________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવાલાયક સ્થળો
૧૫૧ અંગ્રેજી હાઈસ્કૂલનું મકાન જમણી બાજુએ આવેલું છે. જુમા મસ્જિદ સામે પશ્ચિમ બાજુએ જુમામજિદ આવેલી છે. એનું વર્ણન સ્થાપત્યના પ્રકરણમાં થઈ ગયું છે. ખંભાત શહેરમાં એ સૌથી વધારે આકર્ષક અને ભવ્ય મકાન છે અને ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ જેવા જેવું છે. અંદરના લેખ પ્રમાણે અમદાવાદની મસ્જિદથી આ મસ્જિદ વધારે જૂની છે એટલે સ્થાપત્યના અભ્યાસકને પણ જોવાલાયક છે. મસ્જિદની બાજુમાં દરબારગઢ છે. નામદાર નવાબ સાહેબ હાલ નવા બીજા મહેલમાં રહે છે, પરંતુ અસલ રાજમહેલ આ છે અને જૂના વખતની બેઠી મેગલાઈ બાંધણીને ઉત્તમ નમૂનો છે. એનું વર્ણન પણ આગળ કરેલું છે. આ મહેલ અને આખા ખંભાત શહેરને દેખાવ બંદર આગળથી ઘણે મનહર લાગે છે. અંગ્રેજી કેડી રાજમહેલ પછી અંગ્રેજી કેડી ખાસ જોવાલાયક મકાનમાં ગણી શકાય. આ કેઠી ખંભાતના સ્થળને કુમારિકા ક્ષેત્રનું નામ આપનાર કુમારિકા દેવીના મંદિરના સ્થાન ઉપર છે એમ મનાય છે. કેડીનું મકાન અંદરથી કિલ્લા જેવું અને ઓરડા ઠંડકવાળા, સારા, મોટા અને સગવડવાળા છે. હાલ એમાં નામદાર નવાબ સાહેબ અને દીવાન સાહેબની ઑફિસે છે. કોઠી ચાળીસ હજાર રૂપિયાથી મુંબાઇના ખરશેદજી પેસ્તનજી મંદિીએ વેચાતી રાખેલી તેમની પાસેથી નામદાર નવાબ સાહેબે ખરીદી લીધી છે. પહેલાં એમાં યુરોપીયનોને ઉતારો અપાતા. કોઠીનું મકાન ઈ. સ. ૧૬૧૩માં બંધાયું છે. બગીચા અને તળા શહેરની બહાર લાલબાગ ખાસ જોવાલાયક છે. સ્થાન ઘણું રમણીય છે. એમાં મેગલાઈ ઘાટનાં બે બેઠાં માને છે અને એની સામે પાણીથી ભરેલા મોગલ ઢબના હેજ છે એથી શેભામાં વધારો થાય છે. બાગ અને મકાનો ઈ. સ. ૧૭૪૭માં મીરઝાં બાકરે બાંધ્યાં છે. બાગની પાસે જ નાસર તળાવ આવેલું છે. એને કિનારે પાણીની ટાંકી છે જ્યાંથી શહેરને પાણી પૂરું પડે છે. ખંભાતનો આ આખો યે ભાગ ઘણો જ મનહર છે. તળાવમાં પાણી ભરેલું હોય છે ત્યારે તે ઘણું જ સુંદર લાગે છે. સામે કિનારે વૈષ્ણવ સંપ્રદાયની બેઠક છે. નારેશ્વરને પુરાણમાં નારદે બનાવેલું નારદસર કહે છે. એને નારંગસર પણ કહે છે. નગીના નામની ગાનારીએ પોતાના નામના અક્ષર નથી શરૂ થતાં નવ તળાવ ખંભાત પાસે બંધાવ્યાં તેમનું મુખ્ય તે નારંગસર એવી દંતકથા છે. પરંતુ તે આધાર વગરની જણાય છે. લોકોમાં નારેસર નામ બોલાય છે તે પુરાણના નારદીય સરને વધારે બંધ બેસે છે. માદલા અથવા પાણીઆરી દરવાજા બહાર માદલા તળાવ છે. અહીં વિચિત્ર હાલતમાં દિલખુશ બાગ છે. એમાં ઈ.સ. ૧૮૦૨માં મુંબઈના ગવર્નર મિ. ડંકનના માનમાં એક મકાન બાંધવામાં આવેલું. આ બાગનું ચિત્ર અને અંદરના મકાનની તે વખતની સ્થિતિ ફોર્બ્સ (૧૭૭૫-૮૦) પોતાના ઓરીએન્ટલ મેઈર્સ નામના ગ્રંથમાં આપેલું છે. ગઈ સદીના મધ્યમાં બ્રિઝ લખે છે કે બન્નેના વર્ણન ઉપરથી ઉત્તમ મોગલાઈ બાંધણનું મકાન સમજીને હું દિલખુશ બાગમાં ગયે, પણ ત્યાં તે પશ્ચિમની ઢબનું એ વખતના સર્જેયર જનરલ કર્નલ ચાર્લ્સ રેનઝનું
For Private and Personal Use Only