________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગ્રેજી કાઠી
૯૫
મિ. લેમ્બટનના કેટલેાક માલ પેાતાના હુકમના રેસિડેન્ટે અનાદર કરવાના કારણથી જપ્ત કર્યાં હતા. આ બનાવના અર્થ એમ લેવાયે। કે અંગ્રેજોના વેપારના છુટાપણાના ખંભાત સરકારે ભંગ કર્યોં. આથી ખંભાતનાં વહાણ પકડવા માટે કેટલાંક અંગ્રેજી વહાણુ (ધરાબ grabs ) મેાકલવામાં આવ્યાં. આથી તુરત સમાધાન થયું. ઇ. સ. ૧૭૪૩માં પણ એક વખત એવું બન્યું હતું ત્યારે વહાણ પકડવાની યુક્તિ સળ નીવડી હતી.૧૫
ઈ.સ. ૧૭૩૭ના ફેબ્રુઆરીની ૭મી તારીખે મિ. મનરેાનું વહાણ ખંભાત નજીક આવ્યું પણ ભરતીના કારણસર પૂનમ આવતાં સુધી વહાણુ બારામાં ન આવી શકવાથી એને દરિયામાં રહેવું પડયું. એણે આવીને મિ. બીડવેલ અને દલાલની તકરારની ખરી વાત લખી, અને સુરતવાળાએ મિ. બીડવેલની હુંડી ન સ્વીકારી તેથી ખભાતમાં કંપનીની આબરૂ કેવી બગડી હતી તે વાત પણ મુંબાઇ લખી. આ વખતે મેામીનખાનને પૈસાની ઘણી તાણ હતી. કારણકે અમદાવાદ જીતી લેવા મામીનખાનને તૈયારી કરવાની હતી. કંપની દલાલ પાસે અને દલાલ નવાબ પાસે લેણી નીકળતી રકમ એ કારણસર માગી શકતા નહાતા.૧૬ આ અરસામાં કંપનીએ ખંભાતમાંથી ખરીદેલા માલ નમૂના પ્રમાણે નહાતા એવી તકરાર ઊઠી. એથી એ બાબત અંગ્રેજ અને દેશી કાપડના વેપારીઓની એક કમિટી તપાસ માટે નીમાઈ હતી.૧૭
મિ. સ્ટ્રીટ અને મિ. અર્હીન અને બીજા
નવાબના
મિ. મનરેા પછી મિ. સીલ (Seale) અને મિ. ચાર્લ્સ ક્રામેલીન (Crommelin)નાં નામ રેસિડેન્ટ તરીકે આવે છે અને તે પછી મિ. સ્ટ્રીટ (Street)નું નામ રેસિડેન્ટ તરીકે માલૂમ પડે છે. એ વખતે મુંબાઇથી સુરત અને ખંભાત માલ ચડાવનારાઓને મુંબાઇના ગવર્નરે કહ્યું જકાતખાતામાં જકાત આપી માલ ન ઊતરાવવેા પણ કંપનીની વખારેામાં સીધા લઇ જવા. ખંભાતના રેસિડેન્ટામાં એ પછી આવેલા મિ. અર્કીનનું નામ જાણીતું છે. એના વખતમાં મેામીનખાન સુરતથી મુંબાઇ થઈ પૂને ગયા એ વર્ણન આગળ આવી ગયું છે. ઇ.સ. ૧૭૫૪માં સુરતની કાઠીવાળાએ તરફથી ખંભાતમાં ફેક્ટરી માટે મકાનની ખરીદી અને તે મકાનની મરામત માટે મુંબાઈ લખાણ આવ્યું. કાઠીના મકાનની કિંમત રૂપિયા એક હાર હતી અને એની મરામતમાં પણ રૂપિયા એક હજાર થયા. એથી મુંબાઇ સરકારને ધણી નવાઇ લાગી.૧૮ એ પછી વિલિયમ બેઇ અને વિલિયમ રેઇસ (Raykes); ન ટારલીઝી (Torleesse) એટલા રેસિડેન્ટ આવી ગયા. એમના વખતમાં ખાસ નોંધવા લાયક બનાવ બન્યા નથી.
૧૫ Bom. Gaz. VI. P. 224.
૧૬ Bom. Govt. Rec. P. D. D. 10.
૧૭ એ જ. પૃ. ૨૮૮. આમાં કાપડની ઘણી જાતાનાં નામ આપેલાં છે જેમાનાં કેટલાંકને હાલ શું કહે છે તે સમજાતું નથી, સરકારી દફતરમાં આ બાબત લાંબું વર્ણન કરેલું છે જે તે વખતની વાંધા પતવવાની રીત ઉપર સારી પ્રકાશ નાખે છે. કાપડની જાતાની યાદી ઉદ્યાગના પ્રકરણમાં આપીશું.
૧૮ Bom. Govt. Rec. P. D. D. 13.
For Private and Personal Use Only