________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક વિકાસ-કેળવણી
૧૪૫
હીરવિજય સૂરિનું માન અકબરના દરબારમાં એટલું બધું હતું કે એણે એક વર્ષ સુધી ખંભાત બંદરમાં મગર કે માછલાં ન મારવાને હુકમ કઢાવેલેા. વિ. સં. ૧૬૭૮માં જિનરાજ સુરિની આજ્ઞાથી શ્રી મતિસારે ધનાલિભદ્રના રાસ રચ્યા. સં. ૧૬૯૧માં દશવૈકાલિક સૂત્ર ઉપર શબ્દાર્થવૃત્તિ ૩૩૫૦ ક્લાકપ્રમાણ ખંભાતમાં રચાઇ. અનેક આચાર્યોંએ ખંભાતમાં દીક્ષા લીધાનું અને પંડિતપો મેળવ્યાનું આવે છે.૮ હિંદુ ધાર્મિક સાહિત્યમાં પણ ખંભાતે કાળે આપેલા છે. સં. ૧૬૨૦માં ખંભાતના ખાનપુર નામના પરામાં વડનગરા નાગર કવિ વિષ્ણુદાસ થઈ ગયા. તેમના સહપાઠી શિવદાસ થયા. સં. ૧૬૮૪માં ભૂધરદાસ થયા તેમણે રામાયણ અને અષ્ટમસ્કંધ લખ્યાનું કહેવાય છે. તેમના પુત્ર અવિચલે પણ ઘણાં ધાર્મિક આખ્યાન લખ્યાં છે.
જૈન ભંડારી
ખંભાતના સમાજમાં મેાટી લાગવગ ધરાવતા જૈન સમુદાયને શાબે એવા જ્ઞાનભંડાર પણ ખંભાતમાં છે; અને રાજ્ય બદલી થવા છતાં જૈન કામે અથાગ મહેનત અને દ્રવ્ય ખરચીને આ ભંડારા સાચવી રાખ્યા છે એ ખરેખર ધન્યવાદની વાત છે. ગૂજરાતનું પરમ ગૌરવ આ કામે આ ભંડારામાં જાળવી રાખ્યું છે, અને એને લીધે જૈન કામને જ આપણે ગૂજરાતનું ગૌરવ કહીએ તેા અતિશયાક્તિ નથી. દેશકાળને સીમા ન માનનારા આપણા હિંદુ તત્ત્વજ્ઞાએ કાઈ પણ વસ્તુની વ્યવસ્થિત નોંધ રાખવાની દરકાર ન રાખી તેને પરિણામે દેશના પ્રાચીન પ્રતિહાસ અંધારામાં રહ્યો. પરંતુ આ કેમે જે સંચય કર્યો છે અને એમના સાધુઓએ જે નોંધા રાખી છે તેને માટે પ્રત્યેક હિંદી અભિમાન લઈ શકે તેમ છે. એમ કહેવાય છે કે ગૂજરાતના જૈન ભંડારાને જો એકત્ર કરે તે હિંદુસ્તાનમાં કોઈપણ હસ્તલિખિત ગ્રંથેાના પુસ્તકસંચયમાં ન હોય એટલાં બધાં પુસ્તકા ગુજરાતના ભંડારામાંથી મળે. પાટણ, જેસલમેર, લીંબડી, અમદાવાદ, ખંભાત આદિ જૈન શહેરમાં આવા ભંડાર પડેલા છે. આ ખજાનાને સારા ઉપયાગ થવા જોએ. જોકે જેને માત્ર સાચવે છે તે! સારી રીતે.
ખંભાતમાં પાંચ ભંડાર છે. એક જ્ઞાનવમળ સિરા ભંડાર. એમાં ૯૯ પાથીએ છે; કાગળ ઉપર લખેલા ગ્રંથા છે; ખીજાં પુસ્તકો પણ છે. ખીન્ને ચુનીલાલ પિતનેા ભંડાર. એમાં ૧૨૫૦ ગ્રંથા છે; લખાણ કાગળ ઉપર છે. ત્રીજો ભેાંમરાપાડાના ભંડાર. આમાં ઘણાં પુસ્તકો છે; તાડપત્રાના ગ્રંથા પણ છે. ચેાથેા નીતિવિજયજીના ભંડાર. એમાં ૫૦ પોથીએ છે; લખાણ કાગળ ઉપર છે. પાંચમા શાંતિનાથ મહારાજના ભંડાર. આ ભંડારમાં પ્રાચીન ગ્રંથા છે. એ શેઠ નગીનચંદ કરમચંદના
૮ આવા ઉલ્લેખેના પાર આવે તેમ નથી અને એને અહીં લખતાં ઘણા વિસ્તાર થાય. જૈન સમાજ કેટલે લાગવગવાળા હતા તે સહજ સ્પષ્ટ થાય છે. આ વિગતના સાર જૈન પટ્ટાવળીઓમાંથી મળી શકે છે. ટૂટૂંકામાં જાણવાની ઇચ્છા હોય તેમણે જૈન ચૈત્યપરિપાટી અને ખંભાતનો ઇતિહાસ એ લઘુ પુરતક જેવું. ખંભાતમાં આવેલી જૈન સંસ્થાઓની વિગત પણ એમાં આપેલી છે અનેતે ખંભાતના જૈન સમાજ ઉપર સારા પ્રકાશ નાખે છે. એનો નામાવિલ આપતાં વિસ્તાર વધારે થઇ જાય. ૯ એમ કહેવાય છે કે એકલા અમદાવાદના (ભંડારામાંનાં) હરતલિખિત પુસ્તકો ભેગાં કરે તેા ભાંડારકર રીસર્ચ ઈન્સટીટટ્યુટના સંગ્રહ કરતાં વધારે થાય.
For Private and Personal Use Only