________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સામાજિક વિકાસ-કેળવણી જિન કવિ ઋષભદાસ ગુજરાતી સાહિત્યમાં પણ ખંભાતે પોતાનો ફાળો આપેલો છે. એમાં મુખ્ય નામ સત્તરમી સદીની શરૂઆતમાં થઈ ગએલા જૈન કવિ વભદાસનું આવે. જૈનોમાં મેટે ભાગે સાધુઓ લેખક થઈ શકતા. પરંતુ કવિ ઋષભદાસ ગૃહસ્થાશ્રમી છતાં તે સમયમાં સારા કવિ તરીકે વિખ્યાત થયા છે. એમના દાદા મૂળ વિસનગરના વતની હતા. એમનું નામ મહારાજ. સંઘ કાઢવાથી એમની અવટંક સંઘવી પડેલી. મહારાજના પુત્ર સાંગણ અને એમના ઋષભદાસ. સાંગણ વિસનગર છોડી વેપાર માટે ખંભાત આવેલા અને ખંભાતના વતની થઈ ગયા. ઋષભદાસ ગર્ભશ્રીમંત હતા. એટલે એ જમાનામાં ગૃહસ્થાશ્રમી ને ગર્ભશ્રીમંત, અને વધારામાં વિદ્યાના નામથી દૂર ભાગનાર વેપારી વર્ગના પોતે માણસ છતાં કવિ તરીકે નામ મેળવ્યું એ આજે જરા નવાઈ જેવી વાત લાગે. ઋષભદાસે પણ સંઘ કાવ્યો હતો. એમણે અકબર અને જહાંગીરના વખતના ખંભાતનું તથા ખંભાતના સમાજનું સારું, અને કવિઓ સામાન્ય રીતે કરે છે તેવી અતિશયોક્તિ વગરનું, ચિત્ર આપ્યું છે. આ કવિએ એ સમયની ગૂજરાતી ભાષામાં લગભગ ૩૨ રાસ લખ્યા છે. હીરવિજય રાસ, ભરતબાહુબલિ રાસ, હિતશિક્ષા રાસ, કુમારપાલ રાસ આદિ પ્રસિદ્ધ છે. કવિ સંસ્કૃતના સારા જ્ઞાતા હતા. કવિ તપાગચ્છના આચાર્ય વિજયદેવ અને વિજયતિલક એ બંનેના શિષ્ય હતા. એ બંને આચાર્યો વિજયસેન સૂરિના શિષ્ય હતા અને વિજયસેન સૂરિ યુગપ્રધાન પ્રભાવક શ્રી હીરવિજય સૂરિના શિષ્ય હતા. શ્રી હીરવિજય સરિએ શહેનશાહ અકબરને પ્રતિબોધ્યો હતો. હવે ઋષભદાસજી કૃત ખંભાતના સમાજનું અને શહેરનું વર્ણન જોઈએઃ
પગુનામિ મુઝ પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ. સકલ નગર નગરી મહિં જોય, ત્રંબાવતી તે અધિકી હોય સકલ દેશ તણો શિણગાર, ગુર્જર દેશ નર પંડિત સાર. ગુજર દેશના પંડિત બહુ, ખંભાયતિ આગલિ હારઈ સદૂ. જિહાં વિવેક વિચાર અપાર, વસઈ લોક જિહાં વર્ણ અઢાર. ઓલપાઈ જિહાં વરણાવરણ, સાધુ પુરુષનાં પૂજઈ ચરણ. વસઈ લોક વારૂ ધનવંત, પહિરઈ પટેલ નારિ ગુણવંત. કનક તણા કંદોરા જડડ્યા, ત્રિણ્ય આંગલે તે પુહુલા ઘડ્યા.
પણ પ્રાચીન સમૃદ્ધ બંદર હતું. વિલાલ એટલે બંદરનું સંસ્કૃત નામ. એના ઉપરથી પ્રાકૃત વેલાઉલ થઈ એનું વર્ણવિપર્યયથી બ્રણ રૂપ વિરાવળ થયું. મુસલમાને એને અસલથી બિલાવલ કહેતા. એ ઉપરથી ખંભાતની પેઠે બિલાવલ થયું હોય. જે આ ખરૂં હોય તો આશાવરી એ આશાવલી-આશાવલમાં થએલો રાગ હોય ?કઈ સંગીતશાસ્ત્રી આ ઉપર પ્રકાશ નાખશે ? ગમે તેમ પણ ખંભાતી રાગ તો વપરાએલો છે અને તેને સંગીતરત્નાકરને આધાર છે. ૫ જુઓ આનંદ કાવ્યમહેદધિ, સૈતિક ૫, શ્રી. હી. વિજય રાસ, પૃ. ૩૧૬-૧૮, આ વર્ણનને ઉતારે મૈતિક ૮મામાં
ભદાસ ઉપરના નિબંધમાં કર્યો છે, તેમાં ખંભાતનાં એ કવિએ કરેલાં વર્ણન પણ આપ્યાં છે. મૂળ અને ઉતારામાં કેટલાક શબદોમાં કેર જણાય છે.
For Private and Personal Use Only