________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
સ્થાપત્ય સાદાઈ શોભામાં વધારો કરે છે. એને આગલે દેખાવ સાદે પણ ભવ્ય (elegant) છે. એ જ પ્રમાણે લાલબાગમાં આવેલાં જૂની મંગલ ઢબનાં બાંધેલા મકાનો પણ ઉત્તમ છે. યુરોપની જુદીજુદી સ્થાપત્યની ઢબથી બાંધેલા હાલના બંગલાઓ કે જે ખંભાતમાં પણ બીજા સ્થળની પેઠે થતા જાય છે તે કરતાં આ જૂની મેગલ બાંધણીના મહેલો વધારે મજબૂત, વધારે ઠંડકવાળા અને ફુવારા તથા બગીચાને લીધે વધારે મનોહર લાગે છે.
ખંભાતથી દોઢેક માઇલ છેટે વડવાની વાવને નામે ઓળખાતી એક પ્રમાણમાં સુંદર વાવ છે. આ વાવ ગૂજરાતની બીજી વાવ જેવી બાંધણીની પણ સાદી છે. અમદાવાદની દાદા હરિની કે અડાલજની વાવ જેવી સુંદર નથી. વાવની બાંધણી એ ગુજરાતના સ્થાપત્યની એક ખાસ વિશેષતા છે. પણ અહીં એની રચનાનાં વર્ણનને સ્થાન નથી. એ વાવ પંદરમી સદીમાં બંધાઈ છે. હિંદુ સ્થાપત્ય. હિંદુ સમયમાં ખંભાત હિંદુ સ્થાપત્યના મકાનેથી ભરપૂર હતું. એના અનેક ઉલ્લેખ સાહિત્યમાં મળે છે. આજે પણ અનેક હિંદુ મંદિરે ખંભાતમાં છે. પરંતુ સ્થાપત્યના નામને શોભે એવાં મકાને ખાસ નથી. જે પ્રાચીન મંદિર અને પ્રાસાદે ખંભાતના અલંકારરૂપ હતા અને હાલ માત્ર નામશેષ છે એનું વર્ણન આગળ કરીશું. પરંતુ એનું કાંઈ નિશાન આજે ન હોવાથી સ્થાપત્યમાં એની ગણત્રી થાય તેમ નથી. હાલ જે જૈન અને હિંદુ મંદિરે છે તે પણ સ્થાપત્યની દૃષ્ટિએ ઉત્તમ તો ન જ કહેવાય. આજના વખતમાં પણ ઉત્તમ સ્થાપત્ય નથી ઉદ્ભવતું એમ નથી. પણ વર્ષ પહેલાં બંધાએલું અમદાવાદનું હઠીસિંહનું મંદિર ગુજરાતના કારીગરો પ્રાચીન બાંધણી અને કલા ભૂલી નથી ગયા એ સિદ્ધ કરે છે. ખંભાતમાં પાર્શ્વનાથનાં મંદિર વગેરે બે ત્રણ મંદિરો અને નવું બંધાએલું સ્વામીનારાયણનું મંદિર સ્થાપત્ય તરીકે ગણી શકાય. પરંતુ સ્તંભન પાર્શ્વનાથ થામણાથી ખંભાત આવ્યા ત્યાર પછી ખંભાત જૈનતીર્થ બન્યું છતાં એમનું મંદિર પણ હઠીસિંહના મંદિર જેવું વિશિષ્ટ સ્થાપત્ય સિદ્ધ કરતું નથી બંધાયું એ દિલગીર થવા જેવું છે. ખંભાતનાં જૈન મંદિરને ભભક જોઈ સામાન્ય આંખ જરા અંજાય ખરી પણ સ્થાપત્યના શોખીનને એ જોઈ સંતોષ ન થાય. બ્રાહ્મણ મંદિરે તે મંદિરના નામને પણ શોભે એવાં નથી. એટલે એ તે નામ માત્ર ગણવા માટે જ છે. એટલે એકંદરે ખંભાતના હિંદુ સ્થાપત્યને માટે આ પ્રકરણમાં લખવા જેવું કાંઈ નથી, જે છે તે જોવા લાયક સ્થળ તરીકે ગણાવી શકાય. પ્રતિમા વિધાન ખંભાતમાં હિંદુ મૂર્તિઓ જે થોડી રહી છે તે ધ્યાન ખેંચે તેવી છે, અને તે મોટે ભાગ નગરામાં છે. આ મૂર્તિઓ ચાલુના ખરા જાહેરજલાલીના સમયની જણાય છે. નગરામાં બ્રહ્માની બે મૂર્તિઓ
૬ એ જ. ૭ વડવાની વાવ ખંભાતનાં પ્રાચીન મકાનમાં ગણી શકાય, પણ ગુજરાતની બીજી વા જેવી એ સુંદર નથી તેથી એનું વિસ્તૃત વર્ણન જરૂર નથી. એને લેખ પાછળ પરિશિષ્ટમાં આપી.
For Private and Personal Use Only