________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
મધ્યકાલીન હિંદુ સમય ભારવાડ તરફથી પણ ચઢાઈ આવ્યાનું સાંભળી તકનો લાભ લઈ શંખ ખંભાત ઉપર ચઢ૨૯ અને વસ્તુપાલને સંદેશો કહાવ્યો કે જો એ ખંભાતને કબજો સોંપી દેશે તે વિરધવલે તો એને સામાન્ય મંત્રીપદ આપ્યું છે, પણ શંખ તો આખો મુલક આપશે, અને ખંભાતનો સુબો વસ્તુપાલને બનાવશે. એણે વધારામાં કહાવ્યું કે જે લઢવું જ હોય તે પહેલેથી નાસી જા, કારણ કે ક્ષત્રી આગળ વાણિયે નાસી જાય એમાં જરા પણ શરમ નથી.૩૦ વસ્તુપાલે આ સંદેશાને ઘટતે ઉત્તર વા. એણે વાણિયાએ લઢાઈમાં ક્ષત્રી રાજાને માર્યાનો દાખલો આપી કહ્યું કે હું પણ યુદ્ધના વેપારમાં કુશળ વાણિયો છું. હું શત્રુનાં માથાં રૂપી માલ તલવાર રૂપી ત્રાજવાંથી તળી લઉં છું અને શત્રુઓને સ્વર્ગરૂપી કિંમત આપું છું. આ જવાબથી બને વચ્ચે ખંભાતની નજીકમાં લદાઈ થઈએમાં પરિણામે વસ્તુપાલન વિજય થયો. સાદીક વેપારીને પણ વસ્તુપાલે હરાવ્યો અને ખંભાતબંદરનાર એ બળવાન વેપારીને મદ ઉતરી ગયો.
એમ કહેવાય છે કે દિલ્હીના મજદીન સુલતાનની માં ખંભાત થઈને મકે હજ કરવા જતી હતી ત્યારે વસ્તુપાલે યુક્તિ કરી એનું વહાણ ચાંચિયા પાસે લૂંટાવ્યું. જ્યારે એ ફરિયાદ વસ્તુપાલ પાસે આવી ત્યારે એણે કાંઈ જાણતો ન હોય એમ અમલદારને ધમકાવી બધી માલમતા પાછી અપાવી, અને સુલતાનની માને સરે આદરસત્કાર કરી મકકેથી પાછાં આવતાં પોતાની મહેમાનગીરી કબૂલ રાખવા વિનંતિ કરી. સુલતાનની મા પાછાં વળતાં ખંભાત ઉતર્યા અને વસ્તુપાલે એવી ઉત્તમ મહેમાનગીરી કરી કે સુલતાનની મા આગ્રહપૂર્વક એને દિલ્હી લઈ ગઈ અને બધી વાત સુલતાનને જાહેર કરી વસ્તુપાલને મોટું માન અપાવ્યું. આ તકને લાભ લઈ વસ્તુપાલે દિલ્હીના સુલતાન સાથે ગુજરાતના રાજાને લાભદાયક સલાહ કરાવી.૩૩ ગુજરાતના નૈકાસનું મુખ્ય થાણું
ખંભાતના વહીવટદારોમાં વસ્તુપાલનું નામ અગ્રસ્થાને આવે છે. એના વખતમાં ખંભાતની સમૃદ્ધિ સંપૂર્ણ કલામાં હતી. સુરતની ચઢતી થતાં પહેલાં મક્કાનું એ દ્વાર હતું. અખાતને મથાળાને ભાગ પુરાવાની શરૂઆત તે વખતે થઈ હોય એમ જણાતું નથી; એટલે ચાલુક્ય સમયમાં, વાઘેલા સમયમાં અને એ પછીને મુસલમાન અમલનાં બસ્સે વરસમાં ખંભાત હિંદુસ્તાનમાં સર્વથી
૨૯ વસંતવિલાસ . ૩૦ આ વર્ણન રસિક રીતે વર્તાવલાસ સર્ગ પમામાં આપ્યું છે. ૩૧ વસંતવિલાસ સર્ગ ૫. ૩૨ દરેક ગ્રંથમાં શેખ મરણ પામ્યો એમ લખ્યું છે, પણ સાદીક માટે તેની સમૃદ્ધિ વસ્તુપાલના હાથમાં આવી એમ વન
લનું સિંહણ સાથેનું યુદ્ધ વિ.સં ૧૨૮૮માં થયું એમ લખપદ્ધતિ નામના લેખો કેમ લખવા એ બાબતના ગ્રંથમાં એ સુલેહના લેખના ઉદાહરણ ઉપરથી જણાય છે. તે પછી રખ ભરૂચથી ખંભાત ઉપર ચઢો અને ૧૨૯૬માં ભરૂચ વસ્તુપાલના પુત્રના હાથ નીચે હતું, એટલે ૧૨૮૮ અને ૧૨૯૬ની વચ્ચે શંખે ખંભાત ઉપર ચડાઈ કરી. ૩૩ ચતુવિંશતિ પ્રબંધ. આ વાત વજનદાર નથી. સુલતાન કુતુબુદ્દીનના વખતની વાત હશે. વસ્તુપાલે સલાહ કરવા યત્ન કર્યો હશે. મેજદીન તે શાહબુદીન ઘોરીનું નામ છે મુઇઝુદીન.
For Private and Personal Use Only