારસનાથ)ની નીલમની પ્રતિમા પણ જોવા જેવી છે. માણેકચોકમાં આવેલા ચિતામણી પાર્શ્વનાથ અને આદીશ્વરના ભોંયરામાં ખંભાતના ધનવાન ની તેજપાલે, પ્રભાવક શ્રી હીરવિજય સૂરિના શિષ્ય શ્રી વિજસેન સૂરિને હાથે વિ. સં. ૧૬ ૬૧માં પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાનો લેખ છે.૧૦ સાગોટા પાડાનું મંદિર ત્રણ દરવાજેથી થોડે જતાં આવે છે. એમાં સ્તંભન પાર્શ્વનાથની મોટી પ્રતિમા છે. આ મંદિર પ્રાચીન છે. આગળ વહાણવટાની હકીકતમાં જોઈ ગયા એ શાહ વજિયા અને રાજિયાએ વિ. સં. ૧૬૪૪માં આ મંદિર કરાવ્યું છે અને પ્રતિષ્ઠા શ્રી વિજસેન સૂરિના હાથે થઈ છે.૧૧ કલાકેરડીનું શાંતિનાથજીનું મંદિર પણ જોવા જેવું છે અને જીરાલા પાડાનું ચિંતામણ પાર્શ્વનાથનું મંદિર તે ખાસ જોવા જેવું છે.એ ભાટવાડાના રસ્તા ઉપર આવેલું છે. પાંચ શિખરવાળું અને ઉત્તમ પથ્થરનું બાંધેલું આ દેવાલય શેઠ પોપટભાઈ અમરચંદે બંધાવ્યું છે.૧૨ ખંભાતની બહાર વડવાની વાવ પાસે શ્રી રાયચંદજીનું ધામ બાંધેલું છે. એ જગ્યા શાંત અને ઉત્તમ છે. બીજા હિંદુ-મુસલમાન ધામે
ખંભાતની પશ્ચિમે ખાજખદર સાહેબનું પુરાણું ધામ છે. ત્યાં ભાંગેલાં વહાણોમાંથી બચેલા મુસલમાને બાધા મૂકવા આવે છે. નાસર તળાવ પાસે બાલેશા પીરનું મોટું ધામ છે, ત્યાં પાલણપુર બાજુના વહોરા (ધાનદારિયા) ફાગણ સુદ પૂનમે એરસ વખતે એકઠા થાય છે. પાસે આચાર્ય મહાપ્રભુની
૯ Cities of Gujarashtra, Briggs. પર્વનાથજીની પ્રતિમાને બ્રિઝ ભાવ વગરની (without expression) કહે છે. આમ જૈન પ્રતિમાઓને ઘણા યુરોપીય વિવેચકે સમજવામાં ભૂલ કરે છે, કેમકે એ લોકેને ધ્યાનમુદ્રાનું ભાન હોતું નથી. ૧૦ ખંભાતને ઇતિહાસ અને ચૈત્ય પરિટી પૃ. ૪૬. ૧૧ એ જ, પૃ. પર. ૧૨ એ જ, પૃ. ૫૫-૫૬. ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી એ નામનું લઘુ પુરતક ચિત્ય વ્યવસ્થાપક કમિટિએ છપાવેલું છે, જેનોને યાત્રા માટે આ પુસ્તક ઉપયોગી હશે. એમાં ખંભાતમાં આવેલાં બાવન જૈન મંદિરો તથા પ્રતિમાઓની સંખ્યા સાથે ટૂંક વર્ણન સાથે આપેલું છે પરંતુ એની ગોઠવણી એવી છે કે જૈનેતરને એમાં સમજણ ઓછી પડે. ખંભાતના જૈન સમાજના હેવાલ એમાં ડીક આપે છે તે જેને ઈચ્છા હોય તેણે જોઈ લે.
For Private and Personal Use Only