________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ સેળયું
સામાજિક વિકાસ-કેળવણી પ્રાચીન સમાજ પા મૈતિહાસિક સમયના ખંભાત અને ગૂજરાતના કિનારા સંબંધી જે અનુમાનો માત્ર
આ થઈ શકે છે તે આગળ જોઈ ગયા. મેહન-જો-ડેરોમાં જે આગળ વધેલો સમાજ હતો તેની હદ ખંભાતના અખાત અને નર્મદાના તટપ્રદેશ સુધી હતી તે પણ ઉપર જોઈ ગયા. આ સમાજ પૌરાણિક શૈવ ધર્મ અને દેવી ધર્મનું કોઈ વિચિત્ર મૂળ સ્વરૂપ હોય એવો ધર્મ પાળતો હતો. ખંભાત અને ગુજરાતના કિનારાના જનસમાજનો ઐતિહાસિક સમયમાં વ્યાપક ધર્મ પાશુપત કહી શકાય. જોકે સાથેસાથે સૂર્યપૂજા પણ હતી. ઈ.સ. ના ત્રીજાથી દસમાં શતક સુધીમાં બૌદ્ધોનું જોર સારી રીતે હતું તે પણ જોયું. સ્કંદપુરાણના કૌમારિકા ખંડ ઉપરથી, અને છેક તેરમી સદીના અંત સુધી સોલંકી રાજાઓ પરમ માહેશ્વર હોવાથી બૌદ્ધો અને તે પછી જૈનોનું જોર વધવા છતાં શૈવ મત ખંભાતમાં મુખ્ય ધર્મ રહ્યો હોય એમ લાગે છે. સોલંકીઓના સમયમાં ખંભાતની જ્યારે ખરેખરી ચઢતી હતી ત્યારે વેપારના કારણથી જૈનોની મોટી વસ્તી ખંભાતમાં હતી. મધ્યકાલીન હિંદુ સમાજ
એકંદરે જોતાં જણાશે કે ઈ.સની બારમી સદીના અંતથી આજ સુધી ખંભાતના જનસમુદાયમાં કોઈ પણ પ્રતિભાસંપન્ન વર્ગ હોય તો તે જૈન કોમ છે. હેમચંદ્રાચાર્ય, હીરવિજય સુરિ અને વિજયસેન સૂરિ જેવા યુગપ્રધાન જૈનાચાર્યોએ ખંભાતમાં વખતોવખત લાંબા નિવાસ કરલા છે; મહારાજાધિરાજ કુમારપાલના વખતમાં ઉદયન મંત્રી અને પછી વસ્તુપાલ તેજપાલ જેવા રાજપુરુષોથી જૈન સમાજ પિોષાયો છે; અને પોણા બસો વર્ષની અમદાવાદની સલ્તનત તથા સો વર્ષની તે પહેલાંની દિલ્હીના સુબાઓની સત્તા દરમ્યાન પણ જૈન કોમે ખંભાતના સમાજમાં પિતાનું અગ્રેસરપણે કાયમ રાખ્યું હતું એ સમરાશાહ અને વજિયા તથા રાજિયાશાહના ઉલ્લેખો ઉપરથી સ્પષ્ટ થાય છે. આજે પણ ખંભાતને જનસમુદાય મોટે ભાગે હિંદુ છે અને હિંદુઓમાં જૈનોનું જ ખાસ જોર છે. ખંભાતના પ્રાચીન બ્રાહ્મણ મહાસ્થાનના બ્રાહ્મણો ધીમેધીમે એ વેપારપ્રધાન શહેરમાંથી બીજે ચાલ્યા ગયા છે. સમાજની સંકારિતા પુરાતન ખંભાતના જનસમાજની જાહેરજલાલી એક વખત ઘણી તેજસ્વી હશે એમાં તો શંકા નથી. હેમચંદ્ર સૂરિ જેવા ભવિષ્યમાં કલિકાલસર્વજ્ઞ કહેવાએલા પ્રભાવકે ખંભાતમાં દીક્ષા લીધી એટલે જૈનદર્શનના પ્રખર પંડિત અને સમર્થ મુનિઓ ખંભાતમાં હશે. વસ્તુપાલ તેજપાલ તો જેવા ધનવાન અને સત્તાવાન હતા તેવા જ વિદ્યાવિલાસી પણ હતા. પાટણના રાજપુરોહિત સોમેશ્વર દેવકીર્તિકૌમુદીના કર્તા-જેવા કવિપંડિતો એમની પાસે રહેતા. જયસિંહ સુરિ કૃત હમ્મીરમદમર્દન નાટક સંસ્કૃતમાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહના હુકમથી ખંભાતમાં ભીમેશ્વરના ઉત્સવના વરઘોડા વખતે
For Private and Personal Use Only