________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક વિકાસ-કેળવણી
૧૪૧ ભજવાયું હતું. એટલે ગૂજરાતે ઉત્પન્ન કરેલા સંસ્કૃત સાહિત્યમાં પણ ખંભાતે પોતાનો ફાળો આપ્યો છે અને સંસ્કૃત નાટક ભજવાતું જોઈ શકે એવી એ વખતના શિષ્ટ સમાજની સ્થિતિ હતી તે વ્યક્ત થાય છે. જાતે જૈન છતાં ભીમેશ્વરના ઉત્સવ પ્રસંગે જયંતસિંહ રસભર્યો ભાગ લે એ પણ એ સમયના સમાજની સહિષ્ણુતા અને મિલનસારપણું સિદ્ધ કરે છે. હાલના જેવો જકડાએલો એ વખતનો સમાજ નહિ હોય એમ લાગે છે. જોકે હાલ પણ રાજ્યકર્તાઓમાં હિંદુ રાજ્યકર્તા મુસલમાન ઈદના તહેવારોમાં સવારી કાઢી ભાગ લે છે અને મુસલમાન રાજ્યકર્તા હિંદુના દશેરાની સવારી કાઢી ભાગ લે છે એ ઓછું પ્રશંસનીય નથી. બાલચંદ્ર સૂરિએ પણ એ જ અરસા (તરમી સદીમાં ખંભાતનું મનોહર વર્ણન કર્યું છે અને એને ઈદ્રપુર જેવું કહેલું છે.? પ્રભાતી રાગ
આ વખતમાં ભોગવિલાસ અને કલાઓમાં પણ ખંભાત ઘણું આગળ વધેલું જણાય છે. હિંદુસ્તાનના સંગીતશાસ્ત્રમાં ઘણાં રાગરાગિણીઓને દેશો અને શહેર તરફથી નામ મળેલાં છે. દેશોનાં નામ ઘણા રાગને છે પરંતુ શહેરોનાં બહુ નથી. સંગીતરત્નાદિરમાં એક રાગનું નામ સ્મારૂતિ આપેલું છે. એટલે સંગીતરત્નાકરનો સમય બારમી સદીનો ગણુએ તો પણ એક ખાસ રાગને નામ આપી શકે એટલો સંગીતનો શોખ ખંભાતમાં વધેલો હોવો જોઈએ, અને એવા શોખને વધતાં સદીઓ પસાર થઈ ગએલી હોવી જોઇએ. સોળ અને સત્તરમી સદીના જૂના ગુજરાતીમાં લખાએલા જૈન રાસાઓમાં
ખંભાતી રાગ નજરે પડે છે. આજે આ ખંભાતી રાગ ખંભાતમાં જ ગવાય છે કે નહિ એ તો કોઈ સંગીતવિશારદ કહે ત્યારે.
૧ પિસા કમાવા પાછળ સર્વરવ ભલી જવાયું છે એમ આપણા ગુજરાતને માટે ગણાય છે, પણ એક દષ્ટિએ તે ભ્રમ છે. આવી બાબતમાં ખોટા પ્રાંતાભિમાનને આક્ષેપ ન આવે એવી રીતે શાંત તુલના કરવી જોઇએ. દક્ષિણીઓ અને બંગાળાએથી અંજાઈ ગએલાઓ ગૂજરાત વિદ્યાથી વિમુખ પ્રાંત ગણે છે. પરંતુ ગુજરાતે સંસ્કૃત સાહિત્યમાં પણ ગર્વ ધરી શકાય એવા ફાળો આપેલો છે. એ માટે પ્રિ. આણંદશંકરભાઈને “ગૂજરાતનું સંસ્કૃત સાહિત્ય” એ નામને લેખ સાહિત્ય પરિષદ માટે લખેલો છે તે જોવો. પાંચ-અગર કઈ મતે છ-મહાકાવ્યમાં બે મહાકાવ્યો, માઘ અને ભઠ્ઠી, એ બે ગુજરાતે આપ્યાં છે. ભટ્ટી કાવ્ય (રાવણવધ મહાકાવ્ય) સાતમી સદીમાં વલભીપુરમાં રચાયું છે. ૨ જયસિંહ સુરિ ખંભાતને માટે આ શબ્દો વાપરે છેઃ महोदधि मुख मुखर लहरी मधुराधरपान महमहनीय महीसरिन्मुखमडन दक्षिण कुण्डलायित स्तम्भतीर्थनगरी ॥ [3] स्तंभतीर्थमितिरव्यातमास्ते ऽतीन्द्र पुरंपुरम् ॥१७॥ यदुपान्ते श्रितोत्संगामङ्गमङ्गेन पोडयन् । महीमहीनमणितां सेवते सरितां पतिः॥१८॥ विवृताभयकूलरू: प्रसूत्वरपयोधरा । यत्रप्रस्ते सत्पातान् कृमि लेवांङ्गनामही||१९|| नानाद्वीपान्तरायातसांयत्रिक विनिर्मितेः । भाण्डकूटर्यदा कीर्ण क्रीडा शैलरिवश्रियः॥२०॥ स्फाति नौवित्तकैः कीटकोशकैरिव काननम् ॥२१॥ सकेशरपि निष्केश धीवरैवप्यधीवरैः। राजतेरन्नर श्वारूविग्रह रप्यविग्रहैः।।२२॥ सदाकरजपातारः स्फारकेलि महा बहिः । वत्तो द्यानगणोऽन्तश्च व्यस्चन् मानवा नवाः ॥२३॥ ૪ જા ના વખતમાં ગુર્જર રાગ પણ હતો. (જુઓ ગીતવિદ). કાનડે, ગાડી, ગાંધાર વગેરે ગણાવીએ. રાગરાગણીઓનાં તો ધણાં નામ દેશે ઉપરથી પડેલાં છે. મને લાગે છે કે બિલાવલ રાગ વેરાવળ બંદર ઉપરથી નહિ હોય ? વિરાવળ સેમિનાથ એ
For Private and Personal Use Only