________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
મુસલમાન સમય
છેલા સુલતાન મુઝફફર અને ખંભાત
આ વખતે અમદાવાદમાં બાદશાહી સુબો સુપ્રસિદ્ધ કવિવર અબ્દુરહિમ ખાનખાનાન (તે બહેરામખાનખાનાનને પુત્રો હતો. એણે સુલતાનને અમદાવાદથી હરાવી નસા. સુલતાન નાસતા નાસત ખંભાત આવ્યો. ત્યાં એની આસપાસ ૧૧૦૦થી ૧ર૦૦ સવાર ભેગા થઈ ગયા. આ સમાચાર સાંભળી ખાનખાનાન ખંભાત તરફ આવવા ઉપડ્યો. એણે ભરૂચ આગળ પડાવ નાખી રહેલા નારંગખાનને પણ બારેજા ગામ આગળ પોતાને આવી મળવા લખ્યું. સિકંદરીને લેખક નારંગખાનના લશ્કર સાથે હતા. આ બે લશ્કર ભેગાં થઈ ખંભાત ઉપર ચઢી આવે છે. એવી ખબર જ્યારે મુઝફફરને પડી ત્યારે તે એકાએક વડેદરે જઈ ત્યાંથી રાજપીપળાના જંગલ તરફ નાસી ગયા.૮ આ સમય દરમ્યાન એક વખત ઇબ્રાહિમહુસેન મિરઝાંને પુત્ર મુઝફફરહુસેન મીરઝાં જે પિતાની મા ગુલરૂખ બેગમ સાથે દક્ષિણમાં નાસી ગયા હતા તે બળવો ઉઠાવી પેટલાદ સુધી આવ્યો હતો અને એની પાછળ બાદશાહી લશ્કર પડતાં ખંભાત આવવા નીકળ્યો, અને બાદશાહના અમલદાર સૈયદ હાસમે તેની સામે ન ટકવાથી ખંભાત શહેરમાં ભરાઈ કિલ્લેબંધી કરી. આ ખબર પાટણમાં રાજા ટેડરમલ જે ગુજરાતની જમેબધી નક્કી કરવા આવ્યો હતો તેને મળતાં તે તાબડતબ લશ્કર લઈ આવ્યું. આ સમાચાર સાંભળી મુઝફફરહુસેન મીરઝાં કાઠીઆવાડ નાસી ગયો.૪૯
સુલતાન મુઝફફર રાજપીપળાથી પાછો ભરૂચ આવ્યા અને ત્યાંથી ખંભાત આવ્યો. ખંભાતમાં એણે લોકો પાસેથી ઘણું નાણું ભેગું કર્યું અને લગભગ દસથી બાર હજાર માણસનું લશ્કર ઊભું કર્યું.૫૦ આ સમાચાર મીરઝાંખાનને મળતાં તે અમદાવાદથી નીકળ્યો, અને માળવાના સરદાર જે વડોદરે અને ભરૂચ હતા તેમને પણ બોલાવ્યા. આ સાંભળી સુલતાન પાછો નાસી વડોદર ગયો. મિરઝાંખાન તેની પાછળ પડ્યો અને સુલતાનને નકર જે ખંભાત સાચવી રહ્યો હતો તેની સામે ટુકડી મોકલી.૫૧ સુલતાન રખડતે રખડત કાઠીઆવાડમાં ગયે અને આખરે આપઘાત કરીને મરણ પામ્યો. એણે પોતે જ ત્યાં સુધી અકબરના અમલદારોને શાંતિમાં રહેવા દીધા નહિ. ખંભાત ઘણી વાર એની નાસભાગનું ભણ્ય કેન્દ્ર બન્યું.
એ ઈ.સ. ૧૫૮૨-૮૩માં થયે. આ બાબતની તમામ શંકા જહાંગીર પિતાના આત્મચરિત્રમાં દૂર કરી દે છે. એ સ્પષ્ટ લખે છે કે અકબરના વખતમાં કલ્યાણરાય ખંભાતને મુત્સદી હતો. એણે સારી વ્યવસ્થા કરી અને ધણા લેકે ને વેપારીઓ બહારથી આવી ખંભાતમાં વરસ્યા. આ ઉલેખ આવતા પ્રકરણમાં કરીશું. ૪૮ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ.૪૬૭. ૪૯ મિરાતે અહમદી ગુ. ભા. ૧ પૃ. ૧૭૩; મનસુખેબ્રુત્તવારીખ, બદોની II 256. ૫૦ અહમદી. ગુ. ભા. ૧ ૧૫૩. મનસુખબુત્તવારીખ | ૩૪૧ લખે છે કે ચૌદ લાખ રૂપીઆ ખંભાતની તીજોરીમાંથી લીધા! ૫૧ મનસુખેબ્રુત્તવારીખ II ૩૪૪. સુલતાન મુઝફફર ત્યાંથી ઈડર વગેરે બાજુ થઈ રખડતે કાડીઆવાડ ગ. સુલાતાને એક એક સ્થળેથી બીજે સ્થળે એવી રખડપટ્ટી કરી છે કે તવારીખોનાં વર્ણનમાં ઘણી ગૂંચવણ ઉભી થએલી છે અને સ્થળાને ક્રમ નક્કી કરવા મુશ્કેલ છે.
For Private and Personal Use Only