________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
ઉગ-ધંધે–જગાર ઉદ્યોગ ગૂજરાતમાં ઘણે પ્રાચીન, ખંભાતમાં પણ પ્રમાણમાં જૂનો ખરો પરંતુ ગુજરાતના સ્વતંત્ર સુલતાનના સમયમાં વધ્યો અને ધીમે ધીમે ખંભાતનો મુખ્ય ઉદ્યોગ થઈ પડશે. અકીકની જાતે અકીકના ઉદ્યોગને આટલો ઇતિહાસ જોયા પછી એની જાતો તથા એને કેવી રીતે શુદ્ધ કરે છે એ જોઈએ.૯
મોરબી પાસે ટંકારા આગળ બુદકે ટ્રાથી સવાભાજી” (Moss-agate) એ નામને પથ્થર આવે છે. જમીનની નીચે બે ફીટ નીચે એનાં પડ મળે છે અને અરધા શેરથી ૪૦ શેરને પથ્થરે આવે છે. એના ઉપર ચમક સારી આવે છે અને ઘેરે લીલો કે ભૂરાશ પડતા લાલ રંગ આવે છે. લીલો પથ્થર લીલ જેવો લાગવાથી એને Moss-agate કહે છે.
કપડવણજના અકીક તરીકે ઓળખાતે પથ્થર કપડવણજ પાસે આંબલિયારા અને માંડવા ગામ વચ્ચે માજુમ નદીના ભાઠામાં મળી આવે છે. એ ગોળ અગર બદામી આકારના અરધાથી દસ શેર સુધીના પથરા હોય છે. ચમક ઘણી ઉત્તમ લે છે. ભીલ લોકે માંડવાના વહોરાને એ વેચે છે અને વહેરો ૩–૧૨–૦ મણ લેખે ખંભાતના વેપારીને વેચે છે. આ પથ્થરમાં ઘણું તરેહની ભાત આવે છે. કુદરતી દેખાવનાં ઝાડ, છોડવા વગેરે પણ એમાં દેખાય છે અને એવા કેટલાક પથ્થર સાથે મૂકવાથી કુદરતી સૃષ્ટિૌદર્યના દેખાવ જેવું નજરે પડે છે. એની ત્રણ જાત છે. ખારીઓ, આગીઓ અને રાતડીઓ.
અમદાવાદ જિલ્લાના રાણપુર પાસેથી દોરાદાર” નામની અકીકની જાત નીકળે છે તે ખંભાતના અકીકમાં સૌથી વધારે કિંમતી ગણાય છે. આ પથ્થર અરધા શેરના ટુકડામાં મળે છે. એના ઉપર પણ ચમક બહુ સારી આવે છે ને ઘેરા રંગમાં ધોળી નસો કે આછા રંગમાં ઘેરી નસોનો દેખાવ તેમાં હોય છે.
આ મુખ્ય જાતના અકીકમાં રાજપીપળાના અકીકનું વર્ણન આગળ કરીશું. એ સિવાય બીજા રંગબેરંગી પથ્થર નીકળે છે. મોરબી પાસે કાર પાસેથી લીલે છાંટાદાર (Jesper) પથ્થર નીકળે છે. એમાં જુદા જુદા રંગના છાંટા પણ આવે છે. એમાંની ઊંચી જાતને “પટોળીઓ” કહે છે. કાથી આ રંગનો એક જાતનો પથ્થર પણ ત્યાંથી જ નીકળે છે તેને “રાતીઓ' કહે છે. આ પથ્થરનો રંગ “ચૉકલેટ' જેવો હોય છે. આ પથ્થર પિચે છે અને તે કારણથી એના ઉપર જોઈએ એવી ચમક ચડતી નથી. કચ્છના રણમાં ધકવાડા પાસેથી ભૂખરો પીળા છાંટાવાળે પથ્થર નીકળે છે. એને માઈ મરીઅમ” કહે છે. એ પણ પિ હોવાથી એના ઉપર ચમક સારી નથી આવતી. મોરબી પાસેથી ફટિક ખંભાત આવે છે. એ વીસ શેર સુધીના ટુકડામાં જડે છે. એ શુદ્ધ કાચ જે પારદર્શક હોય છે અને એને ઉપર ચમક સારી આવે છે. ખંભાતનો સારામાં સારે સ્ફટિકનો સામાન મદ્રાસ, સીલોન અને ચીનના પથ્થરોમાંથી બને છે.
ઉપરના પથ્થરો આપણું દેશમાંથી નીકળેલા છે. એ ઉપરાંત પરદેશી પથ્થર પણ આવે છે. તે
આ બધી જતો હેવાલ Bom. Gaz. VI. ઉગેના પ્રકરણ ઉપરથી લીધે છે.
For Private and Personal Use Only