________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વતંત્ર સંસ્થાન લાડના વહીવટમાં બહુ અવ્યવસ્થા જણાઈ, તેથી શામરાવને નાલાયક ઠરાવી હિંદી સરકારે ખાસ અમલદાર વહીવટ કરવા માટે નીમ્યા અને એ અમલદારની સહાય તથા નવાબ સાહેબની સંમતિથી રાજતંત્રમાં કેટલાક સુધારા કર્યા. ઇ. સ. ૧૮૯૪માં એ અમલદારને પાછા બોલાવી લઈને વહીવટ પાછો દરબારને સો; અને મુંબાઈને ગવર્નર લોર્ડ હૅરિસનો ખરીતો આવેલો તે મુજબ
વ્યવસ્થા કરવા કબૂલાત અપાઇ.૨૭ અંકશાળ બંધ ઈસ. ૧૯૦૧માં ખંભાતમાં રાજ્યનું પોતાનું રૂપાનાણું ચાલતું હતું તે બંધ થયું. રાજ્યની ટંકશાળ ૫૦ વર્ષ સુધી બંધ કરવી અને હિંદી સરકારની મંજૂરી વગર ઉઘાડવી નહિ એમ કર્યું. ખંભાતના રૂપિયા બ્રિટિશ સરકારે ૧૨૯ રૂપિયાના ૧૦૦ મુંબઈગરા એ દરથી બદલી આપ્યા.૨૮ ઈ. સ. ૧૯૦૨માં તા. ૨૦મી જૂને ખંભાત દરબારે બોમ્બે બરડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે સાથે કરાર કર્યા અને રૂ. ૧૨,૦૦,૦૦૦ના ખર્ચે તારાપુરથી ખંભાત સુધી રેલવે નાખી આણંદથી પેટલાદની રેલવેને જોડી દીધી. એ અરસામાં પ્રખ્યાત છપને દુકાળ પડવાથી ખંભાતની વસ્તી ૧૬ ટકા ઘટી ગઇ.૩૦ વહીવટી સુધારા નવાબ સાહેબ જાફઅલીખાન સાહેબના રાજ્યમાં વહીવટમાં અગત્યના સુધારા થયા. ઘણાંખરાં ખાતાંઓમાં બ્રિટિશ જિલ્લાઓ જે વહીવટ દાખલ થયો. પ્રાથમિક કેળવણી મફત કરી નિશાળ કાઢી અને અંગ્રેજી કેળવણી માટે એંગ્લો વર્નાક્યુલર નિશાળ પણ કાઢી. ખંભાતમાં પાણી ખારું હોવાથી મીઠા પાણીની મોટી ટાંકી યંત્રબળથી ચાલતી કરાવીને પ્રજાને સુખ આપ્યું. પુરુષો અને સ્ત્રીઓને માટે દવાખાનાં પણ બંધાવ્યાં.
નવાબ જાફરઅલીખાન સાહેબ ઘણું દયાળુ રાજ્યકર્તા હતા. હિંદુ મુસલમાન પ્રત્યે એમને સરખી લાગણી હતી. બે હિંદુના અને બે મુસલમાનના તહેવારમાં સવારી ચડતી. હિંદુના તહેવારની સવારી વખતે નવાબ સાહેબને પ્રજા તરફથી બહુમાન મળતું અને આખા શહેરમાં રસ્તાઓમાં લોકે તોરણ બાંધતા તથા ફૂલહારથી નવાબ સાહેબને વધાવતા. નવાબ સાહેબ પ્રજાનાં સુખદુ:ખથી જાતે માહિતગાર થવા માટે સાદા પોષાકમાં નગરચર્યા કરવા પણ જતા અને કોઈ વાર છૂપે વેશે ગામડાંમાં જઈને પણ ગરીબ પ્રજાનાં દુઃખ જાણું તે દૂર કરવાનો પ્રયત્ન કરતા. એમ કહેવાય છે કે નવાબ જાફરઅલીખાન સાહેબને નાનાં બાળકો ઉપર ઘણે ભાવ હતો. બગીચામાં કે બહાર ફરવા જાય ત્યારે નાના છોકરાને બેલાવીને રમત રમાડતા. કોઈ કોઈ વાર નિશાળોમાં
૨૬ એ જ પૃ. ૬૦-૬૧. આ અમલદારો મિ. કેનેડી અને સ.કેશવલાલ હીરાલાલ (અમદાવાદવાળા) હતા. ૨૭ એ જ પૃ. ૯૨. ૨૮ એ જ પૂ. ૬૧. ૨૯ એ જ પૃ. ૬૧. ૩૦ Enc. Britanica. Vol. V. Cambay.
For Private and Personal Use Only