________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
જોવાલાયક સ્થળે તરીકે ઓળખે છે અને કેટલાક લોકે મરણ પછી ત્યાં આવી અમુક ક્રિયા કરે છે. ગુજરાતમાં આ જાતની બુદ્ધિમૂર્તિ મળી આવે એ એક અસાધારણ બનાવ છે. ગુજરાતમાં ખાસ કરીને કિનારાના ભાગમાં બૈદ્ધોનું જોર એક વખતે હતું એને આ એક વધારાનો પુરાવો મળ્યો છે. ગુફાઓ વગેરે મળેલું, પરંતુ ઘેઘા પાસે પીરમમાં એક મૂર્તિ મળેલી તે પછી આ મૂર્તિ મળી છે. ગુજરાતના ધાર્મિક અને સામાજિક ઇતિહાસના અભ્યાસીએ આ મૂર્તિની ખાતર પણ ખંભાત આવી નગર જવા જેવું છે. રાજ્ય તરફથી એ મૂર્તિની આસપાસ ખોદકામ કરેલું છે, પરંતુ કાંઈ ખાસ જાણવા જેવું મળ્યું નથી. શિવમંદિરના થોડા અવશેષો માત્ર નીકળ્યા છે. મૂર્તિ ત્યાં જ મૂળથી હશે કે આસપાસની કોઈ જગ્યાએથી ત્યાં આણેલી હશે તે કહી શકાતું નથી. પિરાણિક સ્થળે
સ્કંદપુરાણ કામારિકા ખંડમાં આપેલાં તીર્થોમાંથી કેટલાંકનો આજે પત્તો નથી લાગતો. કેટલાંક આજે નગરામાં અને કેટલાંક ખંભાત શહેરમાં છે. ખંભાત શહેરમાં તો હાલનું શહેર વસ્યા પછી અને નગરા તૂટયા પછી ખાસ જાણીતાં તેર્થોને લાવી પધરાવ્યાં હશે એમ સમજાય છે. આ મંદિરમાં જોવાલાયક કાંઈ નથી, છતાં કુમારનાથનું મંદિર, પતંગેશ્વરનું મંદિર, સોમનાથ, સ્તંભેશ્વર વગેરે શિવમંદિરો અને વડા વાસુદેવની પિળમાં એક જ ઘરમાં વૃદ્ધ વાસુદેવનું મંદિર એટલું જેવું તો ખરું. આ મંદિરમાંથી કેટલાંકમાં કેટલીક પ્રાચીન નાની મૂર્તિઓ લાવીને મૂકેલી છે. શહેરની અંદર અને બહારનાં પરચુરણ સ્થળે
ખંભાત શહેર પહેલાં ઘણું મોટું હતું, પણ ગઈ સદીમાં ઘણું ઘસાઈ ગયું હતું એમ આગળ કરેલાં વર્ણનથી જણાશે. પરંતુ આજે એનામાં આજનાં બીજાં સુધરેલાં શહેરની રોનક આવતી જાય છે. રેલવે સ્ટેશનથી ગવારાને રસ્તે થઈ શહેરમાં જતાં વહોરાઓનાં મકાનોની હાર અને એનો દેખાવ આકર્ષક છે. શહેર એકંદરે રવચ્છ અને રસ્તા સારા જણાય છે. માણેકચોક હાલ ચોક નથી, પણ માત્ર એક લત્તે છે. ત્રણ દરવાજા અને એના ઉપર બુરજ કરી ઘડિયાળ મૂકેલું છે એ નામદાર સદ્ગત નવાબ સાહેબના વખતમાં થએલું છે. ત્રણ દરવાજા ઉપર લેખ છે.ને હી. સં. ૯૯૨–ઈ.સ.૧૫૮૪નો અકબરના વખતનો છે. માણેકચોક અને ત્રણ દરવાજા પાટણ અમદાવાદની પિઠે અકબરના સમયથી પ્રાચીન છે. અકબરના સમયમાં મરામત થઈ હશે. હાલ પણ મરામત થએલી છે. ત્રણ દરવાજામાં પેઠા પછી દેખાવ કાંઈક ભવ્ય લાગે છે. ખુલ્લી મેદાન જેવી જગ્યામાં ડાબી બાજુ દીવાન સાહેબને રહેવાનું સરકારી મકાન છે. તે બેઠા ઘાટનું પણ સારી સગવડવાળું છે.
પ આ મૂર્તિ ઈસ. ૧૯૩૨ના જુલાઈ માસમાં બહારના લોકને પહેલી નજરે પડી. લોકો એને બુદ્ધનાથ કહે છે. એ માટે મુંબઈની બુદ્ધ સોસાએટીના સભાસદ અને સર્વ ધર્મતત્ત્વના પ્રખર વિદ્વાન ખંભાતના દીવાન સાહેબ શ્રી નર્મદાશંકરભાઈ કહે છે કે બુદ્ધનાથ નામ શૈવ અને શ્રદ્ધમતનું થએલું મિશ્રણ બતાવે છે. આજે લોકે મરણ પછી મડદું બાળી બુદ્ધનાથ પાસે દીવ કરી પ્રાર્થના કરે છે એ મહાયાન બૌદ્ધોની બુઢકાય અગરબોધિચિત્તની માન્યતા છે. આ જગ્યા પ્રથમ શૈવ જણાય છે કારણકે મૂર્તિની આસપાસ ખોદકામ કરતાં શિવલિંગ, ગણેશ અને દેવીની મૂર્તિઓ તથા શંખ વગેરે નીકળ્યાં હતાં. નાથ શબ્દ એ નાથ સંપ્રદાય જે પાશુપતો પછી થયે તે ઉપરથી થયું છે. એમાં મત્સયેન્દ્રનાથ, ગોરક્ષનાથ વગેરે સમર્થ મહાત્માઓ થઈ ગયા,
For Private and Personal Use Only