________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
વહીવટ
ઈ.સ. ૧૮૮૦ પછી ખભાતના દીવાન
ઇ.સ. ૧૮૮૦ પહેલાં દીવાન તરીકે ખાસ હેાદ્દાદારનાં નામ મળતાં નથી; પરંતુ ૧૮૮૦ના અરસામાં અમદાવાદના સાહેાદરા નાગર રા. ગેાપાળભાઈ વખતેાવખત ખંભાત આવીને દીવાનના હાદ્દાને લગતું રાજદ્દારી કામકાજ સંભાળી જતા. ઈ. સ. ૧૮૮૦માં નામદાર નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના રાજ્યમાં પહેલા દીવાન તરીકે શ્યામરાયનું નામ માલૂમ પડે છે. એમણે ઈ. સ. ૧૮૮૦થી ૧૮૮૩ સુધી કામ કર્યું. પછી એકબે વર્ષ નખીખાં નામના દીવાન થયા અને ઈ. સ. ૧૮૮૫થી ૧૮૯૦ સુધી શ્યામરાય લાડ પાછા દીવાન થયા. એમના વખતમાં હુલ્લડ થયાનું આગળ જોઈ ગયા. એ પછી ‘જૉઈન્ટ ઍડમિનિસ્ટ્રેશન' નીમવામાં આવ્યું. એ વખતે વહીવટ મિ. કૅનેડી અને અમદાવાદના બ્રહ્મક્ષત્રિય રા. બા. કેશવલાલ હીરાલાલના હાથમાં હતા. ઈ. સ. ૧૮૯૦થી ૧૮૯૪ સુધી આ વહીવટ રહ્યો. એ પછી ઈ. સ. ૧૮૯૫થી ઈ. સ. ૧૯૧૪ સુધી લાંબી દીવાનગીરીએ રા. માધવરામ નામના દીવાન હતા. સદ્ગત નવાબ સાહેબના રાજ્યમાં જે સુધારા જેયા તે એમના વખતમાં થયા હતા. ખંભાત બંદરની ખીલવણી તથા દરેક ખાતાંમાં બ્રિટિશ જિલ્લાને અનુસરીને જે જે ફેરફાર થયા તે એમણે કર્યાં હતા. એમનું નામ ખંભાતના એક સફળ દીવાન તરીકે ગણાય છે. એમના પછી ઘેાડાથેાડા વખત ત્રણ દીવાન આવી ગયા. ઘેાડા દિવસ અમદાવાદવાળા રા. બા. બુલાખીદાસ બાપુજી આવ્યા; તે પછી અબ્દુલ લતીફ આવ્યા અને તે પછી પાંચથી છ મહિના બમનજી આવ્યા.
ઈ. સ. ૧૯૧૫માં નવાબ સાહેબ જાઅલીખાન સાહેબ બેહસ્તનશીન થવાથી અને હાલના નામદાર નવાબ સાહેબ સગીર ઉમરના હેાવાથી ઍડમિનિસ્ટ્રેશન નીમાયું. એમાં ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૧૮ સુધી બમનજી જ રહ્યા. તે પછી ઈ. સ. ૧૯૧૯ થી ૧૯૨૯ સુધી રા. નામોશી, મેલવી અને રા. બા. કુલકરણીના વહીવટ રહ્યો, અને નામદાર નવાબ સાહેબ તખ્તનશીન થયા ત્યારે રા. બા. કુલકરણી દીવાન થયા. એમના ગયા પછી અમદાવાદના સાદરા નાગર રા. વાસુદેવ માવજીભાઈ જે નાયબ દીવાન હતા તે દીવાન થયા; અને થાડા મહિના પછી એમને મૂળ બ્રિટિશ નેકરી ઉપર પાછું જવાનું થવાથી હાલના દીવાન દીવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા ખંભાત રાજ્યના દીવાનપદ ઉપર છે.
હાલના દીવાન સાહેમ
દીવાન બહાદુર નર્મદાશંકરભાઈ અમદાવાદના સાડાદરા નાગર છે. એમની રાજકારભાર કરવાની શક્તિ એમના બ્રિટિશ ડેપ્યુટી કલેકટરના હાદ્દાની, અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચીફ આફિસરના હોદ્દાની, વાંદરા અને છેવટે મુંબાઈ મ્યુનિસિપાલિટીના કમિશનરના હાદાની સફળતાથી વ્યક્ત થએલી છે. મુંબઈ જેવા શહેરની મ્યુનિસિપાલિટીના મુખ્ય વહીવટદારનું કામ એટલે હિંદના એક મેટામાં મેટા દેશી રાજ્યના વહીવટનું કામ. એટલે રાજ્યની વ્યવસ્થા એમને હાથે સફળ થાય એમાં નવાઈ નથી. આમ એક કાર્યકુશળ મંત્રીના સર્વ ગુણ એમનામાં છે. આ ઉપરાંત એએ ગુજરાતના પ્રખર વિદ્વાન અને તત્ત્વજ્ઞ છે. વેદાંત અને દર્શનશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રના અભ્યાસી તરીકે હિંદુસ્તાનના મેાટા પડતાની સાથે મેસે એવું એમનું જ્ઞાન છે. એ બધી વિગતમાં ઊતરીએ તેા બહુ લંબાણુ
For Private and Personal Use Only