________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવાલાયક સ્થળે
૧૪૯ ની પૂજા આ સ્થળે સારા પ્રમાણમાં હશે એને બીજો પુરાવો નગરા ગામથી ખંભાત બાજુ જતાં એક ઝાડ નીચે બ્રહ્માજીની બીજી ખંડિત મૂર્તિ પડેલી છે. આ મૂર્તિ પણ પહેલી મૂર્તિ જેવી જ સુંદર છે અને કદમાં પણ એવી જ મેટી છે. યાદિત્ય એ જ રસ્તે જરા આગળ જતાં નગરા ગામની હાલની હદમાં જ જયાદિત્યનું સૂર્યમંદિર છે. ઈસની બારમી સદીની પહેલાં ગુજરાતમાં સૂર્યપૂજા ઘણી હતી. કાઠિયાવાડમાં અને કિનારા ઉપર સૂર્યપૂજા ઘણી હતી એ હાલનાં મંદિરોનાં અવશેષોથી માલૂમ પડે છે. પ્રભાસમાં સૂર્યમંદિર આજે પણ ઠીક સ્થિતિમાં છે. મોઢેરાનું સૂર્યમંદિર ગૂજરાતમાં ઉત્તમ મંદિરમાં ગણી શકાય. એ ઉપરથી સૂર્યપૂજાનું એ સમયનું મહત્વ સમજાય છે. સાબરમતીના કિનારા ઉપર ઘણાં સૂર્યમંદિરોના ઉલ્લેખો પુરાણોમાં મળે છે. ખંભાત પણ આ બધા ભાગનું અંગ છે અને જયાદિત્યનું મંદિર ખંભાતમાં સૂર્યપૂજા થતી હતી એ સિદ્ધ કરે છે. એ જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિથી પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે સમરાવેલું એવો લેખ મળે છે. એટલે તેરમી સદીમાં યાદિત્યનું મંદિર સારી સ્થિતિમાં હશે. મૂર્તિ લગભગ છ ફીટ ઊંચી અને સુંદર છે. આ મૂર્તિ ઉપરથી એનું મંદિર મોઢેરાના સૂર્યમંદિર જેવડું હશે એમ કલ્પના થઈ શકે. ઘૂંટણ સુધી શિકારીના જેવા જોડા પહેરેલા સૂર્યનારાયણ વીરત્વના દેવ છે. એની પૂજા બંધ થઈ ત્યારથી ગુજરાતમાંથી વીરત્વ ગયું. કેટેશ્વર નગરા ગામથી ઉત્તરે એકથી દોઢ માઈલ છે. કોટેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ જોવા જેવું છે. જોકે ત્યાં કારીગરી કાંઈ નથી. પાસે એક પ્રાચીન કુંડ છે. એનાં પગથિયાં આગળ જમણે હાથે સરસ્વતીની એક નાની મૂર્તિ છે. એનું શિલ્પ સુંદર અને બૌદ્ધ સમય જેટલું જૂનું જણાય છે. અહીં સુધી નગરાની જગ્યાએ આવેલા પ્રાચીન નગરની ઉત્તર હદ હેય એમ જણાય છે. ભગવાન બુદ્ધદેવની મૂર્તિ નગરા ગામની વચ્ચે એક ટેકરા ઉપર ભૂરા પથ્થરની બનાવેલી ભગવાન બુદ્ધની એક મોટી મૂર્તિ છે. આ મૂર્તિ રોજ ગામલોકના જોવામાં આવતી છતાં બહાર તે બાબત કાંઈ જણાએલું નહિ. મુંબાઈના આકાઁછના ખાતાને પણ આ બાબતની ખબર આજ સુધી નહોતી, તે ગેઝેટીઅર કે બીજા એ વિષયના લેખકને ક્યાંથી હોય? મૂર્તિ ઘણા વખતથી બહાર ખુલ્લામાં પડેલી હોવાથી એના કેટલાક ભાગ અને ખાસ કરીને મુખના કેટલાક ભાગ ઘસાઈ ગયા છે. ગામના લોકો એને બુદ્ધનાથ
૨ આ મૂર્તિને બ્રહ્માની પેઠે મુખ છે. તેમાં ત્રણ મેં દેખાય છે. વચલું માં પહેલી મૂર્તિ જેવું છે. તેને દાઢી, મૂછ વગેરે છે, પણ આસપાસનાં બે મુખ દાઢી વગરનાં અને સ્ત્રી જેવાં છે. આને ખુલાસો કોઈ પ્રતિમવિધાનશાસ્ત્રી કરશે એવી આશા છે. ૩ સાબરમતી તીરે ખડાયત ગામમાં કેટવર્કનું મંદિર છે, એ ખડાયતાના ઇષ્ટદેવ છે. એ સૂર્યની પૂજા આજે કેટથી વિષ્ણુ તરીકે થાય છે. બીજા ઘણા ઉલ્લેખ મળે છે. ખંભાતમાં બીજું સૂર્યમંદિર બાલાદિત્યનું હતું કૌ. નં. ૪૬) ૪ ભાવનગર પ્રાચીન લેખસંગ્રહ ભ', ૧.
For Private and Personal Use Only