________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક વિકાસ-કેળવણી
૧૪૭ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત છે. ગામડાંમાં છોકરાઓની નિશાળમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત છે અને શહેરમાં એક અંત્યજની નિશાળમાં પણ ફરજિયાત છે. તારાપુર અને એક બીજ ગામમાં પણ અંત્યજની નિશાળે છે. રાજ્ય તરફથી સંસ્કૃત માટે એક વેદશાળા ચાલે છે. એક જૈનની કન્યાશાળા ચાલે છે જેમાં ૧૪૫ છોકરીઓ ભણે છે. ઊંચી કેળવણીને માટે રાજ્યની પ્રજાને ખંભાતની બહાર ભણવા જવા માટે લાયકાત મુજબ ર્કોલરશિપ પણ આપવામાં આવે છે. ગરીબ મુસ્લીમોનાં છોકરાઓ સારૂં નવી મુસ્લીમ હોસ્ટેલ નામદાર નવાબ સાહેબે ૧૯૩૨-૩૩માં બોલી છે જેમાં ત્રીસ બાળકોને સર્વ બાબતમાં સરકારના ખર્ચે સંભાળી કેળવણી આપવામાં આવે છે. ઈ.સ. ૧૯૩૧માં કેળવણી પાછળ રાજે ૮૭,૭૫૦ રૂપિયા ખર્ચ કર્યું હતું. ૧૪ ખંભાતમાં કોપરેટિવ સસાએટીનું કામ પણ ઠીક ચાલે છે અને એક કોઓપરેટિવ અરબન બેંક પણ છે.
- હાલના નામદાર નવાબ સાહેબના ઉત્સાહભર્યા અમલમાં ખંભાત કેળવણીમાં ઝડપથી પ્રગતિ કરતું જાય છે અને એને જનસમાજ બીજાં સુધરેલાં શહેરેની સાથે બેસે એ થતો જાય છે.
૧૪ વધુ વિગત માટે હતુઓ ખંભાત રાજ્યને ઍડમિનિસ્ટ્રેશન રિપોર્ટ ૧૯૩૧-૩૨, પૃ. ૩૯ થી ૪૪.
For Private and Personal Use Only